એન્ટાર્કટિકા: કોરોના વાયરસ (Coronavirus) દુનિયાભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે, થોડા સમય પહેલા સુધી ધરતીના સૌથી દક્ષિણમાં આવેલો મહાદ્વીપ એન્ટાર્કટિકા (Antarctica) આ મહામારી (Pandemic)ના પ્રકોપથી દૂર હતો. પરંતુ સોમવારે અહીં પણ કોવિડ-19 (COVID-19)ના કેસ નોંધાયા છે. અહીં ચિલી (Chile) સ્થિત એક રિસર્ચ સેન્ટરમાં 36 લોકોના કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી અંગ્રેજી વેબસાઇટ ડેઇલી મેલના એક રિપોર્ટમાં મળી છે.
ચિલી સ્થિત એક રિસર્ચ સેન્ટરમાં 36 લોકો કોરોના પોઝિટિછ મળતાં હોબાળો મચી ગયો છે. અહીં સંક્રમિત થનારા 36 લોકો પૈકી 26 સેનાના જવાન છે. જ્યારે 10 લોકો મેન્ટેનન્સ ટીમના સભ્યો છે. સેનાએ જણાવ્યું કે તેઓએ તમામ સંક્રમિતોને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં અનેક દેશોના રિસર્ચ સેન્ટરો કાર્યરત છે. બીજી તરફ, કોરોના વાયરસથી સુરક્ષાને ધ્યાને લઈ લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ મહામારીના કારણે રિસર્ચના કામમાં પણ ઘણી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
કોરોના વાયરસ મહામારી ફેલાયા બાદ એન્ટાર્કટિકામાં પર્યટન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. અધિકારી સતત મહાદ્વીપને કોરોનાથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ગત 27 નવેમ્બરે ચિલીથી થોડોક સામાન એન્ટાર્કટિકા આવ્યો હતો. આ કારણથી ત્યાં લોકોમાં સંક્રમણ ફેલાયું. આનાથી વિપરિત ચિલીની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે સામાન મોકલાતા પહેલા તમામ લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં તમામ લોકો નેગેટિવ આવ્યા હતા. જ્યારે એન્ટાર્કટિકામાં આ સામાન ઉતર્યા બાદ જ્યારે જહાજથી લોકો પરત ફર્યા તો કેટલાક લોકોમાં વાયરસ મળ્યા હતા.
પહેલા જ સમગ્ર દુનિયામાં ઉથલ પાથલ મચાવનારા કોરોનાએ પોતાનું રૂપ બદલ્યું છે. એક્સપર્ટ્સ મુજબ, વાયરસમાં થયેલો ફેરફાર વધુ ખતરનાક છે. બ્રિટનમાં વાયરસના આ નવા સ્ટ્રેનના કેટલાક કેસ સામે આવ્યા છે. આ નવા મ્યૂટેટેડ વાયરસનું નામ બી117 (B117) છે. ભારતમાં પણ સુરક્ષાને ધ્યાને લઈ 23 ડિસેમ્બરથી યૂકેથી આવનારી તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર