ખતરાની ઘંટી : વૈજ્ઞાનિકોના મતે દેશમાં મધ્ય May સુધી કોરોનાના 13 લાખ પોઝિટિવ કેસ થઈ શકે

News18 Gujarati
Updated: March 25, 2020, 10:05 AM IST
ખતરાની ઘંટી : વૈજ્ઞાનિકોના મતે દેશમાં મધ્ય May સુધી કોરોનાના 13 લાખ પોઝિટિવ કેસ થઈ શકે
ફાઇલ તસવીર

Coronavirus : વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે ભારત અમેરિકા અને ઇટાલીની પેટર્ન પર ચાલી રહ્યો છે, જ્યાં શરુઆતમાં ઓછા કેસ નોંધાયો હતો અને બાદમાં એકએક સંખ્યા વધી ગઈ હતી.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે આખું વિશ્વ પરેશાન છે. વડાપ્રધાન મોદીએ 24મીએ રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધન કરતા દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે અને તેની સાઇકલને તોડવા માટે આવું પગલું ઉઠાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ વૈજ્ઞાનિકોની એક ટીમે ભારત માટે ચેતવણી ઉચ્ચારી છે. તેમના મતે ભારતમાં જો આવી જ રીતે કોરોના ફેલાતો રહેશો તો મે મહિનાના મધ્ય સુધીમાં દેશમાં કોરોનાના 13 લાખ દર્દીઓ હશે. જોકે, અહીં એ નોંધવું રહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે ભારત ખૂબ સફળ રહ્યું છે.

Cov-IND-19 સ્ટડી ગ્રુપના જણાવ્યા પ્રમાણે "કોરોના વાયરસની કોઈ પણ માન્ય રસી ન હોવાને કારણે જ્યારે તે બીજી અને ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે ત્યારે વિનાશ વેરશે. કારણ કે ભારતની હેલ્થકેર સિસ્ટમ પર પહેલાથી જ વધારે પડતો ભાર છે."

આ પણ વાંચો : #StayHome : લૉકડાઉન દરમિયાન ઘરે રહીને આ પાંચ રીતે સ્ટ્રેસને દૂર કરો

અમેરિકા અને ઇટાલીના દાખલા લેવામાં આવે તો અહીં કોવિડ-19 ધીમે ધીમે પ્રસરવાની શરૂઆત થઈ હતી, પરંતુ બાદમાં અચાનક જ પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી. ગુપ્રના કહેવા પ્રમાણે હાલમાં કોરોનાના ફેલાવા અંગે જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે શરૂઆતના તબક્કાના ડેટા અને ઓછા ટેસ્ટિંગ પરથી લગાવવામાં આવી રહ્યો છે.માર્ચ 19 સુધી ભારતમાં કોરોના વાયરસના ફેલાવાની જે પેટર્ન રહી છે તે અમેરિકામાં પ્રથમ 13 દિવસ દરમિયાન જોવા મળેલી પેટર્ન જેવી જ છે. આવી જ પેટર્ન ઇટાલીમાં વૈશ્વિક મહામારીના પ્રથમ 11 દિવસમાં જોવા મળી હતી.

વૈજ્ઞાનિકોની કહેવું છે કે, ભારતની હેલ્થકેર સિસ્ટમ ખૂબ જ બોજ હેઠળ છે, તેમાં સામાન્ય દર્દીને સારવાર આપવાનું પણ મુશ્કેલ બનતું હોય છે. ભારતમાં દર 1000 લોકોએ હૉસ્પિટલ બેડની સંખ્યા ફક્ત 0.7 છે. ફ્રાંસમાં આ સંખ્યા 6.5, દક્ષિણ કોરિયામાં 11.5, ચીનમાં 4.2, ઇટાલીમાં 3.4, યૂકેમાં 2.9, અમેરિકામાં 2.8 અને ઇરાનમાં 1.5 છે. એટલે કે આ મામલે આપણી હાલત ઈરાન કરતા પણ ખરાબ છે.આ પણ વાંચો : કોરોના સામે ભારત કેવી રીતે લડશે? 84 હજાર લોકો માત્ર એક આઇસોલેશન બૅડ

નોંધનીય છે કે 24મી તારીખે દેશના વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપણે 21 દિવસના લૉકડાઉનનું ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી છે. જો આવું નહીં થાય તે દેશ 21 વર્ષ માટે પાછળ ચાલ્યો જશે. જેનાથી અનેક પરિવારો બરબાદ થઈ જશે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर