સુપ્રીમ કોર્ટની સુનાવણી પર કોરોના વાયરસનો ખતરો, ફક્ત જરુરી કેસ જ સાંભળવામાં આવશે

News18 Gujarati
Updated: March 13, 2020, 8:37 PM IST
સુપ્રીમ કોર્ટની સુનાવણી પર કોરોના વાયરસનો ખતરો, ફક્ત જરુરી કેસ જ સાંભળવામાં આવશે
સુપ્રીમ કોર્ટની સુનાવણી પર કોરોના વાયરસનો ખતરો, ફક્ત જરુરી કેસ જ સાંભળવામાં આવશે

કોર્ટ કેસની સંવેદનશીલતા અને જરુરત પ્રમાણે સુનાવણી કરશે

  • Share this:
નવી દિલ્હી : દેશ દુનિયામાં કોરોના વાયરસ (coronaViurs)ના વધતા ખતરાની અસર સુપ્રીમ કોર્ટ(Supreme court)ની સુનાવણી ઉપર પણ પડવા જઈ રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં ફક્ત જરુર કેસોની જ સુનાવણી થશે. સુનાવણી દરમિયાન એક મામલામાં ફક્ત એક અરજીકર્તા અને એક વકીલે હાજર થવાની મંજૂરી મળશે. કોર્ટ કેસની સંવેદનશીલતા અને જરુરત પ્રમાણે સુનાવણી કરશે. જે કેસની ટાળી શકાય છે તેની સુનાવણી થશે નહીં. જેટલા કેસની સુનાવણી થવાની છે તે પ્રમાણે જ જજ ઉપસ્થિત રહેશે. એટલે કે કોર્ટ પૂરી રીતે કામ કરશે નહીં. આમ કોરોના વાયરસના કારણે કરવામાં આવ્યું છે. આવું આગામી આદેશ સુધી ચાલતું રહેશે.

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ એટલે કે વૈશ્વિક મહામારીના અંતર્ગત શુક્રવારે નિર્ણય કર્યો છે કે ફક્ત આવશ્યક કેસની જ સુનાવણી થશે. સંબધિત વકીલો સિવાય અન્ય કોઈ વ્યક્તિને ન્યાયાલય કક્ષમાં પ્રવેશવાની મંજૂરી નહી હોય. સામુહીક રુપથી લોકોને ભેગા નહીં થવા બાબતે કેન્દ્રના પાંચ માર્ચની વિજ્ઞપ્તિ અંતર્ગત પ્રધાન ન્યાયાધીશ એસએ બોબડેની અધ્યક્ષતામાં શુક્રવારે યયેલી એક બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ પર પીએમ મોદીની સાર્ક દેશોને અપીલ, ભૂટાને કહ્યું - આને કહેવાય લીડરશિપ

આ સંબંધમાં જાહેર નોટિફિકેશન પ્રમાણે ભારત સરકાર દ્વારા જાહેર કરેલી સલાહની સમીક્ષા અને સ્વાસ્થ્ય સેવાના વિશેષજ્ઞોની સલાહ તથા વકીલો, ન્યાયાલયના કર્મચારીઓ, સહાયક સ્ટાફ અને મીડિયાકર્મીઓની સુરક્ષા ધ્યાનમાં રાખતા કોર્ટમાં સુનાવણી ફક્ત જરુરી મામલા સુધી જ સિમિત રાખવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચતમ ન્યાયાલયમાં હાલ હોળીની રજાઓ છે. સોમવારે 16 માર્ચે સુપ્રીમ કોર્ટ ખુલશે.
First published: March 13, 2020, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading