કોરોના વાયરસના ટેસ્ટ માટે પ્રાઇવેટ લૅબ્સ 4500 રૂપિયા ચાર્જ નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ

કોરોના વાયરસના ટેસ્ટ માટે પ્રાઇવેટ લૅબ્સ 4500 રૂપિયા ચાર્જ નહીં લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રાઇવેટ લૅબ્સમાં પરીક્ષણો માટે સરકાર નાણાનું મિકેનિઝમ ઊભું કરી શકે છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રાઇવેટ લૅબ્સમાં પરીક્ષણો માટે સરકાર નાણાનું મિકેનિઝમ ઊભું કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus In India)ની તપાસને લઈને પ્રાઇવેટ લૅબ્સ દ્વારા લેવામાં આવતાં 4500 રૂપિયાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં દાદલ અરજી પર સુનાવણીમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસ માટે રૂપિયા નહીં લઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રાઇવેટ લૅબને કોરોના તપાસ માટે રૂપિયા લેવાની મંજૂરી ન હોવી જોઈએ. આ મુદ્દે આદેશ જાહેર કરશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ભૂષણે કહ્યું કે, COVID-19 માટે લોકોના પરીક્ષણ માટે ચાર્જ કરવાની મંજૂરી નથી આપતા. પરીક્ષણો માટે સરકાર નાણાનું મિકેનિઝમ બનાવી શકે છે.

  ગયા મહિને ICMRએ માન્યતા પ્રાપ્ત પ્રાઇવેટ લૅબ્સને કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી હતી. તેની સાથે જ પ્રત્યેક કોવિડ-19 (COVID-19) તપાસ માટેનો ચાર્જ 4500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.
  આ પણ વાંચો, કોરોના વાયરસથી લડવા માટે અનેક ખૂબીવાળા N-95  માસ્ક કેમ જરૂરી?

  4500 રૂપિયા આપીને કોરોના વાયરસની તપાસી કરાવી શકાતી હતી. તેના ચાર્જમાં 3000 રૂપિયા ટેસ્ટિંગના અને 1500 રૂપિયા સ્ક્રીનિંગના સામેલ હતા. જોકે, સરકારે લોકોને કારણ વગર તપાસ ન કરાવવાની અપીલ કરી છે. તપાસ માટે આપને ક્વોલિફાઇડ ફિજિશિયનથી લખાવવું ખૂબ જ જરૂરી છે.

  આ પણ વાંચો, કોરોનાઃ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મળતાં જ ટ્રમ્પના સૂર બદલાયા, કહ્યું- મોદી શાનદાર નેતા
  First published:April 08, 2020, 13:19 pm