દેશમાં કોરોના વાયરસના 76 નમૂનામાંથી કોરોના વાયરસનો XXB 1.16 વેરિયન્ટ ખૂબ જ સંક્રમિત થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ દેશમાં કોવિડ-19ના મામલે હાલમાં વધારો થયો છે. આઈએનએસએસીઓજીના આંકડા પ્રમાણે, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ સામે આવ્યો છે તેમાંથી 30 કર્ણાટક, 29 મહારાષ્ટ્ર, સાત પોંડિચેરી, પાંચ દિલ્હી, બે તેલંગાણા અને એક-એક નમૂના ગુજરાત-હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મળ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19ના 76 નમૂના કોરોના વાયરસના એકસબીબી 1.16 વેરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી છે. આ દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળ્યો છે. આઈએનએસએસીઓજીના હાલના આંકડાના આધારે દાવો કર્યો છે. આઇએનએસએસીઓજીના આંકડા પ્રમાણે, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ જે નમૂનામાંથી મળ્યો છે તેમાંથી 30 કર્ણાટક, 29 મહારાષ્ટ્ર, સાત પોંડિચેરી, પાંચ દિલ્હી, બે તેલંગાણા, એક-એક નમૂના ગુજરાત-હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રના છે.
વાયરસનો એક્સબીબી 1.16 વેરિયન્ટ જાન્યુઆરીમાં પહેલીવાર સામે આવ્યો હતો. ત્યારે બે કેસમાં તેની પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે ફેબ્રુઆરીમાં 59 સેમ્પલ મળ્યા હતા. કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય અંતર્ગત ભારતીય સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમે કહ્યુ કે, માર્ચમાં અત્યાર સુધી 15 સેમ્પલમાં એક્સબીબી 1.16 વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી હતી. કેટલાક વિશેષજ્ઞો કોવિડ-19ના કેસમાં વધારા મામલે નવા સ્વરૂપને જવાબદાર માને છે. રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી ચૂકેલા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)ના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ હતુ કે, કોવિડના કેસમાં વધારા માટે એક્સબીબી 1.16 જવાબદાર હોય તેવું લાગે છે, જ્યારે ઇન્ફ્લૂએન્ઝા મામલે એચ3એન2ના કારણે છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ મેડિસિન, શ્વસન અને ઉંઘ ચિકિત્સા વિભાગના પ્રમુખ અને મેદાન્તામાં ચિકિત્સા શિક્ષાના નિદેશક ગુલેરિયાએ કહ્યુ હતુ કે, ‘આ બંને કેસ ગંભીર પ્રકારના નથી. વધુ પડતા કેસ ગંભીર નથી, તેથી ડરવાની જરૂર નથી.’ ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના પૂર્વ સંયોજક અને બિજનૌર સ્થિત મંગલા હોસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રના બાળ રોગ નિષ્ણાત વિપિન એમ. વશિષ્ઠે કહ્યુ હતુ કે, ‘નવા એક્સબીબી 1.16 વેરિયન્ટ ઓછામાં ઓછા 12 દેશમાંથી મળી આવ્યો છે અને તેના સૌથી વધુ કેસ ભારતમાં મળ્યા છે. અમેરિકા, બ્રુનેઈ, સિંગાપોર અને બ્રિટનમાં પણ તેના કેસ મળી આવ્યા છે.’
14 દિવસમાં કોરોનાના નવા કેસમાં 281 ટકાનો વધારો
વશિષ્ઠે ટ્વીટ કરી જણાવ્યુ છે કે, ‘ભારતમાં છેલ્લા 14 દિવસ દરમિયાન કોરોનાના નવા કેસમાં 281 ટકા વધારો અને આ રોગથી મૃતકોની સંખ્યામાં 17 ટકા વધારો થયો છે.’ ભારતમાં 126 દિવસ પછી શનિવારે એક દિવસમાં કોરોનાના મળેલા નવા કેસનો આંકડો 800ને પાર પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5389 થઈ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર