ઇન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં (Madha pradesh) રાજેન્દ્રનગરમાં સેન્ચુરી પાર્કમાં રહેનારી 34 વક્ષીય પ્રોફેસર (Professor) નેહા પંવારે ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. બુધવારે સવારે પતિ ડેપ્યુટી રેન્જર પવન પંવારનું કરોનાના (husband died due to corona) કારણે મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે પત્ની નેહા કહેતી હતી કે મારા પતિને બચાવી લો નહીં તો હું કંઈક કરી બેશીશ. આખરે નેહાએ કહેલું કરી બતાવ્યું.
મળતી માહિતી પ્રમાણે પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા બાદ દંપતીની જિંદગી નવી ઉંચાઈઓ ઉપર જવા માટે તૈયાર હતી. પંરતુ અદ્રશ્ય દુશ્મન કોરોના વાયરસે પવનને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. 15 દિવસ સુધી ચાલેલી જિંદગી અને મોત વચ્ચેની જંગ વચ્ચે પવન જિંદગી સામે હારી ગયો હતો. આ દુઃખદ સમાચાર નેહાને જાણ થતાં નેહાએ પણ પતિના મોતના આઘાતમાં આત્મહત્યા કરી લીધી હતી.
પહેલા પ્રેમ અને પછી લગ્નની કહાનીનો આવો કરુણ અંત આવશે એવું કોઈએ વિચાર્યું પણ હનીં હોય જોકે બંનેના જીવમાં કોઈજ પ્રકારની સમસ્યા ન હતી. પત્ની ખાનગી કોલેજમાં પ્રોફેસર હતી તો પતિની તાજેતરમાં પીએસસી થકી રેન્જરના પદ ઉપર પસંદગી થઈ હતી. પરંતુ કોરોનાના કારણે તે ડ્યૂટી જોઇન ન કરી શક્યા.
19 એપ્રિલ બંનેની ખુશીઓને ગ્રહણ લાગ્યું હતું. જ્યારે 36 વર્ષીય પવન પંવારને કોરોના સંક્રમણ થયું હતું. 18 વર્ષના જૂના પ્રેમને લગ્નનાં તાંતણે જોડાવાના હજી પાંચ વર્ષ વીત્યા હતા ત્યાં કોરોના બંનેની જિંગદીમાં હાહાકાર મચાવી દીધો હતો.
ભંવકુવા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં પવન જિંદગી સામે હારી ગયો હતો. ત્યારે આ વાતની જેવી જાણ તેની પત્નીને થઈ ત્યારે જાણે પત્નીની દુનિયા લૂંટાઈ ગઈ હતી. પવનના પરિવાર બડવાનીથી નેહાના પરિવાર જનો બિલાસપુરથી ઇન્દોર પહોંચી ચુક્યા હતા.
પવનની બોડીને અંતિમ સંસ્કાર માટે બડવાની લઈ જવાની તૈયારી થઈ રહી હતી. ત્યારે નેહા પોતાના પરિવારજનો સાથે કપડા લેવાના બહાને રાજેન્દ્ર નગરના સેન્ચ્યુરી પાર્ક સ્થિત પોતાના ઘરે પહોંચી હતી. જ્યાં 34 વર્ષીય નેહાએ પોતાના ઘરમાં જ ફાંસી લગાવી દીધી હતી. પતિ વિયોગમાં તડપતી પત્નીએ આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહી દીધું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર