મુંબઈ એરપોર્ટ પર રહેલા CISFના 11 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

News18 Gujarati
Updated: April 3, 2020, 11:07 PM IST
મુંબઈ એરપોર્ટ પર રહેલા  CISFના 11 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ફાઈલ તસીવર

કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 2300થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે.

  • Share this:
મુંબઈ : કોરોના વાયરસ (CoronaVirus)નો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 2300થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે અને 56 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. હવે સીઆઈએસએફ(CISF)ના જવાન પણ તેની ચપેટમાં આવી ગયા છે.

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર નિમણુક CISFના 11 જવાનોનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ 11માંથી 4ના રિપોર્ટ ગુરવારે પોઝિટિવ આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી 142 લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલા જ સેનામાં બે નવા કોરોના વાયરસ સંક્રમણના મામલાની પૃષ્ટિ થઈ છે. જેમાં કોલકાતામાં કર્નલ રેન્કના સેનાના ડોક્ટર અને દેહરાદૂનમાં જૂનિયર કમિશન અધિકારી સામેલ છે. આ સાથે સેનામાં કોરોના સંક્રમણના મામલા હવે વધીને ત્રણ થઈ ગયા છે. આ પહેલા લેહમાં રજા પર ઘરે ગયેલા સેનાના એક જવાનને પણ સંક્રમણની પૃષ્ટિ થઈ ચૂકી છે.

મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રીના અજિત પવારે શુક્રવારે જાહેરાત કરી હતી કે જો ડ્યૂટી પર રહેતા કોરોના વાયરસના કારણે કોઈ પોલીસકર્મીનું મોત થઈ જાય તો સરકાર તે પોલીસકર્મીના પરિવારજનોને 50 લાખ રુપિયાની રકમ આપશે. અજીત પવારે મુંબઈમાં એક બેઠકની અધ્યક્ષતા કરવા પછી આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સિવાય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા.
First published: April 3, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading