નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસના (Corona virus) સંક્રમણને હરાવવા માટે, મોટા પાયે રસીકરણ (Corona vaccine) ચાલી રહ્યું છે. આ સમયે, કોરોના વેક્સીન બૂસ્ટર ડોઝ (Corona Vaccine Booster Dose) અંગે પણ ઘણી જ ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાન, મંગળવારે સરકાર દ્વારા રચિત કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડૉ. વી.કે. પૉલે કહ્યું છે કે, જ્યારે બૂસ્ટર ડોઝને લગતા તમામ સઘન વૈજ્ઞાનિક પરીક્ષણો પૂર્ણ થઈ જશે, ત્યારે દેશમાં બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે વિજ્ઞાન કહેશે કે, બૂસ્ટર ડોઝ આપવો જોઇએ ત્યારે તે આપવાનું શરૂ કરવામાં આવશે.
'આપણી હાલની પ્રાથમિકતા બીજા ડોઝને આપવાની છે'
સોમવારે, ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) ના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજો ડોઝ આપવાની જરૂરિયાતના સમર્થનમાં અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા હાલમાં પુખ્ત વસ્તીને રસીનો બીજો ડોઝ આપવાની છે.
વીકે પોલે કહ્યુ કે, 'જ્યારે આ સંદર્ભે ઘણા અભ્યાસો બહાર આવી રહ્યા છે, અમે હજુ પણ એ સમજવા માટે ચોક્કસ જવાબ શોધી રહ્યા છીએ કે, કયું બૂસ્ટર યોગ્ય છે અને તેનું રસીકરણ શરૂ કરવાનો યોગ્ય સમય કયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના વડા ડૉ. બલરામ ભાર્ગવ દ્વારા પુસ્તક 'ગોઈંગ વાઈરલ'ના વિમોચન સમયે ડૉ. વી.કે. પૉલે આ બાબતો કહી.
" isDesktop="true" id="1154643" >
ડૉ. પૉલે કહ્યું કે, 'બૂસ્ટર ડોઝ આપવા માટે કોઈ કટોકટીની પરિસ્થિતિ નથી. અમે ઉપલબ્ધ તમામ ડેટાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને કોઈપણ નિર્ણય લેતા પહેલા વ્યવસ્થિત સમીક્ષા કરવાની જરૂર છે. અમારી પાસે હવે સમય છે. નોંધનીય છે કે, ભારત પહેલાથી જ કોવિડ-19 રસીના ત્રીજા ડોઝને લાગુ કરવા અંગેની નીતિ પર વિચાર કરી રહ્યું છે. ડૉ. પૉલે કહ્યું કે, યોગ્ય પરિસ્થિતિ જોતાં કોવિડ-19નો અંત આવશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, ભારતને સંક્રમણ ફેલાતું અટકાવવા અને મૃત્યુદર રોકવા માટે દવાઓની જરૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર