Home /News /national-international /

ઘરે-ઘરે વેક્સીન લગાવશે સરકાર, કેપ્ટન બનાવશે નવી પાર્ટી, જાણો ટોપ 10 સમાચાર

ઘરે-ઘરે વેક્સીન લગાવશે સરકાર, કેપ્ટન બનાવશે નવી પાર્ટી, જાણો ટોપ 10 સમાચાર

અમરિન્દર સિંહ બનાવશે નવી પાર્ટી (ફાઈલ ફોટો)

કેપ્ટન અમરિન્દર સિંહે (Amarinder Singh) બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘હા, હું નવી પાર્ટી બનાવી રહ્યો છું.’ જાણો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો...

  નવી દિલ્હી. પંજાબ (Punjab)ના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે (Former CM Amarinder Singh) બુધવારે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરતા કહ્યું કે અમે ચૂંટણી (Punjab Election) માટે સંપૂર્ણ તૈયાર છીએ. તો બીજી તરફ આખા દેશમાં વેક્સીનેશન (Covid-19 Vaccine) વધારવા માટે સરકાર હર ઘર દસ્તક યોજના હેઠળ હવે ઘરે-ઘરે જાણીને વેક્સીન (Door to Door Vaccination) લગાવવાનું મહાઅભિયાન શરુ કરશે.

  1. Punjab Politics: કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું- હું નવી પાર્ટી બનાવી રહ્યો છું, ચૂંટણીમાં ભાજપ સાથે સીટ શેર કરીશ
  પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે (Former CM Amarinder Singh) બુધવારે નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરતા કહ્યું કે અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. કેપ્ટને બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હા, હું નવી પાર્ટી બનાવી રહ્યો છું. ચૂંટણી પંચ તરફથી નામ અને ચિહ્નની મંજૂરી મળ્યા બાદ હું તેની જાહેરાત કરીશ. મારા વકીલો તેના પર કામ કરી રહ્યા છે.’ ભાજપ (BJP) સાથે ગઠબંધનના પ્રશ્ન પર અમરિન્દરે કહ્યું, ‘મેં ક્યારેય ભાજપ સાથે ગઠબંધનની વાત નથી કરી. અમે સીટ શેરિંગ કરી શકીએ છીએ. જો કે આ અંગે ભાજપ સાથે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ હું તેના વિશે વિચારી રહ્યો છું.

  2. હવે ઘરે-ઘરે વેક્સીન લગાવશે સરકાર, દેશભરમાં ‘હર ઘર દસ્તક’ મહાઅભિયાનની શરૂઆત
  આખા દેશમાં વેક્સીનેશન (Covid-19 Vaccine) વધારવા માટે સરકાર હર ઘર દસ્તક યોજના હેઠળ હવે ઘરે-ઘરે જઈને વેક્સીન (Dorr to Door Vaccination) લગાવવાનું મહાઅભિયાન શરુ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya) સાથે બુધવારે વિજ્ઞાન ભવનમાં રાજ્યોની થયેલી બેઠકમાં વેક્સીનેશન વધારવાની સાથે જ કોવિડ રસીના બીજા ડોઝને ઝડપી ગતિથી વધારવા પર પણ ચર્ચા થઈ. કેન્દ્ર સરકારે રાજ્યોને ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ શરુ કરવા માટે કહ્યું છે. આ યોજનામાં જેમણે વેક્સીનનો એક પણ ડોઝ નથી લીધો, તેમને ડોઝ આપવામાં આવશે અને જેમણે બીજો ડોઝ નથી લીધો, તેમને બીજો ડોઝ આપવામાં આવશે. ભારતમાં આવા લોકોની સંખ્યા 10 કરોડથી વધુ છે.

