Home /News /national-international /Coronavirus: દેશમાં ગત 24 કલાકમાં કોરોનાથી 149 લોકોનાં મોત, 2,528 નવાં કેસ

Coronavirus: દેશમાં ગત 24 કલાકમાં કોરોનાથી 149 લોકોનાં મોત, 2,528 નવાં કેસ

રાજ્ય આજે 03 દર્દી સાજા થયા છે. આજે ગીરસોમનાથમાં 01 અમદાવાદમાં 02 મળીને કુલ 03 દર્દી સાજા થયા છે. પ્રતિકાત્મક તસવીર

Coronavirus: દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણનાં 2528 નવાં કેસ દાખલ કરાવ્યો છે. આ સાથે જ 24 કલાકમાં 3997 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સમયે દેશમાં કોરોનાથી 29,181 એક્ટિવ કેસ છે. સાથે જ રોજનાં પોઝિટિવિટી દર 0.40 ટકા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)નાં કેસમાં ઘટાડો નોંધાયો છે. ગત કેટલાંક દિવસોથી કોરોના (Covid-19)નાં નવાં કેસ ત્રણ હજારથી પણ ઓછા નોંધાયા છે. જોકે મોતનાં કેસ હજુ પણ યથાવત છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મત્રાલય તરફથી જાહેર આંકડાં અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણથી 149 લોકોનાં મોત થઇ ગયા છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા અનુસાર, દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણથી 2528 નવાં કેસ દાખલ કર્યાં છે. આ સાથે જ 24 કલાકમાં 3997 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સમયે દેશમાં કોરોનાનાં 29,181 એક્ટિવ કેસ છે. સાથે જ રોજનાં પોઝિટિવિટી કેસનો દર 0.40 ટકા છે.

    આ પણ વાંચો-અમદાવાદ: પત્નીને માર્યો સાણસી માર, જે બાઈનાં પતિ સાથે તારે આડા સંબંધ છે તેની સાથે કેમ ઉભી હતી?

    ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણથી કૂલ 5,16,281 લોકોનાં મોત થઇ ગયા છે. સાથે જ અત્યા સુધી કૂલ 4.24 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થઇ ગયા છે. તો દેશમાં રિકવરી રેટ 98.73 ટકા છે. તો દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 78.18 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. ગત 24 કલાકમાં દેશમાં 6,33,867 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયની જાણકારી અનુસાર, અત્યાર સુધીમાં 12થી 14 વર્ષનાં 8.21 લાખ બાળકોને કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી બચવા માટે વેક્સિન 18.95 કરોડ સુધી પહોંચી છે.
    " isDesktop="true" id="1190231" >

    મંત્રાલયનાં આંકડાં અનુસાર 12થી 14 વર્ષનાં બાળકોને વેક્સિનનાં બીજા દિવસે આશરે 4.6 લાખ ડોઝ આપવામાં આવી છે. આ પ્રકારે ગુરુવારે સાંજે સાત વાગ્યા સુધીમાં કૂલ 13 લાખ ડોઝ આપવામાં આવી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona Cases in India, COVID-19, કોરોના વાયરસ

    विज्ञापन
    विज्ञापन