WHOની ચેતવણી- કોરોનાની રસી લોકો સુધી પહોંચતા અઢી વર્ષ લાગશે, સલાહ વગર ડેક્સામેથાસોન ન લેવા ચેતવણી

WHOની ચેતવણી- કોરોનાની રસી લોકો સુધી પહોંચતા અઢી વર્ષ લાગશે, સલાહ વગર ડેક્સામેથાસોન ન લેવા ચેતવણી
પ્રતિકાત્મક તસવીર

WHO તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો આ વર્ષના અંત સુધીમાં પણ રસી બની જશે તો તેને લોકો સુધી પહોંચતા અઢી વર્ષ જેટલો સમય લાગી શકે છે.

  • Share this:
    વોશિંગટન : દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 90 લાખને પાર થઈ ગઈ છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી આ મહામારીને કારણે ચાર લાખ 69 હજાર લોકોનાં મોત થયા છે. ફક્ત અમેરિકામાં જ 22 લાખ 91 હજારથી વધારે લોકો સંક્રમિત થયા છે અને ત્યાં એક લાખ 20 હજારથી વધારે લોકોનાં મોત થયા છે. બીજી તરફ અનેક દેશોએ કોરોના વાયરસની વેક્સીન (Corona Vaccine) બનાવવાનો દાવો કર્યાો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization)ને ચેતવણી આપી છે કે જો આ વર્ષે કોઈ કોવિડ 19 (Covid 19)ની રસી બનાવી પણ લેશે તો તેને લોકો સુધી પહોંચતા અઢી વર્ષથી વધારે સમય લાગી શકે છે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કોઈ એવી વેક્સીન નથી બની જેને કોરોના વેક્સીન નામ આપી શકાય. WHOના વિશેષ દૂત ડૉક્ટર ડેવિડ નાબરોએ ચેતવણી આપી છે કે દુનિયાના બધા લોકો સુધી રસી પહોંચવામાં અઢી વર્ષથી વધારે સમય લાગી શકે છે. બ્રિટિશ ડૉક્ટરે કહ્યુ કે જો વર્ષના અંત સુધીમાં રસી આવી જાય છે તો સુરક્ષા અને પ્રભાવ તપાસવા માટે અમુક સમય લાગશે. ડેવિડના જણાવ્યા પ્રમાણે દેશોએ વેક્સીનનું ઉત્પાદન કરવાની વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દેવી જોઈએ, કારણ કે મોટી સંખ્યામાં દેશોમાં તેનું વિતરણ કરવું મુશ્કેલ કામ છે.



    કાશ હું ખોટો પડું!

    ડેવિડે ખાસ કરીને મોટી વસ્તી ધરાવતા દેશ જેવા કે ભારત-બ્રાઝિલને ખૂબ વધારે સાવધાની રાખવાનું કહ્યું છે. ડેવિડે કહ્યું કે હું ઇચ્છું છું કે આ ગણતરી કરવામાં હું ખોટો સાબિત થાઉં, પરંતુ અનેક દેશ બરાબર ધ્યાન નથી આપી રહ્યા જે ખતરનાક સાબિત થઈ શકે છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર એઇડ્સ એજન્સીએ ચેતવણી આપી છે કે કોરોના મહામારીને કારણે વિકાસશીલ દેશોમાં એઇડ્સની દવાની સપ્લાય બાધિત થઈ શકે છે. એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉન અને સરહદો બંધ હોવાને કારણે દવાઓનું ઉત્પાદન અને વિતરણ પ્રભાવિત થયું છે. જેનાથી આગામી બે મહિનામાં દવાની કિંમતમાં વધારે અને અછત બંને થઈ શકે છે.

    ડેક્સામેથાસોનને લઈને ચેતવણી

    વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખે ડેક્સામેથાસોનના ઉપયોગ અંગે ચેતવણી આપી છે કે આનો ઉપયોગ ફક્ત ક્લિનિકલ સુપરવિઝનમાં કોરોના વાયરસના ગંભીર દર્દીઓ ઉપર જ કરવો જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે આ દવા ઓછી અસરવાળા કોરોના દર્દીઓને વાયરસમાંથી મુક્ત કરી શકશે, પરંતુ તેનાથી નુકસાન થઈ શકે છે.

    નોંધનીય છે કે અમેરિકા પછી બ્રાઝિલમાં કોરોનાના 10 લાખ 83 હજારથી વધારે કેસ છે, જ્યારે ત્યાં મૃતકોની સંખ્યા લગભગ 50 હજાર થઈ ગઈ છે. રશિયામાં પાંચ લાખ 91 હજાર લોકો સંક્રમિત થયા છે, અહીં મહામારીને કારણે વધારે લોકોનાં મોત નથી થયા. અહીં આઠ હજારથી વધારે લોકોનાં મોત થયા છે. સંક્રમિત લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત ચોથા નંબર પર છે. ભારતમાં ચાર લાખ 25 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે અહીં 13 હજાર 600થી વધારે લોકોનાં મોત થયા છે.

    આ પણ વાંચો :
    First published:June 23, 2020, 09:57 am