  3. દિલ્હીના 90 ટકાથી વધુ લોકોમાં કોરોનાના એન્ટિબોડીઝ, સેરો સર્વે રિપોર્ટ જાહેર
  છઠ્ઠા સેરો સર્વે (6th Sero Survey)નો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી (Delhi)માં 90 ટકાથી વધુ લોકોમાં કોરોના (Corona)ના એન્ટિબોડીઝ (Antibodies) મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે દિલ્હીના દરેક જિલ્લામાં સીરો પોઝિટીવિટી રેટ 85 ટકાથી વધુ જોવા મળ્યો છે. તો, સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં સીરો પોઝિટિવમાં વધુ છે. દિલ્હીમાં કોરોનાની ચોથી અને સૌથી ખતરનાક લહેર પછી આ પહેલો સેરો સર્વે છે. જાન્યુઆરીમાં કરવામાં આવેલા પાંચમા સેરો સર્વેમાં 56.13 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

  4. રાજનાથનો ચીન પર કટાક્ષ- વાતચીત ભલે ચાલે છે, પણ સેના હંમેશા એલર્ટ પર રહેશે
  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh) બુધવારે કહ્યું કે પૂર્વી લદ્દાખ (Eastern Ladakh)ના મડાગાંઠના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારત-ચીન (India-China)ની વાટાઘાટો ચાલુ રહેશે, જ્યારે અમારા સૈનિકો આ ક્ષેત્રમાં મજબૂતીથી ઊભા છે. સંરક્ષણ પ્રધાને ટોચના આર્મી કમાન્ડરોની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે પ્રતિકૂળ હવામાન અને 'દુશ્મનોનો' સામનો કરી રહેલા સૈનિકોને સારી ગુણવત્તાના શસ્ત્રો, સાધનસામગ્રી અને કપડાંની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની રાષ્ટ્રીય જવાબદારી છે.

  5. હવે P&J બગાડશે ઘરનું બજેટ! Tide સહિત બધા પ્રોડક્ટ્સની કિંમતમાં 11 ટકા સુધીનો વધારો
  સામાન્ય ગ્રાહક પર મોંઘવારી (Inflation)ની ચારે બાજુથી માર પડી રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Prices)થી લઈને શાકભાજી સુધીના ભાવ વધી (Vegetables Prices Hike) ગયા છે. આ યાદીમાં હવે ઘરમાં સાફ-સફાઈ રાખવાથી માંડીને પર્સનલ કેર સુધીના પ્રોડક્ટ્સ બનાવનારી દિગ્ગજ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીન એન્ડ હેલ્થ (Procter & Gamble Hygiene and Health)એ પોતાના દરેક ઉત્પાદનોમાં ભાવ વધારો કર્યો છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલે કાચા માલની કિંમતો વધવાના કારણે પોતાના પ્રોડક્ટ્સની કિંમતોમાં 4થી 11 ટકાના વધારાનો નિર્ણય લીધો છે.

  6. ડ્રગના અન્ય એક કેસમાં બીજા એક સાક્ષીએ કહ્યું: NCB અધિકારીઓએ તેમને કોરા પાના પર સહી કરાવી
  ક્રુઝ ડ્રગ કેસમાં NCBના સાક્ષી પ્રભાકર સાઈલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તેમને કોરા પાના પર સહી કરાવી હોવાનો દાવો કર્યાના દિવસો પછી ડ્રગ્સના અન્ય એક કેસના સાક્ષીએ પણ મુંબઈના ઝોનલ ડિરેક્ટર સહિત એજન્સીના કેટલાંક અધિકારીઓ પર આવો જ આરોપ મૂક્યો છે. નવી મુંબઈના શેખર કાંબલેએ જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટમાં વાનખેડે અને અન્ય લોકોએ તેમને 10-12 કોરા પાના પર સહી કરાવી હતી અને બાદમાં મુંબઈના ખારઘરમાંથી નાઈજિરિયન નાગરિકની ધરપકડના સંદર્ભમાં પંચનામા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  7. પંજાબઃ પઠાણકોટમાં મળી પાકિસ્તાનથી આવેલી બોટ, સુરક્ષા એજન્સી એલર્ટ પર
  પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના માસ્ટરમાઈન્ડ છેલ્લા ઘણા મહિનાઓથી પંજાબમાં ડ્રોન દ્વારા હથિયાર પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. હથિયારોના ખડકલા વચ્ચે હવે BSFને પાકિસ્તાન તરફથી આવેલી એક બોટ મળી છે. તેને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  8. કાઝીનો દાવો, સમીર વાનખેડે પ્રથમ લગ્ન વખતે મુસ્લિમ હતા; NCB ઓફિસરે કહ્યું- ક્યારેય ધર્મ બદલ્યો નથી
  NCBના મુંબઈ ઝોનલ યુનિટના ડિરેક્ટર સમીર વાનખેડેના 2006માં પ્રથમ લગ્ન કરાવનાર કાઝીએ બુધવારે દાવો કર્યો હતો કે અધિકારી મુસ્લિમ પરિવારથી સંબંધિત છે નહીંતર તેમના લગ્ન ઈસ્લામ અનુસાર કરવામાં આવ્યા ન હોત. કાઝીનો આ દાવો મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકના એ આરોપોની પૃષ્ઠભૂમિમાં આવ્યો છે કે વાનખેડે જન્મથી મુસ્લિમ હતો પરંતુ જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ દસ્તાવેજો બનાવટી બનાવ્યા જેથી એવું દેખાય કે તેઓ હિંદુ અનુસૂચિત જાતિના છે અને આરક્ષણ હેઠળ યુપીએસસી પરીક્ષા પાસ કરીને નોકરી મેળવી શકે.

  9. Air Indiaએ બંધ કરી ઉધારી સુવિધા, હવે મંત્રાલય અને ઇન્દ્રિય વિભાગના અધિકારીઓને કેશમાં ખરીદવી પડશે એર ટિકિટ: નાણા મંત્રાલય
  નાણા મંત્રાલયે (Ministry of Finance) તમામ મંત્રાલયો અને કેન્દ્ર સરકારના તમામ વિભાગોને એર ઈન્ડિયાના બાકી લેણાં (Air India Dues)ની તાત્કાલિક ચૂકવણી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ માટે નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં ભારત સરકારે એર ઈન્ડિયા (Air India) અને એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)માં તેનો હિસ્સો ટાટા સન્સ (Tata Sons)ને વેચી દીધો છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એર ઈન્ડિયા સંપૂર્ણપણે ટાટા સન્સને સોંપવામાં આવશે. તો એર ઈન્ડિયાએ સરકારી વિભાગો અને મંત્રાલયોને એર ટિકિટની ખરીદી પર આપવામાં આવતી ક્રેડિટ સુવિધા બંધ કરી દીધી છે.

  10. Big News: હાર્દિક પંડ્યાએ શરુ કરી બોલિંગ, મહત્વના મુકાબલાથી પહેલાં ટીમ ઇન્ડિયાને મળી ખુશખબરી
  ટીમ ઇન્ડિયા (Team India) માટે દુબઈથી મોટા અને રાહત આપનારા સમાચાર આવ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ફરી બોલિંગ શરુ કરી નાખી છે. ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)ની પહેલી મેચમાં ટીમને પાકિસ્તાનથી હાર મળી હતી. ટીમ હવે 31 ઓક્ટોબરે મહત્વની મેચમાં ન્યુઝીલેન્ડ સાથે બાથ ભીડશે. આ મેચ બંને ટીમ માટે મહત્વની છે. પંડ્યાએ આઈપીએલ 2021 દરમ્યાન પણ બોલિંગ કરી ન હતી. ટીમ 2007 પછી ટી20 વર્લ્ડ કપ જીતી શકી નથી.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Captain Amarinder Singh, Ccoronavirus, International news, National news, NCB Latest News, T20 World Cup 2021, Top news, એર ઇન્ડિયા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन