Covid-19: દિલ્હીમાં શુક્રવારે કોવિડ 19નાં 366 નવાં કેસ સામે આવ્યાં છે. જ્યારે પોઝિટિવીટી રેટ 3.95 ટકા સુધી પહોંચી ગયો છે. દિલ્હીમાં ગત કેટાલંક દિવસોમાં કોરોનાનાં કેસ અને સંક્રમણ દરમાં વધારો દાખલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: દેશમાં આમ તો કોરોનાની ચોથી લહર આવી નથી. પણ સંકેત કંઇ સારા નથી. ખાસ કરીને દિલ્હીમાં પરિસ્થિતિ ડરાવી રહી હોય તેવી છે. 24 કલાકની અંદર દેશભરમાં કોરોનાનાં 975 કેસ છે. જ્યારે માત્ર દિલ્હીમાં 366 નવાં કેસ નોંધાયા છે. આ સાથે જ આજે સવારે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 14 બાળકો કોરોના પોઝિટિવ થવાથી દાખલ થયા છે. જે તમામ કોઇને કોઇ અન્ય બીમારીથી પિડાતા હતા અને તેઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 5 લોકોનાં મોત થઇ ગયા છે જ્યારે 796 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ગયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 11366 થઇ ગઇ છે.
દિલ્હીમાં શુક્રવારે કોરોનાનાં 366 નવાં કેસ સામે આવ્યા બાદ હાલમાં સંક્રમણ દર વધીને 3.95 ટકા પહોંચી ગયો છે. દિલ્હીમાં ગત કેટલાંક દિવસોમાં કોરોનાનાં નવાં કેસ અને સંક્રમણ દરમાં વૃદ્ધિ થઇ છે. શહેરમાં કોરોનાનાં કૂલ 685 દર્દીઓ તેમનાં ઘરમાં ક્વોરંટીન છે. હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ માટે 9,735 બેડ છે જેમાંથી 51 (0.52 ટકા) હાલમાં ભરેલાં છે.
14 #COVID19 positive children are admitted to private and govt hospitals in Delhi. Most of them have comorbidities: Official Sources
દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કેસ- જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હીમાં ચેપના 325 નવા કેસ નોંધાયા હતા, જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હતું.તે જ સમયે, ચેપ દર 2.39 ટકા હતો. બુધવારે, કોવિડના 299 કેસ નોંધાયા હતા અને સંક્રમણનો દર 2.49 ટકા હતો.
નોયડામાં પણ એલર્ટ- ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ચેપના 43 નવા કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 98,832 થઈ ગઈ છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર (CMO) સુનિલ કુમાર શર્માએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 43 નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી 16 બાળકો છે. આરોગ્ય વિભાગના કાર્યાલયે કહ્યું કે, બાળકોના ચેપ અંગેની માહિતી કોઈપણ શાળામાંથી મળી નથી, પરંતુ માતાપિતાએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે નવા કેસ સાથે જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 98,832 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 156 છે. ચેપમાંથી સાજા થયેલા 10 લોકોને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
બંગાળની પરિસ્થિતિ- શુક્રવારે, પશ્ચિમ બંગાળમાં કોવિડ-19ના 17 નવા કેસ નોંધાયા હતા, જેનાથી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 20,17,765 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુઆંક 21,200 પર સ્થિર છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. આ મુજબ, ગુરુવારથી અત્યાર સુધીમાં 40 દર્દીઓ આ રોગમાંથી સાજા થયા છે, જેના કારણે સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 19,96,216 થઈ ગઈ છે. (ભાષા ઇનપુટ સાથે)
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર