Home /News /national-international /

Coronavirus India Live Updates: દેશમાં કોરોનાનાં 24 કલાકમાં 959 લોકોનાં મોત, 2.09 લાખ નવાં કેસ

Coronavirus India Live Updates: દેશમાં કોરોનાનાં 24 કલાકમાં 959 લોકોનાં મોત, 2.09 લાખ નવાં કેસ

જાણો દેશમાં કેટલાં આવ્યાં નવાં કોરોના કેસ

Coronavirus India Live Updates: કોવિડ-19 મહામારી (Covid 19 in India) વિરુદ્ધ જારી ભારતની લડાઇને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. પણ વાયરસને નાબૂદ કરવાની આ જંગ ક્યારે પૂર્ણ થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે.

    Corona virus India Live Updates: કોવિડ-19 મહામારી (Covid 19 in India) વિરુદ્ધ જારી ભારતની લડાઇને બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે. પણ વાયરસને નાબૂદ કરવાની આ જંગ ક્યારે પૂર્ણ થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણ (Corona Deaths in India)થી 959 લોકોનાં મોત થઇ ગયા છે. તો દેશમાં 24 કલાકમાં 2 લાખ 61 હજાર 628 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ગયા છે દેશણાં આ સમયે ડેઇલી પોઝિટિવિટી રેટ 15.77 ટકા છે.

    દેશમાં કોરોનાનાં 2.09 લાખ કેસ, 959 મોત
    સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે જાહેર આંકડા અનુસાર, ભારતમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસથી સંક્રમણ પામેલા 2 લાખ 9 હજાર 918 નવાં કેસ સામે આવ્યાં છે. આ સાથે જ કોવિડ 19થી 959 લોકોનાં મોત થયા છે. તો દેશમાં 24 કલાકમાં 2 લાખ 61 હજાર 628 લોકો ઠિક થયા છે.

    આ પણ વાંચો-Hit & Run: નવમાં ધોરણમાં ભણતાં સગીરે ફૂટપાથ પર ચડાવી દીધી ગાડી, 4 મહિલાનાં મોત

    કોરોનાનાં નવાં કેસ: 2,09,918
    છેલ્લા 24 કલાકમાં મોત- 959
    છેલ્લા 24 કલાકમાં રિકવરી કેસ- 2,62,628
    એક્ટિવ કેસ: 18,31,268 (4.43%)
    ડેઇલી પોઝિટિવ રેટ: 15.77%
    ટોટલ વેક્સિનેશન : 1,66,03,96,227

    મહારાષ્ટ્ર કોરોના કેસ- 22,444 નવાં કેસ, 50નાં મોત
    મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસનાં નવાં 22,444 કેસ સામે આવ્યાં છે. આ બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 77,05,969 થઇ ગઇ છે. નવાં સંક્રમિતોમાં પાંચ ઓમિક્રોનનાં કેસ છે. રાજ્યમાં 50 લોકોનું સંક્રમણથી મોત થઇ ગયું છે. આ સાથે કોરોનાથી મોતની સંખ્યા વધીને 1,42,572 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, નવાં કેસમાં પાંચ કેસ ઓમિક્રોન સંક્રમણનાં છે જે બાદ આ ઘાતક સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા 3130 થઇ ગઇ છે.

    આ પણ વાંચો-Hit&Run: કાનપુરમાં મોડી રાત્રે બેકાબૂ થઇ ઇ-બસ, 17 વાહનોને કચડ્યા, 6નાં ઘટના સ્થળે મોત

    ગુજરાતમાં કોરોનાનાં કેસ- 9,395 કેસ 39નાં મોત
    ગુજરાતમાં રવિવારે કોરોનાનાં 9395 કેસ નોંધાયા છે. જેમાંથી 3653 કેસ અમદાવાદમાં, વડોદરામાં 2011, રાજકોટમાં 773 અને સુરતમાં 642 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કૂલ કોરોનાનાં કેસની સંખ્યા 10,55, 222 પહોંચી છે. રાજ્યમાં આજ રોજ સાજા થયેલાં કેસ 16,066 છે. જ્યારે અત્યાર સુધીમાં આ આંકડો જોઇએ તો તે 10,52,222 છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયાનો દર91,18 ટકા નોંધવામાં આવ્યો છે.

    રાજ્યમાં કુલ કેસ: 10,55,222
    રાજ્યમાં કુલ મૃત્યુઆંક: 10,438
    રાજ્યમાં કુલ રિકવરી: 10,52,222
    રાજ્યમાં સક્રિય કેસ: 91,320
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona case, COVID-19, કોરોના વાયરસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन