Home /News /national-international /

Corona vaccine for Children: બાળકો માટે કોરોના વેક્સીન ક્યારે આવશે, શું તે સુરક્ષિત હશે?

Corona vaccine for Children: બાળકો માટે કોરોના વેક્સીન ક્યારે આવશે, શું તે સુરક્ષિત હશે?

પ્રતીકાત્મક તસવીર

હાલ 12 વર્ષથી નાના બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓને કોરોનાની રસી ક્યારે મૂકવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી, આ સમયે સ્વાભાવિક છે કે લોકોને આ અંગે સવાલ થાય.

  નવી દિલ્હી: દેશમાં આવતીકાલ એટલે કે 16મી જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ (Corona vaccination) શરૂ થશે. ભારતમાં બે રસીના આકસ્મિક વપરાશ (Emergency use) માટેની છૂટ આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અગ્ર મોરચે લડી રહેલા કોરોના વોરિયર્સ (Corona warriors)ને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમજ 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકોને રસી આપવામાં આવશે જેમાને કોઈ બીમારી છે. જે બાદમાં સામાન્ય જનતાને રસી આપવામાં આવશે. જોકે, 12 વર્ષથી નાના બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓને ક્યારે રસી મૂકવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ સમયે સ્વાભાવિક રીતે માતાપિતાના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય. તેના જવાબ અમે અહીં સરળ ભાષામાં રજૂ કરી રહ્યા છીએ.

  બાળકો માટેની રસી હજુ સુધી કેમ નથી બની?

  સંશોધકોએ હજુ સુધી 12 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં રસીની સફળતા વિશે ટ્રાયલ નથી શરૂ કર્યાં. જ્યાં થયા છે ત્યાં પણ હમણા જ થયા છે. સામાન્ય રીતે કોઈ પણ નવી દવાનો પ્રયોગ સૌપ્રથમ પુખ્ત વયના લોકો પર કરવામાં આવે છે. બાળકોના શરીરનો વિકાસ થઈ રહ્યો હોવાથી તેમના પર દવા પુખ્ત વયના લોકો કરતા જુદી અસર કરી શકે છે. આ ઉપરાંત બાળકોના રસીને મંજૂરી આપતા પહેલા અનેક પાસાઓને ચકાસવામાં આવે છે.

  શું બાળકોએ કોરોના વેક્સીન આપવી જરૂરી છે?

  બાળકોને રસી આપવામાં મોડું કરવાથી એવું બની શકે કે દેશમાં હર્ડ ઇમ્યુનિટી વિકસવામાં વાર લાગી શકે છે. એક અભ્યાસ પ્રમાણે અમેરિકામાં કોવિડ સામે હર્ડ ઇમ્યુનિટી ઊભી થાય તે માટે 75થી 80 ટકા લોકો ઇમ્યુન થાય તે જરૂરી છે. બીજી તરફ એક વાસ્તવિકતા એ પણ છે કે પુષ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકો કોરોના વાયરસને કારણે એટલા ગંભીર બીમાર નથી પડતા. જોકે, બાળકોને રસી આપવી ખૂબ જ જરૂરી છે. કોરોનાને કારણે બીમાર પડીને બાળકોને બીજી કોઈ બીમારી ન લાગૂ પડે તે માટે તેમને રસી આપવામાં આવે તે જરૂરી છે.

  આ પણ વાંચો: લૂટેરી મૉડલ: વેપારીને આ રીતે ફસાવ્યો, હવે કેસ પતાવવા માંગી રહી છે 50 લાખ રૂપિયા

  રસીકરણ બાદ પણ ક્યાં સુધી કાળજી રાખવી જરૂરી છે?

  જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી વિકસિત ન થાય ત્યાં સુધી કોરોનાથી બચવા વિવિધ પગલાં જેવા કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. જે લોકોએ રસી લઈ લીધી છે તેમણે પણ આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાં બાળકો પણ બાકાત નથી. એક અભ્યાસમાં એવું માલુમ પડ્યું છે કે બાળકો જેમ જેમ મોટાં થતા જાય છે તેમ તેમ તેમને ચેપ લાગવાનું જોખમ વધે છે. કોવિડને કારણે તેઓ ગંભીર બીમારીનો શિકાર બનવાનું જોખમ પણ વધે છે.

  આ પણ વાંચો: Covid-19 in India: કેરળમાં કોરોના વાયરસના વધી રહેલા કેસથી ચિંતા વધી

  શું કંપનીઓ બાળકો પર પરીક્ષણ શરૂ કરશે?

  Pfizer તેમજ તેની જર્મન પાર્ટનર BioNTech તરફથી બાળકો પર કોરોના વેક્સીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેઓ 12 વર્ષથી 17 વર્ષની વયના બાળકો પર પરીક્ષણ કરી રહ્યા છે. સૌથી નાના બાળકો પર પરીક્ષણ કરવા માટે હાલ કંપનીઓ બાળકોનાં નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લઈ રહી છે. Moderna પણ 12 વર્ષથી નાના બાળકો પર રસીના પરીક્ષણ માટેની તૈયારી કરી રહી છે.

  બાળકો રસીની કોઈ આડઅસર થઈ શકે?

  હજારો લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યા બાદ પણ રસીની આડઅસરનું જોખમ રહેલું હોય છે. યુ.કે.માં રસીકરણ થયું તેના પ્રથમ દિવસે જ બે લોકોમાં આડ અસર જોવા મળી હતી. પુખ્ત વયના લોકોમાં કોરોના રસીની આડઅસરના ભાગરૂપે તાવ, થાક અને માથાનો દુઃખાવો જોવા મળે છે. શક્ય છે કે બાળકોમાં આ પ્રમાણ વધારે જોવા મળે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Children, Corona vaccine, Coronavirus, Vaccine, Wuhan, ચીન

  આગામી સમાચાર