DCGIએ કોવેક્સને બજારમાં ઉતારવા માટે મંજૂરી આપી, એક્સપર્ટ કમિટીએ કરી હતી ભલામણ
એક્સપર્ટ કમિટીએ અગાઉ આ અંગે ભલામણ કરી હતી.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)એ કોવિડ-19 વેક્સિન કોવોવેક્સને વૃદ્ધો માટે બુસ્ટર ડોઝ તરીકે બજારમાં ઉતારવાની મંજૂરી આપી દીધી છે. કોવોવેક્સ એવા વ્યક્તિઓને આપવામાં આવશે, જેને કોવિશીલ્ડ કે કોવેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રોએ સોમવારે આ અંગે માહિતી આપી છે.
નવી દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)એ કોવિડ-19 વેક્સિન કોવોવેક્સને વૃદ્ધો માટે બુસ્ટર ડોઝ તરીકે બજારમાં ઉતારવાની મંજૂરી આપી દીધી છે. કોવોવેક્સ એવા વ્યક્તિઓને આપવામાં આવશે, જેને કોવિશીલ્ડ કે કોવેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રોએ સોમવારે આ અંગે માહિતી આપી છે.
DCGIને લખ્યો હતો પત્ર
ડીસીજીઆઈની મંજૂરી કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન(સીડીએસસીઓ)ની વિષય એક્સપર્ટ કમિટીની ભલામણ પછી આપવામાં આવી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)માં સરકાર અને નિયામક મામલાઓના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહએ વધતા કોવિડના મામલાઓના પગલે 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરવાળાઓ માટે કોવેક્સ બૂસ્ટર ડોઝની મંજૂરી માટે DCGIને પત્ર લખ્યો હતો.
એક્સપર્ટ કમિટીની ભલામણ
એક અધિકારીક સૂત્રએ કહ્યું કે સીડીએસસીઓની વિષય એક્સપર્ટ સમિતિએ બુધવારે આ મુદ્દા પર વિચાર-વિમર્શ કર્યો અને કોવિશીલ્ડ કે કોવિક્સિનના બે બુસ્ટર ડોઝ લેનાર વયસ્કો માટે બૂસ્ટર ડોઝ તરીકે કોવોવેક્સને બજારમાં ઉતારવાની ભલામણ કરી છે. ડીસીજીઆઈએ કોવોવેક્સને 28 ડિસેમ્બર 2021ના રોજ વયસ્કો માટે ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી આપી હતી.
DCGIએ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી
આ સિવાય ડીસીજીઆઈએ 9 માર્ચ, 2022ને 12-17ની ઉંમર અને ગત વર્ષે 28 જૂને 7-11 વર્ષની ઉંમરના બાળકો પર કેટલીક શરતોની સાથે કોવોવેક્સના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.