Home /News /national-international /

Janta Curfew: કોણે વગાડી તાળી, થાળી અને ઘંટડી? PM મોદીએ કહ્યું આ વિજયની શરુઆતનો નાદ

Janta Curfew: કોણે વગાડી તાળી, થાળી અને ઘંટડી? PM મોદીએ કહ્યું આ વિજયની શરુઆતનો નાદ

પીએમ નરેન્દ્ર મોદીની અપીલ પર સાંજે કલાકે લોકોએ પોતાના બાલ્કની અને ટેરેસ પર જઈને કોરોનો વાયરસથી દેશનો બચાવ કરવામાં લાગેલા લોકોનો તાળી અને થાળી વગાડીને ધન્યવાદ કર્યો

પીએમ નરેન્દ્ર મોદીની અપીલ પર સાંજે કલાકે લોકોએ પોતાના બાલ્કની અને ટેરેસ પર જઈને કોરોનો વાયરસથી દેશનો બચાવ કરવામાં લાગેલા લોકોનો તાળી અને થાળી વગાડીને ધન્યવાદ કર્યો

  નવી દિલ્હી : દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના આહવાન પર જનતા કર્ફ્યુ (Janta Curfew) જોવા મળ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીની અપીલ પર સાંજે કલાકે લોકોએ પોતાના બાલ્કની અને ટેરેસ પર જઈને કોરોનો વાયરસથી (Coronavirus) દેશનો બચાવ કરવામાં લાગેલા લોકોને તાળી અને થાળી વગાડીને ધન્યવાદ કર્યો હતો.  કોરોના વાયરસ સામે લડવા માટે ગુજરાતના સીએમ, ડે. સીમથી લઈને દિલ્હીમાં બેઠેલા મંત્રીઓએ થાળી, ઘંટડી,  તાળી પાડી હતી.  આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ કોરોના વાયરસ સામે લડતા તમામ કર્મચારીઓનો થાળી વગાડીને સમ્માન આપ્યું હતું.  રિલાયન્સ ગ્રુપના ચેરમને મુ કેશ અંબાણી,  અનિલ અગ્રવાલ સહિતના મોટાભાગના ઉદ્યોગપતિઓએ થાળી વગાડીને આભાર માન્યો હતો.  આ પ્રસંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે આ ધન્યવાદ નાદનો છે, પણ સાથે એક લાંબી લડાઇમાં વિજયમી શરુઆતનો પણ નાદ છે. આવો આ સંકલ્પ સાથે, આ સંયમ સાથે એક લાંબી લડાઇ માટે પોતાને બંધનોમાં બાંધી (Social Distancing) લઈએ. કોરોના વાયરસની લડાઇમાં નેતૃત્વ કરનાર દરેક વ્યક્તિને દેશે એક મન થઈને ધન્યવાદ અર્પિત કર્યા છે.
  દેશવાસીઓનો ઘણો-ઘણો આભાર.  પીએમની અપીલ પર કેન્દ્રીય મંત્રી અને રાજ્યોનો મુખ્યમંત્રીએ પણ કોરોનાથી દેશને બચાવવામાં લાગેલા વીરોનું સન્માન કર્યું હતું. દેશના રક્ષા મંત્રીએ તાળી અને ઘંટડી વગાડી સન્માન વ્યક્ત કર્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ પોતાના પરિવાર સાથે બાલ્કનીમાં જોવા મળ્યા હતા અને તાળી અને ઘંટડી વગાડી આભાર વ્યક્ત કર્યો હતો.  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર રાવતે પણ ઘંટડી વગાડીને સન્માન પ્રગટ કર્યું હતું. પ્રકાશ જાવડેકર, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ સન્માન વ્યક્ત કર્યું હતું.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પણ જનતા કર્ફ્યુ દરમિયાન ઘંટડી વગાડીને સેવા કરનાર લોકો પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું હતું.  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સન્માન વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે સંયમ જાળવીશું. ગાઈડલાઈનને અનુસરીશું તો આપણે ચોક્કસ પણે વિજય મેળવું નહીં તો આપણું કરેલું બધું પાણીમાં જશે. માટે મારી બે હાથ જોડીને વિનંતી છે કે હવે આવી કોઈ ભુલ ન કરે. કોઈપણ સંજોગોમાં ભેગા ન થાય અને 144નો મતલબ જ છે કે પાંચ-સાત લોકો એકઠાં ન થયા એ પણ અંતર રાખે.  બીજી તરફ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે કોરોના વાયરસ સામેની લડત હજુ પૂર્ણ નથી થઇ, સતર્કતા-સાવચેતી રાખવી અતિ આવશ્યક છે. જનતા આગામી બે સપ્તાહ સુધી 'જનતા કરફ્યુ'ની માફક જ સાથ-સહકાર આપે તેવી પ્રાર્થના.  સાંજે 5 કલાકે જે રીતે ગુજરાત સહિત દેશભરની જનતાએ પોતાના નિવાસે દરવાજા-બારી-ગેલેરી- અગાસી પાસે ઊભા રહી કોરોના વાયરસ સામેની લડાઈમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહેલા તબીબો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ કર્મીઓ, મીડિયાકર્મીઓ, સરકારી અધિકારીઓનો આભાર વ્યક્ત કરી તેમનું મનોબળ વધારવા તાળીઓ પાડી-થાળી વેલણ, ઘંટડી, શંખ, ઢોલ, શરણાઈ વગાડી જે સામૂહિક એકતાના દર્શન કરાવ્યા તે અદભૂત ઘટના છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Janta Curfew, કોરોના વાયરસ, પીએમ મોદી

  આગામી સમાચાર