Home /News /national-international /Fact Check: શું કોરોના વેક્સીન લેવા આજથી 18 વર્ષથી વધુની વયના લોકો માટે શરુ થયું રજીસ્ટ્રેશન? જાણો હકીકત

Fact Check: શું કોરોના વેક્સીન લેવા આજથી 18 વર્ષથી વધુની વયના લોકો માટે શરુ થયું રજીસ્ટ્રેશન? જાણો હકીકત

સરકારે કહ્યું છે કે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન હાથ ધરવામાં આવશે. આ માટે દરેકે CoWIN App અને આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે

સરકારે કહ્યું છે કે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન હાથ ધરવામાં આવશે. આ માટે દરેકે CoWIN App અને આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે

    નવી દિલ્હી : કોરોના દેશમાં રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. જેને લઈને સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે, 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન હાથ ધરવામાં આવશે. આ માટે દરેકે CoWIN App અને આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારે સોશિયલ મીડિયા પર રજિસ્ટ્રેશનને લઈને એક સમાચાર ખુબ વાયરલ થઇ રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી એટલે કે 24 એપ્રિલના રોજ શરુ થઇ જશે. ત્યારે આપણે અહીં જાણીશું કે આ સમાચાર કેટલા સાચા છે.

    સમાચારમાં થઇ રહ્યો છે આવો દાવો

    સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા સમાચારમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે રજિસ્ટ્રેશનની તારીખને લઈને આ અફવાહ ફેલાવાઈ રહી છે. જેમાં કહેવાઈ રહ્યું છે આજે એટલે કે 24 એપ્રિલે રજીસ્ટ્રેશન શરુ થશે.

    આ પણ વાંચો - કોરોના : પીએમ મોદીની બેઠક, આગામી 3 મહિના સુધી વેક્સીન, ઓક્સિજનની આયાત પર કસ્ટમ ડ્યૂટી હટાવવાનો નિર્ણય

    PIBFactCheckએ તેને ગણાવ્યું ખોટું

    આ અફવાને ફગાવતા PIBFactCheckએ ટ્વીટ કરતા જાણકારી આપી કે, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશનને લઈને ઉડાવાયેલી અફવા પર ધ્યાન ન આપવું. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 24 એપ્રિલ નહીં પરંતુ 28 એપ્રિલથી શરુ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા કોવીન અને આરોગ્ય સેતુ એપ પાર શરુ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, સરકાર આ માટે 1 મેથી રસીકરણનો ત્રીજો રાઉન્ડ શરુ કરવા જઈ રહ્યું છે. સરકારનો આ નિર્ણય દવા કંપનીઓ અને ટોપ ડોક્ટર્સ સાથેની પીએમ મોદીની સોમવારે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે. આ ચરણમાં રસી લેનારા લોકોએ કોવીન અને આરોગ્ય સેતુ એપ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે, સીધા હોસ્પિટલમાં જઈને આ માટે રજીસ્ટ્રેશન નહીં થઇ શકે.
    First published:

    Tags: Aarogya setu app, Corona vaccine