Home /News /national-international /

16 જાન્યુઆરીથી કોરોના વેક્સીન લગાવવામાં આવશે, પહેલા 3 કરોડમાં હેલ્થ વર્કરને પ્રાથમિકતા

16 જાન્યુઆરીથી કોરોના વેક્સીન લગાવવામાં આવશે, પહેલા 3 કરોડમાં હેલ્થ વર્કરને પ્રાથમિકતા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વેક્સીનને લઈને સરકારે મોટી જાહેરાત કરી

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શનિવારે કોરોના વાયરસ વેક્સીનને લઈને દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને ટિકાકરણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે 16 જાન્યુઆરીથી કોરોના વાયરસ વેક્સીન લગાવવાની શરૂઆત થશે. પહેલા 3 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવશે. જેમાં સ્વાસ્થ્ય કર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કસને પ્રાથમિકતા આપવામાં આવશે.

    આ પછી 50 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકોને વેક્સીન આપવામાં આવશે. જેમની અંદાજીત સંખ્યા 27 કરોડની આસપાસ છે. PIB તરફથી ઉપલબ્ધ કરવામાં આવેલી જાણકારીના મતે કેન્દ્ર સરકારે લોહડી, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહૂ પછી રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો - એક્સપર્ટ ઓપિનિયન : બર્ડ ફ્લૂથી ડરવાની નહીં તકેદારીની જરૂર, જાણો શું છે બર્ડ ફલૂ

    સરકારે કહ્યું કે રાષ્ટ્રીય નિયામકે બે વેક્સીન (કોવિશીલ્ડ અને કોવેક્સીન)ને ઇમરજન્સીમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. જે કોરાના સામે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં સક્ષમ જણાઈ છે.

    કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન (Pravasi Bharatiya Divas 2021)માં ડિજિટલ માધ્યમથી વડાપ્રધાન મોદીએ( PM Modi)સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના કાળમાં ભારત (India) તાકાતવર બન્યો છે. આજે ભારત દુનિયામાં સૌથી ઓછો ફેટરનિટી રેટ અને સૌથી વધારે રિકવરી રેટ ધરાવતા દેશો પૈકીનો એક છે. ભારતમાં હાલ એક નહીં પરંતુ બે કોરોના વેક્સીનને મંજૂરી મળી ચૂકી છે. દુનિયા આખાની નજર ભારત પર ટકી છે કે અહીં કેવી રીતે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.

    આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસનો વિષય 'આત્મનિર્ભર ભારતમાં યોગદાન' રાખવામાં આવ્યો છે. સંમેલનને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, જે પ્રોડક્ટ ભારતમાં બનશે તેનો લાભ આખી દુનિયાને મળશે. ભારત જે ક્ષેત્રમાં સમર્થ હોય છે તેનો લાભ આખી દુનિયાને મળે છે. ભારતની આ સફળતામાં તમામ પ્રવાસી ભારતીયોનું ખૂબ મોટું યોગદાન છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Corona vaccines, Coronavirus, Coronavirus Vaccine in india, Vaccine, કોરોના, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन