કેરળ : ફક્ત 20 મિનિટમાં એક વ્યક્તિએ ચાર લોકો સુધી પહોંચાડ્યો કોરોના વાયરસ

News18 Gujarati
Updated: March 25, 2020, 8:42 PM IST
કેરળ : ફક્ત 20 મિનિટમાં એક વ્યક્તિએ ચાર લોકો સુધી પહોંચાડ્યો કોરોના વાયરસ
કેરળ : ફક્ત 20 મિનિટમાં એક વ્યક્તિએ ચાર લોકો સુધી પહોંચાડ્યો કોરોના વાયરસ

દેશમાં કોવિડ (Covid-19)એટલે કે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોવિડ (Covid-19)એટલે કે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આવામાં કેરળ (Kerala)ના કોસરગોડથી (Kasargod) એવા સમાચાર આવી રહ્યા છે કે, જેણે લોકોને હેરાન કરી દીધા છે. ધ ન્યૂઝ મિનિટના એક રિપોર્ટ પ્રમાણે કાસરગોડમાં બુધવારે કલેક્ટર ડી સજીથ બાબુએ કોરોના વાયરસ (Coronavirus)ના કેસને લઈને મોટ ખુલાસો કર્યો છે. તેમણે જાણકારી આપી છે કે કોવિડ-19 ફક્ત 20 મિનિટમાં એક વ્યક્તિથી ચાર લોકોમાં ફેલાયો છે.

સજીથ બાબુએ જાણકારી આપી હતી કે બીજા નંબરનો દર્દી 16 માર્ચે દુબઈથી (Dubai)કારસગોડ આવ્યો હતો. દર્દીએ તપાસ માટે નમૂના આપ્યા હતા અને તેને આઈસોલેશનમાં રહેવા માટે ઘરે મોકલી દીધો હતો. આ પછી તે ઘરમાં વીસ મિનિટ માટે પોતાની માતા, પત્ની અને બાળકોને મળ્યો હતો જે 20 માર્ચે પોઝિટિવ આવ્યો હતો. તેનો એક મિત્ર તેને એરપોર્ટ પર લેવા માટે ગયો હતો તે પણ પોઝિટિવ આવ્યો છે. બધા સંક્રમિત લોકોને હાલ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Covid-19: PM મોદીએ કહ્યું - 21 દિવસો સુધી 9 ગરીબ પરિવારોની કરો મદદ

દર્દી નંબર 2 સિવાય પ્રશાસનને તે વ્યક્તિના રિપોર્ટની પણ રાહ છે જે દર્દીના નંબર 3ના સંપર્કમાં આવ્યો હતો. તે વ્યક્તિ 47 વર્ષનો હતો અને એરિયલનો રહેનાર વ્યવસાયી છે. જે દુબઈથી પરત ફર્યો હતો. એવું બની શકે કે તે ચાર જિલ્લાના હજારો લોકોના સંપર્કમાં આવ્યો હોય. કારણ કે તે ઘણી ક્લબો, 3 લગ્ન અને એક અંતિમ સંસ્કાર સહિત ઘણા સાર્વજનિક સ્થળો પર સામેલ થયો હતો. આ વ્યક્તિ રાજ્યમાં લગભગ 1400 લોકોના સંપર્કમાં આવ્યો હતો.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर