Covid 19 India: 24 કલાકમાં 13,596 નવા કેસ, 166ના મોત, એક્ટિવ કેસની સંખ્યા ઘટી

કોરોનાનાં આંકડા

Covid 19 India: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં 1 લાખ 89 હજાર 694 દર્દીઓનું ઇલાજ ચાલુ છે. અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 39 હજાર 331 લોકો કોવિડથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા છે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ (Coronavirus In India)ની ત્રીજી લહરની આશંકા ઓછી થતી લાગે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ગત 24 કલાકમાં 13 હજાર 596 નવાં કેસ આવ્યાં છે. તો આ દરમિયાન 166 લોકો કોવિડ સામે જીંદગીનો જંગ હારી ગયા છે. આ સમયમાં 19 હજાર 582 લોકો ડિસ્ચાર્જ થઇ ઘરે આવી ગયા છે. મંત્રાલય અનુસાર દેશમાં હાલમાં 1 લાખ 89 હજાર 694 દર્દીઓનું ઇલાજ ચાલુ છે. અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 39 હજાર 331 લોકો કોવિડથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા છે. તો અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 39 હજાર 331 લોકો કોરોનાથી ઠીક થઇ ડિસ્ચાર્જ થઇ ગયા. જોકે, કોવિડને કારણે 4 લાખ 52 હજાર 290 લોકોનું મોત થઇ ગયુ છે. તો અત્યાર સુધીમાં 97 કરોડ 79 લાક 47 હજાર 783 લોકોને વેક્સીન લાગી ગઇ છે. જેમાં 12 લાખ 5 હજાર 162 લોકોને રવિવારે વેક્સીન લગાવવામાં આવી છે.

    આ પણ વાંચો-60 હજારમાં આગરામાં વેચાઇ સગીરા, રાજસ્થાનનાં સીકરથી મળી અને પછી...

    ગુજરાતમાં 10 નવાં કોરોનાનાં કેસ નોંધાયા- ગુજરાતમાં રવિવારે કોરોનાનાં 10 નવાં કેસ નોંધાયા છે. જે સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 8,26,290 રૂપિયા થઇ ગયા છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં આપવામાં આવેલી જાણકારી મુજબ રાજ્યમાં 8,15,997 લોકો રિકવર થયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 207 છે.

    આ પણ વાંચો-કોરોનાની જંગમાં 100 કરોડ વેક્સીનેશનની નિકટ પહોચ્યું ભારત, આ અઠવાડિયે રચાશે ઇતિહાસ

    પંજાબમાં કોરોનાનાં 27 નવાં કેસ સામે આવ્યાં- પંજાબમાં રવિવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 6,02,035 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં આ જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં ફાજિલ્કા જિલ્લામાં સંક્રમણથી એક વ્યક્તિનું નિધન થયુ છે. જેનાંથી મૃત્યુઆંક વધીને 16,544 થઇ ગયો છે. કુલ મૃતકોની સંખ્યામાં તે બે દર્દીઓનું નિધન પણ શામેલ છે જેમનો રિપોર્ટ પહેલાં આવ્યો ન હતો. તેથી કૂલ 3નાં મોત થયા છે. 27 નવાં કેસમાં મોહાલીમાં સાત અને લુધિયાના અને પટિયાલામાં ચાર ચાર કેસ આવ્યાં છે. રાજ્યમાં હાલમાં 227 એક્ટિવ કેસ છે.

    આ પણ વાંચો-ISIની મદદથી એક નવું આતંકી સંગઠન તૈયાર, ભારતનાં 200 લોકો હિટ લિસ્ટમાં

    મહારાષ્ટ્રમાં 1715 નવાં કેસ, 29નાં મોત- મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસથી 1715 નવાં કેસ સામે આવ્યાં છે. જેનાંથી રાજ્યમાં સંક્રમણનાં કૂલ કેસ 65,91,697 થઇ ગયા છે. રાજ્યમાં સંક્રમણથી 29 લોકોનાં મોત થયા છે આ સાથે જ મૃતાંક 1,39,789 થઇ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગે આ માહિતી જાહેર કરી છે. ગત 24 કલાકમાં 2680 રોગીઓ સ્વસ્થ થયા છે. જેથી અત્યાર સુધીમાં કોરનાથી સ્વસ્થ થયેલાંનો આંક 64,19,678 પહોંચી ગયો છે. રાજ્યમાં ઠીક થવાનો દર 97.39 ટકા છે. અને મૃતક દર 2.12 ટકા છે. રવિવારનાં 1,10,465 લોકોની તપાસ કરવામાં આવી જેથી રાજ્યમાં અત્યાર સુધીમાં કૂલ 6,10,20,463 લોકોની તપાસ થઇ છે. મહારાષ્ટ્રમાં હાલમાં 28,631 સક્રિય કેસ છે. મુંબઇમાં ગત 24 કલાકમાં વાયરસને કારણે કોઇનું નિધન થયુ નથી. પણ નવાં 366 કેસ સામે આવ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: