Corona cases updates in India: દેશમાં કોરોના સંક્રમણનાં (Corona cases) આજનાં નવા કેસ 14146 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 144 લકોના મોત નીપજ્યા છે. આ સાથે 19,788 લોકો સ્વસ્થ થયા છે. આ નવા આંકડા બાદ દેશમાં કોરોના સંક્રમણનાં કુલ કેસ 3,40,67,719 થયા છે. જેમાં 1,95,846 એક્ટિવ કેસ છે. 3,34,19,749 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે કુલ 4,52,124 મૃત્યુઆંક છે. દેશમાં અત્યાર સુધી રસીના (India Corona Vaccine) 97,65,89,540 ડોઝ અપાયા છે.
મહારાષ્ટ્રમાં 26 દર્દીઓના મોત
શનિવારે, મહારાષ્ટ્રમાં (Maharashtra Coronavirus updates) કોરોનાવાયરસ સંક્રમણના 1,553 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 26 દર્દીઓના મોત થયા હતા. આ સાથે, કોવિડ -19 (COVID-19) થી પીડાતા વધુ 1,682 લોકો સાજા થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં ચેપના 65,89,982 કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 1,39,760 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં રોગચાળાથી પીડાતા અત્યાર સુધીમાં કુલ 64,16,998 લોકો સાજા થયા છે. હાલમાં 29,627 દર્દીઓ સારવાર હેઠળ છે. મુંબઈમાં ચેપના 319 નવા કેસ નોંધાયા છે અને વધુ ત્રણ દર્દીઓ કોવિડથી મૃત્યુ પામ્યા છે.
ગુજરાતમાં કોરોના
ગુજરાતમાં (Gujarat Coronavirus updates) શનિવારે કોરોના વાયરસના (Coronavirus)નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,96,273 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,67,17,912 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.
રાજ્ય પ્રમાણે કોરોના કેસ
આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધીને 20.60 લાખ થયા
આંધ્રપ્રદેશમાં, શનિવારે સવારે 9 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ચેપના (Andhrapradesh Coronavirus updates) 332 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ કુલ કેસો વધીને 20.60 લાખ થયા હતા. બુલેટિન મુજબ, છેલ્લા એક દિવસમાં, રોગચાળાને કારણે સાત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને 585 લોકો ચેપમુક્ત બન્યા. હાલ રાજ્યમાં કોવિડ -19 ના 6,193 દર્દીઓ સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં 20,39,545 લોકો સાજા થયા છે. કોવિડ -19 ને કારણે અત્યાર સુધીમાં 14,302 દર્દીઓના મોત થયા છે. પૂર્વ ગોદાવરી જિલ્લામાં 1,372 દર્દીઓ સારવાર હેઠળ છે. આંધ્રપ્રદેશના દરેક ચાર જિલ્લામાં 100 થી ઓછા દર્દીઓ સારવાર હેઠળ છે. આ સિવાય આઠ જિલ્લાઓમાં દરેકમાં એકસોથી એક હજાર દર્દીઓ સારવાર હેઠળ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર