નવા વર્ષે કોરોના વેક્સીનને મળી શકે છે મંજૂરી, એક્સપર્ટ કમિટીની બેઠક આજે

નવા વર્ષે કોરોના વેક્સીનને મળી શકે છે મંજૂરી, એક્સપર્ટ કમિટીની બેઠક આજે
Coronavirus Vaccine: હાલ દેશમાં 6 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ અલગ-અલગ ચરણોમાં ચાલી રહ્યા છે, તેમાંથી ચારને સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવી રહી છે

Coronavirus Vaccine: હાલ દેશમાં 6 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ અલગ-અલગ ચરણોમાં ચાલી રહ્યા છે, તેમાંથી ચારને સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવી રહી છે

 • Share this:
  નવી દિલ્હીઃ અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાની વેક્સીનેશન (Coronavirus Vaccination)નું કાર્ય શરૂ થઈ ગયું છે. ભારતમાં પણ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ (Emergency approval)ને મંજૂરી મળી શકે છે. જે બે વેક્સીનને ભારતમાં મંજૂરી મળી શકે છે તે છે- ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેક. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની એક્સપર્ટ કમિટીએ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવિડ-19 વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકના એક્સપર્ટને બેઠક માટે બોલાવ્યા છે. આ પહેલા બુધવારે પણ બેઠક મળી હતી.

  સીરમ ઇન્ટિક્ટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક અને ફાઇઝરે ડીસીજીઆઇને અરજી કરી છે કે તેમની વેક્સીનને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવે. આ કંપનીઓ મંજૂરી મળવાની રાહ જોઈ રહી છે. DCGIના વીજી સોમનીએ ગુરૂવારે એ વાતના સંકેત આપ્યા કે ભારતમાં નવા વર્ષમાં કોવિડ-19ની વેક્સીન આવી શકે છે. સોમાનીએ એક ડિજિટલ સેમીનારમાં કહ્યું કે સૌથી અગત્યનું છે કે ઉદ્યોગ અને અનુસંધાન સંગઠન સમયની કસોટી પર ખરા સાબિત થાય.  આ પણ વાંચો, Covid-19: 24 કલાકમાં 20,036 નવા કેસ નોંધાયા, દરરોજ થતાં મોતના મામલે ભારત 12મો દેશ

  ટૂંક સમયમાં મળશે મંજૂરી

  સોમાનીના જણાવ્યા મુજબ, મહામારીને ધ્યાને લઈ અરજી કરનારી કંપનીઓને મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. તેની સાથોસાથ તમામ ડેટાની રાહ જોયા વગર જ પહેલા અને બીજા ચરણના પરીક્ષણોને મંજૂરી આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે, ડેટાની સુરક્ષા કે તેનાથી કારગર થવાના સંદર્ભમાં કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. માત્ર એક વાત છે કે નિયામકે આંશિક ડેટાનો સ્વીકાર કર્યો છે.

  આ પણ વાંચો, LPG Cylinder: નવા વર્ષના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડર થયો મોંઘો, જાણો કેટલો વધ્યો ભાવ

  અનેક વેક્સીનો પર ચાલી રહ્યું છે કામ

  હાલના સમયમાં 6 વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલ અલગ-અલગ ચરણોમાં ચાલી રહ્યા છે. તેમાંથી ચારને સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવી રહી છે. અમેરિકાની ત્રણ કંપનીઓ ભારતમાં કોવિડ-19 વેક્સીનના મોટાપાયે પ્રોડક્શન માટે અહીંની કંપનીઓ સાથે કામ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:January 01, 2021, 11:35 am

  ટૉપ ન્યૂઝ