કોરોના વેક્સીન પર રાહુલ ગાંધીએ પૂછ્યું- ‘ભારતનો નંબર ક્યારે આવશે, મોદીજી?’

કોરોના વેક્સીન પર રાહુલ ગાંધીએ પૂછ્યું- ‘ભારતનો નંબર ક્યારે આવશે, મોદીજી?’
રાહુલ ગાંધી (PTI Photo)

દુનિયામાં 23 લાખ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે, ચીન, અમેરિકા, બ્રિટન, રશિયાએ વેક્સીનેશન શરૂ કરી દીધું છે- રાહુલ ગાંધી

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં વેક્સીન (Corona Vaccine)ને લઈને સરકારનું કહેવું છે કે જાન્યુઆરી મહિનામાં વેક્સીનેશન શરૂ થઈ જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધન (Harsh Vardhan)એ કહ્યું હતું કે જાન્યુઆરીમાં વેક્સીન બજારમાં આવવાની શક્યતા છે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ભારતમાં વેક્સીનેશનને લઈને સવાલ પૂછ્યો છે- ‘ભારત કા નંબર કબ આએગા મોદી જી?’

    વાયનાડના સાંસદે એક ટ્વીટ કરીને કહ્યું કે, દુનિયામાં 23 લાખ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. ચીન, અમેરિકા, બ્રિટન, રશિયાએ વેક્સીનેશન શરૂ કરી દીધું છે. ભારતનો નંબર ક્યારે આવશે મોદી જી?



    આ પણ વાંચો, થાઈલેન્ડઃ રાજાની પત્ની અને ગર્લફ્રેન્ડ વચ્ચેનો વિવાદ વકર્યો, હજારો Nude તસવીરો કરવામાં આવી લીક

    નોંધનીય છે કે, ભારતમાં બુધવારે એક દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 23,950 કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં સંક્રમણની ઝપટમાં આવી ચૂકેલા લોકોની સંખ્યા 1,00,99,066 થઈ ગઈ છે. જેમાંથી 24 કલાકમાં 333 લોકોનાં મોત થયા કુલ મુત્યુઆંક 1,46,444 થઈ ગયો છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 2,89,240 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 96,63,382 લોકો સંક્રમણને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.

    સરકારથી આ વેક્સીનને મંજૂરી મળવાના સંકેત મળ્યા

    બીજી તરફ, મીડિયા રિપોર્ટ અનુસાર કોવિડ-19નો સામનો કરવા માટે AstraZeneca અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીનને ભારત સરકાર તરફથી આવતા સપ્તાહે મંજૂરી મળી શકે છે. તેના સ્થાનિક નિર્માતા દ્વારા જરૂરી આંકડા ઉપલબ્ધ કરાવ્યા બાદ સરકારથી તેની મંજૂરી મળવાના સંકેત મળ્યા છે. નોંધનીય છે કે ભારત પહેલા જ AstraZenecaના પાંચ કરોડથી વધુ વેક્સીનનું નિર્માણ કરી ચૂક્યું છે.

    આ પણ વાંચો, એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવશે માલામાલ, મળી શકે છે પૂરા 9 કરોડ 99 લાખ!

    ભારતની કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO)એ પહેલીવાર 9 ડિસેમ્બરે ત્રણ વેક્સીનની સમીક્ષા કરી. સમીક્ષા બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) પાસેથી બીજી કંપનીઓ કરતાં વધુ માહિતી માંગવામાં આવી હતી, જે એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડ શોટ્સ બનાવી રહી છે.ઉલ્લેખનીય છે કે, ભારતમાં વેક્સીનનું નિર્માણ સીરમ ઈન્સ્સ્ટિટ્યૂટની સાથે મળી કરી રહી છે. દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા SIIએ હજે તમામ માહિતી ઉપલબ્ધ કરાવી દીધી છે. એક સરકારી સ્વાસ્થ્ય સલાહકારે સમાચાર બ્રિફિંગમાં જણાવ્યું કે અધિકારી ફાઇઝર પાસેથી વધુ માહિતીની પ્રતિક્ષા કરી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 23, 2020, 11:46 am