ખુશખબર! આખરે Coronaને રોકી શકનારા 21 ડ્રગ્સની ઓળખ થઈ ગઈ

ખુશખબર! આખરે Coronaને રોકી શકનારા 21 ડ્રગ્સની ઓળખ થઈ ગઈ
કોરોના વાયરસની વેક્સીનની શોધમાં લાગેલી દુનિયાને વધુ એક સારા સમાચાર મળ્યા છે. વૈજ્ઞાનિકોએ એવા 21 ડ્રગ્સની ઓળખ કરી લીધી છે જે કોરોના વાયરસને રોકી શકે છે

કોરોના વાયરસની વેક્સીનની શોધમાં લાગેલી દુનિયાને વધુ એક સારા સમાચાર મળ્યા છે. વૈજ્ઞાનિકોએ એવા 21 ડ્રગ્સની ઓળખ કરી લીધી છે જે કોરોના વાયરસને રોકી શકે છે

 • Share this:
  લોસ એન્જેલસ : કોરોના વાયરસની વેક્સીનની શોધમાં લાગેલી દુનિયાને વધુ એક સારા સમાચાર મળ્યા છે. વૈજ્ઞાનિકોએ એવા 21 ડ્રગ્સની ઓળખ કરી લીધી છે જે કોરોના વાયરસને પ્રતિરૂપ બનાવવા, મતલબ પોતાની સંખ્યા વધારવાથી રોકવામાં મદદગાર છે. લેબ તપાસમાં તેની ઓળખ કરવામાં આવી છે, આગળ જતા આમાંથી કોઈ એક અથવા તેના મિશ્રણથી કોરોનાની સારવાર વિશે વિચારવામાં આવી શકે છે.

  આ રિસર્ચમાં અનેક વૈજ્ઞાનિક સામેલ છે. તેમાંથી કેટલાક સેનફર્ડ બુરનમ પ્રીબિસ મેડિકલ ડિસ્કવરી ઈન્સ્ટીટ્યુટના છે, જે અમેરિકામાં છે. તેમાં કેટલાક વૈજ્ઞાનિક ભારત મૂળના પણ છે. તેની સ્ટડી નેચર પત્રિકામાં છપાઈ છે. સામે આવ્યું કે, 21 ડ્રગ્સ વાયરસને પ્રતિરૂપ બનાવવાથી બ્લોક કરે છે. જે ડ્રગ્સ વાયરસને પ્રતિરૂપ બનાવતા રોકે છે, તેમાંથી 13 પહેલાથી ક્લિનિકલ ટ્રાયલમાં છે.  આ પણ વાંચોBig News: સુરતમાં Coronaના રેમડિસેવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનું આંતર રાષ્ટીય કૌભાંડ ઝડપાયું

  પત્રિકામાં આ ડ્રગ્સનું મિશ્રણરૂપ અથવા કમ્પાઉન્ડ રૂપનો ઉપયોગ કરવાની વાત છે, જેમ કહેવામાં આવ્યું છે કે, ચાર કમ્પાઉન્ડ એવા છે, જેને રેમડેસિવીર સાથે મિલાવી યૂઝ કરી શકાય છે. રેમડેસિવીરને પહેલાથી કોરોનાની સારવારમાં કારગર બતાવવામાં આવી રહી છે. તેની મદદથી કોરોના દર્દીના રીકવરીનો ટાઈમ સુધર્યો હતો, મતલબ દર્દી ઝડપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા. હાલમાં આ 21 કમ્પાઉન્ડની ટેસ્ટિંગ નાના જાનવરોના મોડલ્સ પર થઈ રહી છે. જો સ્ટડી કારગર લાગી તો, વૈજ્ઞાનિક યૂએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન પાસે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગશે.

  દરેક કોઈ માટે કારગર નથી આ દવા

  સંડે બર્હેમ પ્રીબિસ ઈમ્યુનિટી એન્ડ પેથોજેનેસિસ પ્રોગ્રામના નિર્દેશક અને અધ્યયનના વરિષ્ઠ લેખક સુમિત ચંદાએ કહ્યું કે, રેમેડિસિવિર હોસ્પિટલમાં દર્દીઓ માટે સ્વસ્થ થવાનો સમય ઓછો કરવામાં સફળ સાબિત થઈ છે. પરંતુ, આ દવા દરેક કોઈ માટે કારગર નથી. ચંદ્રાએ કહ્યું, સસ્તી, પ્રભાવી અને સરળતાથી ઉપલબ્ધ દવાઓને શોધવા માટે તત્પરતા બનેલી છે જે રેમેડિસિવિરના ઉપયોગની પૂરક બની શકે છે.
  Published by:kiran mehta
  First published:July 25, 2020, 22:07 pm

  ટૉપ ન્યૂઝ