દેશભરમાં કોરોના વેક્સીનનો ડ્રાઇ રન 2 જાન્યુઆરીથી, DCGIએ કહ્યું- નવા વર્ષમાં આપણે ખાલી હાથે નહીં હોઈએ

દેશભરમાં કોરોના વેક્સીનનો ડ્રાઇ રન 2 જાન્યુઆરીથી, DCGIએ કહ્યું- નવા વર્ષમાં આપણે ખાલી હાથે નહીં હોઈએ
પ્રતિકાત્મક તસવીર

ભારતમાં કોરોના વેક્સીન (Coronavirus Vaccine In India)માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં

  • Share this:
    નવી દિલ્હી : ભારતમાં કોરોના વેક્સીન (Coronavirus Vaccine In India)માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. બુધવારે SECની બેઠકના આગામી દિવસે ગુરુવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના (DCGI)ડોક્ટર વીજી સોમાનીએ વેક્સીન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોમાનીએ કહ્યું કે નવા વર્ષમાં આપણે ખાલી હાથ નહીં હોઈએ.

    મળેલી જાણકારી પ્રમાણે સરકારે પહેલા જ લગભગ 83 કરોડ સીરિંજ ખરીદવાના આદેશ આપ્યા છે. આ સિવાય લગભગ 35 કરોડ સીરિંજ માટે ટેન્ડર પણ આમંત્રિત કર્યા છે. તેનો કોવિડ ટિકાકરણ માટે ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશના બધા રાજ્યોમાં કોરોના વેક્સીનનો ડ્રાઇ રન 2 જાન્યુઆરીએ થશે.



    અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં આવો ડ્રાઇ રન કરવામાં આવ્યો હતો. ગુજરાત, પંજાબ, અસમ અને આંધ્ર પ્રદેશમાં ડ્રાઇ રન કર્યો હતો. ચાર રાજ્યોમાં ડ્રાઇ રનના સારા પરિણામ આવ્યા હતા. જે પછી સરકારે આખા દેશમાં ડ્રાઇ રન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો - Jioની નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી ફ્રી થઈ જશે કોઇપણ નંબર પર લોકલ વોઇસ કોલ

    ડ્રાઇ રન છે શું?

    ડ્રાઇ રનનો મતલબ એ છે કે આખા વેક્સીનેશન પ્રોસેસની મોક ડ્રીલ થશે. એટલે બધુ એવું જ જેમ ટીકાકરણ અભિયાનમાં કરવાનું છે. સિવાય વેક્સીન એડમિનિસ્ટ્રેશન. મતલબ એ છે કે ડમી વેક્સીન કોલ્ડ સ્ટોરેજમાં નીકળીને વેક્સીનેશન સેન્ટર સુધી પહોંચશે. સાઇટ્સ પર ક્રાઉડ મેનેજમેન્ટને પણ ટેસ્ટ કરવામાં આવશે. વેક્સીનને રિયલ ટાઇમ મોનિટરિંગને પણ પરખવામાં આવશે.

    સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો પ્રમાણે ડ્રાઇ રનમાં રાજ્યોને પોતાને બે શહેરો પસંદ કરવા પડશે. આ બે શહેરોમાં વેક્સીન પહોંચવી, હોસ્પિટલ સુધી લઇ જવી, લોકોને બોલાવવા પછી ડોઝ આપવાની બધી પ્રક્રિયાનું પાલન આ રીતે કરવામાં આવશે, જેમ વેક્સીનેશન થઈ રહ્યું હોય.
    Published by:Ashish Goyal
    First published:December 31, 2020, 16:43 pm

    ટૉપ ન્યૂઝ