Home /News /national-international /ચીનમાં કોરોનાની સ્થિતિ ભયાવહ, શું અન્ય દેશો પર પણ છે મોટો ખતરો? જાણો શું કહે છે નિષ્ણાતો

ચીનમાં કોરોનાની સ્થિતિ ભયાવહ, શું અન્ય દેશો પર પણ છે મોટો ખતરો? જાણો શું કહે છે નિષ્ણાતો

કોરોનાની નવી લહેરે ચીનમાં સ્થિતિ એટલી ખરાબ કરી દીધી છે કે કેસના ભારણને કારણે ત્યાંની આરોગ્ય વ્યવસ્થાની કમર તૂટી ગઈ છે. (AFP ફોટો)

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણની વર્તમાન લહેર ડિસેમ્બરની શરૂઆતમાં ચીનમાં 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ પ્રતિબંધો હટાવવાને કારણે આવી છે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. પ્રતિબંધો હળવા થયા પહેલા જ ચીનમાં કેસ વધી રહ્યા હતા. મને લાગે છે કે રસી લીધા પછી લાંબા સમય સુધી 'ઝીરો કોવિડ વ્યૂહરચના' ચાલુ રાખવી એ કેસોમાં જંગી વધારાનું કારણ હતું.

વધુ જુઓ ...
    નોર્વિચ (બ્રિટેન). ચીન હાલમાં કોવિડ-19ના કેસની ગંભીર લહેર અને તેના કારણે મૃત્યુનો સામનો કરી રહ્યું છે. સમય સમય પર તેના વિશે સત્તાવાર માહિતીના અભાવને કારણે આપણે તે નથી જાણતા કે આ લહેર કેટલી ગંભીર છે. પરંતુ તમામ સંકેતોને જોતાં એવું લાગે છે કે પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. અહેવાલો સૂચવે છે કે હોસ્પિટલો અને શબઘરો ભરેલા છે.

    ચીનમાં આ સ્થિતિ કેવી રીતે આવી અને તેને કેવી રીતે ઉકેલી શકાય?

    એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણની વર્તમાન લહેર ડિસેમ્બરની શરૂઆતમાં ચીનમાં 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ પ્રતિબંધો હટાવવાને કારણે આવી છે, પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. પ્રતિબંધો હળવા થયા પહેલા જ ચીનમાં કેસ વધી રહ્યા હતા. મને લાગે છે કે રસી લીધા પછી લાંબા સમય સુધી 'ઝીરો કોવિડ વ્યૂહરચના' ચાલુ રાખવી એ કેસોમાં જંગી વધારાનું કારણ હતું.

    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો, સટ્ટા બજારમાં ભરશિયાળે ગરમી

    આપણે જાણીએ છીએ કે રસીકરણ દ્વારા આપવામાં આવતી રોગપ્રતિકારક શક્તિ થોડા મહિના પછી ઓછી થઈ જાય છે. એક અપ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રથમ બૂસ્ટર ડોઝના આઠ મહિના પછી ચેપ સામે કોઈપણ રક્ષણ મળતુ નથી. ગંભીર રોગોથી રક્ષણ લાંબો સમય ચાલે છે, પરંતુ તેનો અંત પણ આવે છે.

    ચીનમાં ફેબ્રુઆરી 2022માં રસીકરણ લગભગ પૂર્ણ થઈ ગયું હતું. તેથી પાનખર પછી સંક્રમણ સામે રક્ષણ મોટાભાગે સમાપ્ત થવાનું શરૂ થયું હશે. જો કે ગંભીર રોગોથી રક્ષણ લાંબા સમય સુધી ચાલે છે પરંતુ તેમ છતાં તે સમાપ્ત થાય છે.

    તેનાથી વિપરીત ન્યુઝીલેન્ડે રસીકરણ અભિયાન પૂર્ણ થયા પછી કોવિડ નિયંત્રણ નીતિનો અંત કર્યો હતો. અપેક્ષા મુજબ પ્રતિબંધો હટાવવાથી કેસોમાં તીવ્ર વધારો થયો પરંતુ મૃત્યુ દર ઘણા દેશો કરતા ઘણો ઓછો રહ્યો.

    આ પણ વાંચો: પત્નીને તેડવા જવુ પતિને ભારે પડ્યું, સાસુના એક ઈશારા પર સાળાઓએ ઢોર માર માર્યો

    કોવિડને રોકવા માટે રસીકરણ એ સૌથી સલામત રસ્તો હોઈ શકે છે, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે કુદરતી ચેપ પછી રક્ષણ લાંબા સમય સુધી ચાલે છે. જેઓ 'હાઈબ્રિડ ઈમ્યુનિટી' ધરાવતા હોય તેમનામાં તે લાંબા સમય સુધી ટકી રહે છે. 'હાઇબ્રિડ' રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તે છે જેમને ચેપ લાગ્યો છે અને રસી પણ આપવામાં આવી છે.

    હાલની લહેર શરૂ થયા સમયે ચીનમાં કેટલાક લોકોમાં ‘હાઇબ્રિડ પ્રતિરક્ષા’ થોડા અંશે ઓછી થઇ હતી પરંતુ સંપૂર્ણ રીતે ખતમ પણ થઇ ગઇ હશે, એવું લાગતું નથી, આ સિવાય ખબરો દ્વારા પણ જાણકારી મળી રહી છે કે, ચીનમાં વૃદ્ધોનું રસીકરણ યુવાઓની તુલનામાં ઓછી થયુ છે. જો આ સત્ય છે તો આથી સંક્રમણની સાથેસાથે ગંભીર બીમારીઓ અને મોતો પણ થઇ હશે.

    કેવી રીતે લગાવી શકાય પ્રકોપ પર લગામ?

    ચીનની હાલની લહેર આગામી સમયમાં પોતાના ચરમ પર પહોંચશે અને પછી નબળી પડશે. પરંતુ તે પોતાના ચરમ પર ક્યારે પહોંચશે અને કેટલી ગંભીર હશે તે વાત પર નિર્ભર કરે છે ખરેખરમાં સંક્રમણના કેટલા મામલા સામે આવી રહ્યા છે. પરંતું આપણે આંકડોઓ વિશે કંઇ જાણતા નથી.

    આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ, પછી લગ્ન અને એક વર્ષ બાદ પતિ ગાયબ

    સ્વાસ્થ્ય વિશે આંકડાઓમાં જાણકારી આપનારી બ્રિટિશ સંસ્થા ‘એયરફિનિટી’ એ અનુમાન લગાવ્યું છે કે, ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સંક્રમણના 3 કરોડ 32 લાખ મામલે આવ્યા છે અને 1,92,400 મોત થયા છે પરંતુ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગની બેઠકમાં લીક થયેલી એક જાણકારી અનુસાર અનુમાન છે કે, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં લગભગ 25 કરોડ લોકો (જનસંખ્યાના લગભગ 18 ટકા) સંક્રમિત થયા હતા.

    જો વાસ્તવિક સંક્રમણ દર અનુમાન કરતા વધારે છે તો લહેરની ચરમ અવસ્થા ખુબ જ વધારે રહેશે પરંતુ આ વધારે સમય સધી રહેશે નહીં અને આપણે આશા રાખી શકીએ કે આવનારા અઠવાડિયામાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ શકે છે.

    ડો સંક્રમણ દર અનુમાન કરતા ઓછુ છે તો લહેરની ચરમ અવસ્થા વધારે રહેશે અને થોડા સમય માટે આ ગંભીર પણ રહી શકે છે.

    ચીનએ હવે શું કરવું જોઇએ

    ખરેખરમાં આ પ્રકોપની દિશાને બદલવા માટે ખુબ જ વધારે સમય લાગી શકે છે. આ પ્રકોપ દરમિયાન આરઓ 10 વધુમાં વધુ 18 રહ્યો છે. આરઓનો અર્થ એ થાય છે કે, સંક્રમિત વ્યક્તિ કેટલા લોકોમાં વાયરસ ફેલાવી શકે છે.

    આરઓ એટલો વધુ હોવા પર લોકડાઉન, શાળાઓ બંધ કરવી અને માસ્ક પહેરવું સંક્રમિણને નિયંત્રિત કરવા માટે પર્યાપ્ત નથી હોતું. ચીન હાલમાં જે સૌથી મહત્ત્વપૂર્ણ કામ કરી શકે છે તે એ છે કે, આ દરમિયાન તેણે પોતાના વૃદ્ધો અને વધુ સંવેદનશીલ વસ્તીવાળા વિસ્તારોમાં રસીકરણને પ્રોત્સાહન આપે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Coronavirus epidemic, Coronavirus latest news, Coronavirus New Variant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन