ભારતનો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ સાબિત થયો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? આવો જાણીએ સમગ્ર માહિતી...
નવી દિલ્હીઃ ભારતનો કોરોના વેક્સિનેશન કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ સાબિત થયો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? ઐતિહાસિક અને અભૂતપૂર્વ ‘કોરોના યુદ્ધ’ની વિગતો જાણવા માટે 24મી માર્ચ, 2023ના દિવસે XXXPM પર હિસ્ટ્રી ટીવી18ની ‘ધ વાઇલ – ઈન્ડિયાઝ વેક્સિન સ્ટોરી’ ડોક્યુમેન્ટ્રી જુઓ.
ડોક્યુમેન્ટ્રી ‘ધ વાઇલ’માં કોરોના વેક્સિનનું ઉત્પાદન, વિકાસ અને વહેંચણીમાં ભારતી સફળતા પાછળની આખી કહાણી દર્શાવે છે. કોરોના વેક્સિનેશનની શીશીના ઉત્પાદનમાં શું થયું તેની A to Z માહિતી આપે છે. 60 મિનિટની આ ડોક્યુમેન્ટ્રીમાં અભિનેતા મનોજ બાજપેયીએ આખી કહાણી જણાવી છે. આ એવી પહેલી ડોક્યુમેન્ટ્રી છે કે જેમાં ભારતના વડાપ્રધાન કોરોના મહામારી સામે મેળવેલી ઐતિહાસિક જીતને તેમના શબ્દોમાં વિગતવાર જણાવશે. History TV18એ આ ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર રિલિઝ કર્યું છે. જેમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલા અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ પણ જોવા મળશે.
" isDesktop="true" id="1357694" >
‘ધ વાઇલ’ કોવિશિલ્ડ રસીના વિકાસનો ઘટનાક્રમ દર્શાવશે. પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં વેક્સિનની અછત ન પડે તેવી રીતે દેશની મોટાભાગની વસતિને પહોંચી વળવા માટે નિયત સમયમાં બનાવેલી વિશ્વની સૌથી અસરકારક બીજા નંબરની વેક્સિન તરીકે સ્થાન મેળવ્યું હતું અને તેની અબજો વેક્સિન વાઇલનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
નેટવર્ક 18 સાથે વાત કરતા મનોજ બાજપેયીએ જણાવ્યુ હતુ કે, ‘ભારતની કોરોના વેક્સિનની સ્ટોરી દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે અને ભારતીયો તરીકે આપણે બધાને તેની જાણ હોવી જોઇએ અને ગર્વ થવો જોઇએ. જેમણે નિયત સમયમાં વેક્સિનનું ઉત્પાદન કર્યુ અને અનેક પડકારો હોવા છતાં રસીકરણ અભિયાન ચલાવ્યું તેવાં હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ફ્રન્ટલાઇન કર્મીઓને આ ડોક્યુમેન્ટ્રી સમર્પિત છે. તેને કારણે જ આજે આપણે આત્મવિશ્વાસ સાથે ઘરની બહાર નીકળી શકીએ છીએ.’
‘ધ વાઇલ’માં કેટલાક કેસ સ્ટડી ખૂબ જ બારીકાઈથી બતાવવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ભારત સરકાર અને આરોગ્ય કર્મચારીઓ કે જેમણે દૂરના વિસ્તારો, જંગમ વિસ્તારો અને અનેક સમસ્યાનો સામનો કરીને પણ લોકોને વેક્સિન પહોંચાડી છે તે અંગે પ્રકાશ પાડે છે.
આજે ભારતના 107 કરોડ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. આમ જોવા જઈએ તો આ એક અઘરું કામ છે. ભારતે ‘રસી મૈત્રી’ અભિયાનથી અભિયાનથી વિશ્વને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં વિશ્વના 100 દેશોમાં કોરોના વેક્સિનના 232.43 મિલિયન ડોઝ પૂરા પાડવામાં આવ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર