વિદેશ જનારા લોકો માટે ખુશખબરી, હવે CoWIN એપ પર જોઈ શકાશે કોરોના ટેસ્ટ રિપોર્ટ

CoWIN એપ પર તમે રસીકરણનું પ્રમાણપત્ર ડાઉન કરી શકો છો.

નેશનલ હેલ્થ ઓથોરિટીના પ્રમુખ આરએસ શર્મા(rs Sharma)એ કહ્યું કે હાલમાં કોવિન એપ (cowin app)પર તમામ રસીકરણ ડેટા (vaccination data) ઉપલબ્ધ છે, પરંતુ અમે આ એપમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જેથી લોકો એપ દ્વારા તેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ ડાઉનલોડ કરી શકે.

 • Share this:
  નવી દિલ્હી: ભારતથી વિદેશ પ્રવાસ (travel abroad) કરનારા લોકો માટે સારા સમાચાર છે. કોરોનાના ટેસ્ટ રિપોર્ટ (Coronas test report) માટે મુસાફરોને હવે વધારે મહેનત કરવી પડશે નહીં. ટૂંક સમયમાં કોવિન એપ (cowin app) પર કોરોના ટેસ્ટ રિપોર્ટ લોકોને જોવા મળી શકે છે. નેશનલ હેલ્થ ઓથોરિટીના પ્રમુખ આરએસ શર્માએ (rs Sharma) કહ્યું કે હાલમાં કોવિન એપ પર તમામ રસીકરણ ડેટા ઉપલબ્ધ છે, પરંતુ અમે આ એપમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જેથી લોકો એપ દ્વારા તેમના કોરોના ટેસ્ટ રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે.

  તેમણે કહ્યું, "અમે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ના ડાયરેક્ટર જનરલ સાથે કામ કરી રહ્યા છીએ, અને અમે પહેલેથી જ એક સિસ્ટમ વિકસાવી છે, જેમ કે તમે જાણો છો, CoWIN એપ પર તમે રસીકરણનું પ્રમાણપત્ર ડાઉન કરી શકો છો. એ જ રીતે, હવે તમે RT-PCR ટેસ્ટ રિપોર્ટ ડાઉનલોડ કરી શકશો.

  કોવિન એપ ભારતમાં કોરોના રસીકરણ માટે ક્લાઉડ આધારિત વ્યવસ્થાપન સિસ્ટમ છે. આ એપમાં, રસીકરણ કેન્દ્રથી લઈને રસી લેનારા લોકો સુધી, સંપૂર્ણ યાદી હશે. જો તમે પણ કોરોના રસી મેળવવા માંગતા હો, તો તમારે CO-WIN એપ દ્વારા જ અરજી કરવી પડશે. કોવિન એપ પરથી કોરોના રસીકરણ પ્રક્રિયાનું સંપૂર્ણ ટ્રેકિંગ થશે. આમાં, ભારતમાં લાગુ કરવામાં આવનારી રસીઓનો સંપૂર્ણ હિસાબ હશે.

  આ પણ વાંચો: કાબુલ રોકેટ બ્લાસ્ટમાં 2 લોકોના મોત, અમેરિકી સ્ટાફને નિશાન બનાવવા માટે ISISએ કર્યો હુમલો

  સાથે જ , ક્યારે, ક્યાં અને કઈ રસી કોને આપવામાં આવી હતી. તેમાં સંપૂર્ણ માહિતી પણ હશે. સરળ શબ્દોમાં કહીએ તો, કોવિન એપમાં ભારતમાં કોરોના રસીકરણનો સંપૂર્ણ ડેટા બેઝ હશે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હવે તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી CO-WIN એપ ડાઉનલોડ કરી શકો છો.
  Published by:kuldipsinh barot
  First published: