કોરોના દિવસેને દિવસે બની રહ્યો છે વધુ ઘાતક, જોવા મળ્યા બહેરાશ અને ગૈંગરીન જેવા લક્ષણો

પ્રતિકાત્મક તસવીર

કોરોનાનું ગેંગરીનમાં રૂપાંતર થવું આ પ્રકારના લક્ષણો કોવિડના દર્દીઓમાં જોવા મળ્યા નહોતા. ડૉકટરો હવે ભારતમાં આ બીમારીને ડેલ્ટા વેરિએન્ટ સાથે જોડી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : બહેરાશ, ગંભીર પેટ સંબંધિત સમસ્યા, લોહીના ગઠ્ઠા જામીને તેનું ગેંગરીનમાં રૂપાંતર થવું આ પ્રકારના લક્ષણો કોવિડના દર્દીઓમાં જોવા મળ્યા નહોતા. ડૉકટરો હવે ભારતમાં આ બીમારીને ડેલ્ટા વેરિએન્ટ સાથે જોડી રહ્યા છે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં શરૂઆતના સાક્ષ્યો પરથી જાણવા મળ્યું છે કે આ સ્ટ્રેન ખૂબ જ ગંભીર છે.

ડેલ્ટાને B.1.617.2ના નામથી પણ ઓળખવામાં આવે છે, છેલ્લા છ મહિનામાં અંદાજે 60 દેશોમાં આ વેરિએન્ટની ખૂબ જ ગંભીર અસર જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાથી લઈને યુ.એસ.એ સુધી સંક્રમણને ફેલાતો રોકવા માટે આંતરરાષ્ટ્રીય યાત્રા પર રોક લગાવવામાં આવી હતી. આ ડેલ્ટા વેરિએન્ટના કારણે યૂ.કે સરકારને ગત મહિને અનલોકની પ્રક્રિયા શરૂ કરવાનો વિચાર કરવા માટે મજબૂર કરી દીધી હતી. બીજા વેરિએન્ટની તુલનામાં આ વેરિએન્ટ ખૂબ જ ગંભીર છે. જેમાં સંક્રમણ જલ્દીથી ફેલાય છે અને વેકસીનની અસરને ઓછી કરે છે.

ndtvમાં પ્રકાશિત થયેલ એક રિપોર્ટ અનુસાર ચેન્નઈની અપોલો હોસ્પિટલના સંક્રામક બીમારીઓના ફિઝિશિયન ડૉ. અબ્દુલ ગફૂરે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે B.1.617નો નવા લક્ષણ સાથે સંબંધ છે કે નહીં તે જાણવા માટે વૈજ્ઞાનિક શોધ કરવાની જરૂર છે. વધુમાં જણાવ્યું કે મહામારીની શરૂઆતની લહેરમાં ડાયેરિયાના દર્દીઓ જોવા મળી રહ્યા છે.

નવા લક્ષણો જોવા મળે છે

ગયા વર્ષે લાગી રહ્યું હતું કે વાયરસ વિશે જાણકારી મેળવી લીધી છે, પરંતુ આ વખતે તેના નવા લક્ષણો સામે આવતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. કોવિડ-19ના દર્દીઓમાં પેટમાં દુખાવો, ઉબકા આવવા, ઉલ્ટી થવી, ભૂખ ન લાગવી, બહેરાપણું, સાંધામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બીટા અને ગામા વેરિએન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળ્યા હતા. યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સના સંશોધનકર્તાઓએ ગયા મહિને એક શોધ કરી હતી. આ રિસર્ચ અનુસાર ખૂબ જ ઓછા લક્ષણો જોવા મળ્યા હતા, જેને ના બરાબર કહી શકાય.

ડૉકટર જણાવે છે કે આ વખતે દર્દીઓમાં માઈક્રો થ્રોંબી અને નાના લોહીના ગઠ્ઠા જોવા મળી રહ્યા છે. જે સમય જતા ગૈંગરીન બની જાય છે.

લોહીના ગઠ્ઠા

ભારતમાં ગયા વર્ષે 1 કરોડ 3 લાખની તુલનામાં 2021માં કોવિડ-19ના અત્યાર સુધીમાં 1 કરોડ 86 લાખ કેસ સામે આવ્યા છે. ભારત સરકારની એક પેનલે તાજેતરમાં એક સ્ટડી કરી હતી. સ્ટડી અનુસાર ભારતમાં બીજી લહેર ઘાતક થવા પાછળ ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર હતો. આ સ્ટ્રેન યુકેમાં પહેલીવાર જોવા મળ્યો હતો, જે અલ્ટ્રા સ્ટ્રેઈન કરતા 50 ટકા વધુ સંક્રામક હતો.

આ લહેરમાં કોવિડ-19માં પહેલા કરતા વધુ લક્ષણો જોવા મળ્યા હતા. જે દર્દીઓમાં લોહીના ગઠ્ઠા થવાની સમસ્યા જોવા મળી હતી, તે પહેલા તેમનામાં આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. આ પ્રકારના લક્ષણો પાછળ નવો વાયરસ વેરિએન્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આવુ શા માટે થઈ રહ્યું છે તે જાણવાની ડૉકટર કોશિશ કરી રહ્યા છે.

કેટલાક દર્દીઓમાં આંતરડા સુધી પહોંચતી નસોમાં લોહીના ગઠ્ઠા થવાની સમસ્યા જોવા મળી રહી છે. આ કારણોસર દર્દીઓને પેટમાં દુખાવો થાય છે. બીજી લહેરમાં દરેક દર્દીઓમાં અલગ અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે.

અસામાન્ય ઉપસ્થિત

ડેલ્ટા વેરિએન્ટની ભારતમાં ગંભીર અસર જોવા મળી રહી છે. ભારતમાં આ વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને બાળકોમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ભારતમાં કોવિડના કારણે ઉત્પન્ન થયેલી મ્યુકરમાયકોસિસ બીમારીની પણ અસર જોવા મળી રહી છે.

ભારતમાં કોરોનાની અસર ઓછી થઈ રહી છે. ડેલ્ટા વેરિએન્ટ બીજી અન્ય જગ્યાઓ પર ફેલાઈ રહ્યો છે જેમાં, તાઈવાન, સિંગાપોર અને વિયેતનામ શામેલ છે. આ વેરિએન્ટને રોકવા માટે મોટા પ્રમાણમાં ઈમ્યૂનાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ડેલ્ટા વેરિએન્ટ વધવાથી વેક્સીનથી પેદા થયેલ એન્ટીબોડીની અસરને પણ ઓછી કરે છે. દવા બનાવનાર કંપનીઓ પર સતત ઉપસ્થિત વેક્સીનમાં બદલાવનો દબાવ કરવામાં આવી રહ્યો છે. આવનારી વેક્સીનને નવા વેરિએન્ટ અનુસાર તૈયાર કરવાની રહેશે. જેનાથી વાયરસને વધવાથી રોકી શકાય છે.
First published: