નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (Health Ministry Joint Secy Lav Aggarwal) શનિવારે સાંજે નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દેશમાં 24 કલાકમાં 991 નવા કોરોના વાયરસના કેસ આવ્યા છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 14378 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 43 મોત થયા છે. દેશમાં અત્યાર સુધી કુલ 480 લોકોના મોત થયા છે. દેશમાં 45 જિલ્લામાં સારા સમાચાર છે. અહીં છેલ્લા 14 દિવસથી કોઈ નવો કેસ આવ્યો નથી. દેશમાં અત્યાર સુધી 1992 દર્દી સ્વસ્થ થયા છે. જેમની ટકાવારી 13.85 છે.
લવ અગ્રવાલે કહ્યું કે આપણા દેશમાં કોરોના મહામારીનો મૃત્યુદર લગભગ 3.3% છે. જો ઉંમર વર્ગના હિસાબે વિશ્લેષણ કરવામાં આવે તો 0-45 વર્ષના ઉંમર વર્ગમાં 14.4% મોત થયા છે. 45-60 વર્ષ વચ્ચે આ આંકડો 10.3% છે. 60 થી 75 વર્ષ વચ્ચે આ આંકડો 33.1% છે. 75 વર્ષની ઉંમરથી ઉપરનો આંકડો 42.2% છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અસ્વસ્થ થવાની પરિસ્થિતિઓના આધાર પર વિષ્લેષણ કરવામાં આવે છે. તો તમે જોશો કે 83% કેસમાં બીમાર હોવાની પરિસ્થિતિઓ હતી.
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે જે પણ વિદેશી નાગરિક ભારતમાં ફસાયેલા છે અને તેમના વિઝા સમાપ્ત થયા છે. તેમની અરજી પર વિઝાનો સમયગાળો 3 મે 2020 સુધી નિશુલ્ક વધારી દેવાશે. સરકાર દ્વારા ફસાયેલા દરેક વિદેશી નાગરિકો માટે આ સદભાવનાનો સંકેત છે.
એમણે કહ્યું કે લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આખા દેશમાં મજુરો માટે 20 ફરિયાદ કેન્દ્રની સ્થાપના કરી છે. ગૃહ મંત્રાલયનો કંટ્રોલ રુમ 24 કલાક સેવા પ્રદાન કરશે. આપણા ટોલ ફ્રી નંબર 1930, 1944 પર પણ લોકોની સમસ્યાઓનુ નિરાકરણ કરવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર