સમયસર Vaccine લગાવી લેજો, વેક્સિન જ છે રામબાણ ઇલાજ, Coronaની ત્રીજી લહેર ઘાતક બની શકે છે

પ્રતિકાત્મક તસવીર

ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી ધરાવતા દેશમાં ઝડપી રસીકરણ કરવું ખૂબ જરૂરી છે. નહીંતર ટૂંક સમયમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપી અને ઘાતક બની શકે છે

  • Share this:
નવી દિલ્હી : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. તમામ દેશોના વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવામાં લાગ્યા છે. પરંતુ હજુ સુધી સંપૂર્ણ કારગર હોય તેવી રસી મળી શકી નથી. પરંતુ ઘણા દેશોએ તેવી રસી બનાવી છે જે કોરોના સામે લડવાની શક્તિ શરીરને આપે છે. અમુક દેશો આવી રસી દ્વારા સંપૂર્ણ કોરોના મુક્ત બની ચૂક્યા છે. પરંતુ બીજી તરફ ઘણા એવા દેશો છે જ્યાં લોકોમાં કોરોનાની રસી અંગે અમુક ભ્રમ પ્રવર્તી રહ્યા છે અને તેથી જ લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે.

ભારતમાં પણ કોરોનાના રસીકરણની કામગીરીને વેગ આપવા તમામ સંભવ પ્રયાસો કરાઇ રહ્યા છે. જોકે રસીનો અપૂર્ણ જથ્થો હાલ તેમાં બાધા રૂપ બની રહ્યો છે. દેશમાં હાલ કોરોનાની 3 રસી કોવિશિલ્ડ, કોવેક્સિન અને રશિયાની સ્પૂતનિક-વી દ્વારા લોકોને કોરોના સામે કવચ અપાઇ રહ્યું છે. ટૂંક સમયમાં જ કોરોનાની ત્રીજી લહેરના અણસારને જોતા સરકાર બાળકોમાં પણ રસીકરણ શરૂ કરાવી શકે તેવા અનેક અહેવાલો સામે આવ્યા છે. કોઇ પણ બિમારી સામે રક્ષણ મેળવવા તેની રસી લેવી આવશ્યક છે. જોકે ભારતમાં પણ ઘણા લોકો રસી લેવાથી ખચકાઈ રહ્યા છે. કોરોનાની રસીના પ્રભાવ અને જરૂરિયાત અંગે લોકો જાણતા હોવા છતા અનેક સંદેહ ઉભા કરી રહ્યા છે, જે વેક્સિનેશનને ધીમું બનાવતું એક પરીબળ છે.

ભારત જેવા વિશાળ અને ગીચ વસ્તી ધરાવતા દેશમાં ઝડપી રસીકરણ કરવું ખૂબ જરૂરી છે. નહીંતર ટૂંક સમયમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપી અને ઘાતક બની શકે છે. લોકો રસી લેશે તો દેશ વધુ ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવી શકશે. તે જ કારણ છે કે દરેક નાગરિકે નૈતિક ફરજના ભાગરૂપે વહેલી તકે કોરોનાની રસી લેવી જોઇએ.

મેડિકલ સારવાર સંભવ ન હોય ત્યાં વેક્સિન બને છે કારગર

કોરોના વાયરસની બીજી લહેરમાં દેશ સામે સૌથી મોટી સમસ્યા છે બેડ અને મેડિકલ સુવિધાઓનો અભાવ. જો દેશના લોકો સમયસર રસી મૂકાવી લે છે તો તેનાથી સ્વાસ્થ્ય સેવાઓ પરનું ભારણ ઘટાડી શકાય છે. સાથે જ સુનિશ્ચિત કરી શકાય છે કે સંભવિત દર્દીઓને અંદરથી સુરક્ષિત કરી શકાય. વેક્સિન તમારા પરીવાર અને આજુબાજુના લોકોની રક્ષા કરે છે.

વેક્સિન સારવારનો ખર્ચો ઘટાડશે

જો તમે કોરોનાની રસી મૂકાવી લેશો તો તમારા સંક્રમિત થવાની શક્યતા ઘટે છે અને જો કોઇ સંજોગોમાં તમે વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થશો તો તમે ઘરે બેઠા સારવાર કરી સાજા થઇ શકો છો. તેનાથી દેશની સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા પરનું ભારણ પણ ઘટશે અને તમે સારવારના ખર્ચથી પણ બચી શકો છો. એક સ્વસ્થ વ્યક્તિ વધુ સક્રિય રહી શકે છે.

વેક્સિનનું વિતરણ છે સરળ

Network18 Sanjeevani – A Shot Of Life જેવા મોટા રસીકરણ અભિયાન દ્વારા દેશના વધુને વધુ લોકો સુધી રસી પહોંચાડી શકાય છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય કોરોના વાયરસ સામે તમામ ભારતવાસીઓનું રસીકરણ કરવાનો છે. આ સિવાય હેલ્થ કેર લીડર્સ વિશ્વના ગરીબ વિસ્તારોમાં ઝડપી વેક્સિન પહોંચાડવા પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે.

વેક્સિન ઘટાડશે અન્ય બિમારીઓનો ખતરો

વેક્સિનની એક સારી બાબત એ છે તે અન્ય બીમારીઓ સામે પણ સુરક્ષા પ્રદાન કરશે. હકીકતમાં તે શરીરના ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરશે. આ વેક્સિન શરીને તેવા જ અન્ય વાયરસ સ્ટ્રેન સામે લડવામાં મદદ કરશે જેને ટાર્ગેટ કરીને વેક્સિન બનાવવામાં આવી છે.

આ જ કારણ છે કે જો દેશના તમામ લોકોને કોવિડ-19ની વેક્સિન લગાવવામાં આવે તો આપણે કોરોનાને સંપૂર્ણ ખતમ કરી શકીએ છીએ. આપણે રસીકરણને આવકારવુ જોઇએ અને વધુને વધુ લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રેરિત કરવા જોઇએ. કારણ કે હાલ પ્રવર્તી રહેલા અસંખ્ય જૂઠાણાઓ સામે સાચી જાણકારી આપવાથી આપણે રોગમુક્ત સ્વસ્થ ભારતના નિર્માણના રસ્તે આગળ વધી શકીએ છીએ.

ભારતના સૌથી મોટા રસીકરણ અભિયાન Network18 Sanjeevani – A Shot Of Life, કે જે ફેડરલ બેન્કની એક સીએસઆર પહેલ છે. ભારતના સ્વાસ્થ્ય અને ઇમ્યૂનિટી માટે આ ખાસ અભિયાનનો ભાગ બની તમામ ભારતીયો સુધી કોરોનાની રસી અને જાણકારી પહોંચાડવામાં મદદરૂપ બનીએ.
First published: