Home /News /national-international /કોરોના વાયરસ : શબોના અંતિમ સંસ્કાર માટે ગાઇડલાઇન બનાવવા સરકાર સક્ર‍િય

કોરોના વાયરસ : શબોના અંતિમ સંસ્કાર માટે ગાઇડલાઇન બનાવવા સરકાર સક્ર‍િય

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાયરસના કારણે જે લોકોના મોત થયા છે તેમના અંતિમ સંસ્કારને લઈ વિવાદ ઊભો થઈ રહ્યો છે

નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત 68 વર્ષીય એક મહિલાનું દિલ્હી (Delhi)માં મોત થયા બાદ તેમના અંતિમ સંસ્કારને લઈને ઊભા થયેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health)એ આ વાયરસના શિકાર થનારા લોકોના શબોના અંતિમ સંસ્કાર કરવાના દિશા-નિર્દેશ તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, શબના અંતિમ સંસ્કારથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાની આશંકા નથી. પરંતુ એવામાં દિશા-નિર્દેશ આ ખોટી ધારણાને ખતમ કરવા માટે અને કોઈ મૃતકથી રોગ નહીં ફેલવવા વિશે જાગૃતતા ફેલાવવા માટે તૈયાર કરવામાં આવી રહી છે.

આ દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના પાંચ અને રાજસ્થાન તથા દિલ્હીના એક-એક દર્દી સહિત જે સાત લોકોને કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી, તેમને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસથી બીજું મોત શુક્રવારે થયું હતું, જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પશ્ચિમ દિલ્હી નિવાસી તે મહિલાની મોતની પુષ્ટિ કરી જેમનું પોતાના દીકરા સાથે સંપર્કમાં આવવાથી કોરોના વાયરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ હતી. તેમના દીકરાએ હાલમાં જ વિદેશ પ્રવાસ કર્યો હતો. પહેલું મોત કર્ણાટકમાં 10 માર્ચે 76 વર્ષીય એક વ્યક્તિનું થયું હતું.

આ પણ વાંચો, Coronavirus: ઈરાને લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં રાતોરાત ખોદી દીધી કબરો, સેટેલાઇટમાં કેદ થઈ તસવીરો

મંત્રાલય મુજબ, દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 84 કેસની અત્યાર સુધી પુષ્ટિ થઈ છે, જેમાં દિલ્હી અને કર્ણાટકમાં બે મોત પણ સામેલ છે. નવી દિલ્હી એઇમ્સના ફોરેન્સિક મેડિસીન વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાએ કહ્યું કે કોરોના વાયરસના કારણે મૃતક વ્યક્તિના અંતિમ સંસ્કાર કોઈ પણ રીતે નુકસાનકારક પ્રભાવ નથી. શબોના અંતિમ સંસ્કાર માટે ઇલેક્ટ્રિક, ગેસથી કરવું કે દફનાવવું વગેરે થઈ શકે છે.

આ પણ વાંચો, અડધી રાત્રે કમલનાથને મળ્યો રાજ્યપાલનો પત્ર : તમારી સરકાર લઘુમતીમાં, સોમવારે બહુમત સાબિત કરો
First published:

Tags: Coronavirus, આરોગ્ય, કોરોના, ચીન`, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો