Corona Virus : 10 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે ચિકન, પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો, માલિકોને રોવાનો વારો આવ્યો

News18 Gujarati
Updated: March 14, 2020, 3:54 PM IST
Corona Virus : 10 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે ચિકન, પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો, માલિકોને રોવાનો વારો આવ્યો
લોકડાઉનમાં મરઘી વેચાઇ નથી રહી પણ તેમના લાલનપાલન, ખાવા પીવાના ખર્ચા સામે વધી રહ્યા છે. ત્યારે આ મરઘી ચાલકે એક અનોખો પ્રયાસ કર્યો છે. તેણે મરઘીઓને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે તેના મરઘી દાણાનો 50 ટકાનો ખર્ચો બચી ગયો છે.

કોરોના વાયરસના કારણે ફફડાટ, પુણેમાં વેપારીઓ પાયમાલ, સમગ્ર રાજ્યમાં પોલ્ટ્રી ઇન્ડસ્ટ્રીને 700 કરોડના નુકશાન

  • Share this:
પુણે : ચીનમાંથી (china) ફેલાયા વૈશ્વિક રોગચાળા કોરાના વાયરસે (Corona Virus) માઝા મૂકી છે. વાયરસે ભારતમાં બે વ્યક્તિઓના જીવ લઈ લીધા છે ત્યારે વેપાર ધંધાના (Business) હાલ પણ બેહાલ છે. દેશમાં કોરોના વાયરસના કારણે કરોડો રૂપિયાનો વેપાર ઠપ થઈ ગયો છે. દરમિયાન આ રોગની સીધી અસર ચિકન વેચતા પોલ્ટ્રી ફાર્મના (Poultry owners) સંચાલકો પર પડી રહી છે. લોકો ડરના લીધે ચિકન ખરીદી રહ્યા નથી તેના કારણે માંગમાં મોટો ઘટાડો આવ્યો છે. કોરાના વાયરસના ડરના કારણે એકલા પુણે શહેમાં જ ચિકન વેચતા પોલ્ટ્રી ફાર્મમાં 10 રૂપિયે કિલો ચિકન વેચાઈ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં મુરઘી ઉછેર કેન્દ્રોમાં 100 ટકા નુકશાન થઈ રહ્યું છે.

ખેડૂતો જણાવી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે લોકોએ ચિકનથી અંતર બનાવી લીધું છે. જોકે, ચિકનની માંગ ઠપ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં સુધી 100 રૂપિયે કિલો વેચાતું ચિકન આજકાલ 10 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. પોલ્ટ્રી ફાર્મ ઑનર્સ એસોસિએશન મુજબ રાજ્યમાં કોરોના વાયરસના કારણે 700 કરોડ રૂપિયાની નુકશાની થઈ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો : 31મી માર્ચ સુધી સામુહિક મેળાવડાઓ ન કરવા સરકારની જનતાને અપીલ

બીજી તરફ, યુપી પોલ્ટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખ નવાબ અલીએ કહ્યું કે દેશનો સૌથી સસ્તી મુર્ગી હાલમાં કર્ણાટકમાં 10 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. મુર્ગી મહારાષ્ટ્રમાં 10, તેલંગાણામાં 11, આંધ્રપ્રદેશમાં 12, મધ્યપ્રદેશમાં 22, ઓડિશામાં 18 અને ગુજરાતમાં 22 માં 14 થી 28 રૂપિયામાં વેચાય છે. આ દર જથ્થાબંધ ખરીદી-વેચાણના છે. કેટલાક કિસ્સાઓમાં, જથ્થાબંધ વેપારીઓ શેરીઓમાં 100 રૂપિયાની ત્રણ મરઘીઓ અને વાહનોમાં મરઘો લગાવી શેરીઓમાં 22 રૂપિયે પ્રતિ કિલો વેચતા પણ જોવા મળ્યા છે.

આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજા પર સવાલ ઉઠાવનાર માંજરેકરની 'હકાલપટ્ટી', IPLમાંથી બહાર!

ઇંડાના ભાવોમાં પણ ઘટાડો થયોપોલ્ટ્રી ફાર્મના માલિક અનિલ શાક્યા કહે છે કે 7-8 દિવસ પહેલા એક ઇંડું 3.50 રૂપિયાથી લઈને 3.75 રૂપિયા સુધી વેચાઈ રહ્યું હતું, પરંતુ કોરોનાનો ગભરાટ ફેલાતાં જ એક ઇંડાની કિંમત 2.75 રૂપિયા થઈ ગઈ છે. આ દર મરઘાં ફાર્મ અને જથ્થાબંધ વેચનાર વચ્ચેના છે. પરંતુ હવે છૂટક ગ્રાહકને ઇંડાના ઘટાડેલા ભાવનો લાભ મળશે નહીં, કારણ કે સુપરસ્ટોકિસ્ટો મરઘાંમાંથી સસ્તી ઇંડા ખરીદવાની અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની તકનો લાભ લઈ રહ્યા છે

 
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading