કોરોના વાયરસનો હાહાકાર! ભારત સહિત સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોનાં મોત થવાની આશંકા- રિપોર્ટ

News18 Gujarati
Updated: March 9, 2020, 5:57 PM IST
કોરોના વાયરસનો હાહાકાર! ભારત સહિત સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોનાં મોત થવાની આશંકા- રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાંજ થયેલા સંશોધન મુજબ કોરોના વાયરસ ન અટકે તો ભારતમાં પણ લાખો લોકોના જીવ જઈ શકે છે

  • Share this:
મેલબોર્ન : કોરોના વાયરસએ (Corona virus) વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. આ વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 3800થી વધુ લોકોનાં મોત (Deaths) નીપજ્યાં છે. એવા સમયે એક સંશોધન (Research) અહેવાલમાં આ રોગના કારણે ભવિષ્ય વિશેનો ભયાનક ડર વ્યક્ત કરાયો છે. રિપોર્ટ અનુસાર, જો આખા વિશ્વમાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ તેમાં દો 1.5 કરોડ લોકોના મોત થઈ શકે છે. ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીએ (Australian National University) આ સંશોધન કર્યું છે, જેમાં એવી આશંકા દર્શાવાઈ છે કે વૈશ્વિક અર્થતંત્ર પર વાયરસની મોટી અસર પડશે.

મોતનું તાંડવ


સંશોધનમાં અનેક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો દુનિયામાં તેને અટકાવવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવ્યા ન હોત તો આગામી વર્ષોમાં 6 કરોડ 80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હોત. આ સંશોધન મુજબ, ચીન અને ભારતમાં લાખો લોકોની મોત થઈ શકે છે, જ્યારે યુ.એસ. માં, બે લાખ લોકો મરી શકે છે. આ સિવાય બ્રિટનમાં 64 હજાર, જર્મનીમાં 79 હજાર અને ફ્રાન્સમાં 60 હજાર લોકો મરી શકે છે. સંશોધન મુજબ, દક્ષિણ કોરિયા અને ઇટાલીમાં પણ હજારો લોકોની હત્યા થઈ શકે છે.

આ પણ વાંચો :  ખેડૂતો સાવધાન! હવામાન વિભાગે કરી આગાહી, 10-11 માર્ચના રાજ્યમાં ફરી પડશે કમોસમી વરસાદ

અર્થવ્યવસ્થા પર ખરાબ અસરસંશોધન મુજબ, વિશ્વભરમાં વૈશ્વિક GDPમાં કડાકો બોલી અને તે 2.3 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. અમેરિકાની GDPમાં 2 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ સિવાય બ્રિટનની GDPમાં પણ 2.3 ટકાનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો :  ઈરાનથી પરત ફરેલા વ્યક્તિનું લદાખમાં મોત, કોરોના વાયરસની આશંકાના કારણે સમગ્ર ગામને આઇસોલેટ કરાયું

કોરોના વાયરસને કારણે, વિશ્વભરના શેર માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનમાં, સોમવારે વધુ 22 લોકોનાં મોત કોરોના વાયરસને કારણે થયા હતા. જોકે, રોગચાળાના આંકડાની દ્રષ્ટિએ માર્ચમાં જાન્યુઆરીની સરખામણીએ સૌથી ઓછા નવા કેસો નોંધાયા છે. રાષ્ટ્રીય આરોગ્ય આયોગે જણાવ્યું હતું કે દેશભરમાંથી 40 નવા કેસ મળી આવ્યા છે જેમાંના મોટા ભાગના હુબેઈના છે જ્યાં રોગનો તરખાટ સૌથી વધુ છે.

શું 12 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડશે? જાતે નાબૂદ થશે કોરોના વાયરસ

કોરોના વાયરસનો ખતરો હાલ દુનિયાભરમાં ફેલાયો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા પછી મોતને ભેટ્યા છે. ભારત સમેત વિશ્વભર દેશોમાં ધીમે ધીમે કોરોના વાયરલ ફેલાઇ રહ્યો છે. પણ હવે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં એક લેખિકાએ આ અંગે અનેક વર્ષો પહેલા ભવિષ્યવાણી કરી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. (વધુ વાંચવા માટે ક્લિક કરો... )

કોરોના વાયરસના અન્ય તામ રસપ્રદ અહેવાલો વાંચવા એક ક્લિક કરો
First published: March 9, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading