Home /News /national-international /India Fights Corona: 24 કલાકમાં 38,487 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ સુધરીને 97.60% થયો

India Fights Corona: 24 કલાકમાં 38,487 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ સુધરીને 97.60% થયો

Coronavirus News Live Updates: ભારતમાં 24 કલાકમાં વધુ 30,948 લોકો સંક્રમિત, 403 દર્દીનાં થયા મોત

Coronavirus News Live Updates: ભારતમાં 24 કલાકમાં વધુ 30,948 લોકો સંક્રમિત, 403 દર્દીનાં થયા મોત

Coronavirus News Live Updates, 22 August 2021: ભારતમાં કોરોના સામેની (India Fights Corona) લડતમાં આંશિક સફળતા મળતી હોય એવા સંકેત મળી રહ્યા છે. કોરોના સામે લડતાં અત્યાર સુધીમાં 3 કરોડ 16 લાખથી વધુ દર્દી સાજા થયા છે. હાલમાં કોરોનાનો રિકવરી રેટ (Covid Recovery Rate) સુધરીને 97.60 ટકા થયો છે. બીજી તરફ, સતત નવમા દિવસે કોરોના સંક્રમણ (Corona New Cases in India)ના કેસ 40 હજારથી નીચે નોંધાયા છે. પરંતુ કેરળ (Kerala Corona Cases)માં બેકાબૂ બનેલા કોરોનાએ 24 કલાકમાં વધુ 83 લોકોનો ભોગ લીધો છે. એક દિવસમાં સૌથી વધુ મૃત્યુદર મહારાષ્ટ્ર (Maharashtra)માં 145નો નોંધાયો છે. ગુજરાત (Gujarat Corona Cases)માં પણ એક દર્દીએ જીવ ગુમાવ્યો છે.

24 કલાકમાં 54 લાખ લોકોને કોરોના વેક્સીન અપાઈ

રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,948 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 403 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,24,24,234 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 58,14,89,377 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 52,23,612 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોના રિકવરી રેટમાં સુધારો

કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 16 લાખ 36 હજાર 469 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 38,487 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,53,398 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,34,367 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 21 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 50,62,56,239 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 15,85,681 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં 15 લોકો સંક્રમિત થયા

ગુજરાત (Gujarat Coronavirus updates)માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 15 કેસ નોંધાયા છે. જેની સામે 16 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10079 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,26,66,652 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,97,524 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો, Afghanistan Latest News: કાબુલથી દિલ્હી પહોંચ્યા 87 ભારતીય, પ્લેનમાં જ લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા

રાજકોટમાં એક દર્દીનું મોત

ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટ, આણંદ, ભાવનગરમાં 1-1 સહિત કુલ 15 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે રાજકોટમાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 7, સુરતમાં 2, વડોદરામાં 3, ગીર સોમનાથમાં 2, દેવભૂમિ દ્વારકા, આણંદમાં 1-1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 184 એક્ટિવ કેસ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 179 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815024 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Corona News, Corona vaccine, Coronavirus, COVID-19, Pandemic