Home /News /national-international /

ઝડપથી વધી રહ્યાં છે કોરોનાનાં આંકડા, ગત 24 કલાકમાં મળ્યાં 3 હજારથી વધુ કેસ, 55નાં મોત

ઝડપથી વધી રહ્યાં છે કોરોનાનાં આંકડા, ગત 24 કલાકમાં મળ્યાં 3 હજારથી વધુ કેસ, 55નાં મોત

કોરોના કેસીસની સંખ્યા વધી (File Photo)

Covid-19: હાલનાં સમયમાં ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 19 હજાર 719 છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 189 કોરડથી વધુ લોકો વેક્સીન લગાવી ચુક્યાં છે.

    નવી દિલ્હી: કોરોના વાયરસનાં સંક્રમણની રફતાર ફરીથી વધવા લાગી છે. ગત 24 કલાક દરમિયાન દેશ આખામાં કોરોનાનાં 3275 નવાં કેસીસ મળ્યાં છે. જ્યારે આ દરમિયાન 55 દર્દીઓનાં મોત થઇ ગયા છે. ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 20 હજારની નજીક પહોંચી ગઇ છે. બુધવારની સરખામણીએ કોરોનાનાં કેસીસ 2.2 ટકાથી વધુ છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, કોરોનાનાં સૌથી વધુ કેસ દિલ્હીમાં સામે આવ્યાં છે. દિલ્હીમાં 1354 નવાં સંક્રમણ મળ્યાં છે. હરિયાણામાં 571, કેરળમાં 386, ઉત્તર પ્રદેશણાં 198, મહારાષ્ટ્રમાં 188 કોરોનાનાં કેસ મળ્યાં છે. રિક્વરી રેટની વાત કરીએ તો, હાલમાં ભારતમાં રિક્વરી રેટ 98.74 ટકા છે. તો ગત 24 કલાકમાં 3010 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચુક્યાં ચે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 3 લાખ 27 હજાર ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

    એક્ટિવ દર્દીઓની સંખ્યા-
    આ સમયે ભારતમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 19 હજાર 719 છે ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં 189 કોરડથી વધુ લોકો વેક્સીન લઇ ચુક્યાં છે. ગત બુધવારે 13 લાખ 98 હજારથી વધુ લોકોએ વેક્સીન લગાવી છે.

    આ પણ વાંચો-જોધપુર હિંસા: કર્ફ્યૂનો સમય 2 દિવસ વધારાયો, ઇન્ટરનેટ રહેશે બંધ, અત્યાર સુધીમાં 14 કેસ દાખલ

    દિલ્હીમાં કોરોના
    બુધવારે, દિલ્હીમાં કોરોના વાયરસના ચેપના 1,354 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું જ્યારે ચેપ દર 7.64 ટકા હતો. કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 18,88,404 થઈ હતી જેમાં નવા કેસ નોંધાયા હતા. બુધવારે જ્યારે મૃતકોની સંખ્યા 26,177 પર પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ હવે શહેરમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 5,853 છે. હાલમાં કોવિડ-19ના 180 દર્દીઓ દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં દાખલ છે.

    જયપુરમાં 1નું મોત
    પ્રાંતીય રાજધાની જયપુરમાં બુધવારે કોરોના વાયરસના ચેપને કારણે એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં આ જીવલેણ ચેપથી મૃત્યુઆંક 9,553 પર પહોંચી ગયો છે. તે જ સમયે, રાજ્યમાં આજે 63 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. બુધવારે રાજ્યમાં મળી આવેલા 63 નવા સંક્રમિત દર્દીઓમાંથી રાજધાની જયપુરમાં 48, ધોલપુરમાં 7, અલવર-ઉદયપુરમાં 2-2 અને અજમેર-ભીલવાડા-જોધપુર-સીકરમાં એક-એક દર્દીઓ મળી આવ્યા છે. (ભાષા ઇનપુટ સાથે)
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર