liveLIVE NOW

Coronavirus Live: કેરળમાં કોરોનાથી પહેલુ મોત, નોઇડામાં પાંચ નવા પોઝિટિવ કેસ

  • News18 Gujarati
  • | March 28, 2020, 14:56 pm
    facebookTwitter
    LAST UPDATED Sat Mar 28 2020

    AUTO-REFRESH

    14:57 (IST)
      નોઇડામાં પાંચ નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જે બાદ તમામ દર્દીનાં ઘર સીલ કરી દેવામાં આવ્યાં છે. 

     

    14:05 (IST)
      ઝારખંડના રાંચી, જમશેદપુર અને ધનબાદ સહિત ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. લોકોમાં પણ હજુ કોરોના અંગેની સતર્કતા ઓછી જોવા મળી રહી છે. લોકો બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે. બજારમાં 10માંથી 4 વ્યક્તિ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટેસિંગ અંગે પણ જાગૃતત્તા નથી. બજારોમાં દરરોજની જેમ ભીડ એકઠી થઈ રહી છે.

    13:13 (IST)
      કેરળનાં કોચ્ચિ મેડિકલ કોલેજમાં એક 69 વર્ષનાં વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ વૃદ્ધનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જેમની આજે શનિવારે બપોરે મોત થઇ છે. 

    દેશમાં કોરોના વાયરસની અસર વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે શનિવારે સવાર સુધીમાં દેશમાં 834 મામલા પોઝિટીવ આવ્યાં છે. જેમાં 748 એક્ટિવ કેસ છે જ્યારે 66 લોકો સારા થઇ ગયા છે. જ્યારે 19 લોકોનાં મોત નીપજ્યા છે. મહત્વનું છે કે, શુક્રવારે માત્ર કેરળમાં જ 39 પોઝિટીવ કેસ સામે આવ્યાં હતા.

    બીજી તરફ દુનિયાભરમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી કોરોના વાયરસને કારણે દુનિયામાં અત્યાર સુધી 25 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે 5 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 919 લોકોનાં મોત નીપજ્યા છે. આ આંકડો અત્યાર સુધી એક દિવસમાં થયેલી મોતમાં સૌથી વધુ છે. જેના કારણે ઇટાલીમાં મૃતકોની સંખ્યા 9134 થઇ ગઇ છે.

    ટૉપ ન્યૂઝ