Corona Vaccine: એપ્રિલમાં જાહેર રજા સહિત આખો મહિનો રસીકરણ અભિયાન ચલાવવા કેન્દ્ર સરકારનો આદેશ

Corona Vaccine: એપ્રિલમાં જાહેર રજા સહિત આખો મહિનો રસીકરણ અભિયાન ચલાવવા કેન્દ્ર સરકારનો આદેશ
તસવીર: Shutterstock

ખાનગી અને સરકારી એમ બંને કેન્દ્ર પર એપ્રિલ મહિનાના 30 દિવસ ચાલશે રસીકરણ. શનિ-રવિ કે પછી જાહેર રજાના દિવસે પણ રસીકરણ શરૂ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: દેશમાં ખૂબ ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે કોરોના વેક્સીન અભિયાન ખૂબ ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે એપ્રિલ મહિના દરમિયાન તમામ દિવસે વેક્સીનેશનની કામગીરી થશે તેવી જાહેરાત કરી છે. સરકારી તેમજ ખાનગી સેન્ટર્સ પર આખો મહિનો વેક્સીનની કામગીરી ચાલશે. આટલે કે સરકારે એપ્રિલ મહિનામાં આવતી તમામ જાહેર રજાઓ તેમજ શનિ-રવિવારની રજાઓને રદ કરીને વેક્સીનની કામગારી ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. આ માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એક પત્ર લખ્યો છે.

    વેક્સીનેશન અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના બુધવારે સવારે સાત વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે દેશમાં 6.30 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. જેમાંથી 82,16,239 સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ, 52,19,525 કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. અગ્ર મોરચે કામ કરી રહેલા 90,48,417 કર્મચારીઓને પ્રથમ ડોઝ, 37,90,467 કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.



    આ પણ વાંચો: સુરતમાં અસામાજિક તત્વોનો આતંક: યુવકનું અપહરણ કરી સળીયાથી માર માર્યો, બનાવ સીસીટીવીમાં કેદ

    આ સાથે જ 45 વર્ષથી વધારે ઉંમરના 73,52,957 લોકોને પ્રથમ ડોઝ અને 6,824 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. સાથે જ 60 વર્ષથી વધારે વયના 2,93,71,422 લોકોને પ્રથમ ડોઝ અને 48,502 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

    દેશમાં કોરોનાની સ્થિતિ:

    દેશમાં કોરોનાની બીજી લહેર (India coronavirus second wave) ખતરનાક સાબિત થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ નોંધાયા છે. બીજી તરફ આ સમયગાળા દરમિયાન 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી કુલ મૃત્યાંક 1,62,927 થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

    આ પણ વાંચો: રાજકોટની કરુણ ઘટના: અગાસી પર કપડાં સૂકવતા ગૃહિણી ACના આઉટડોર યુનિટમાં આગ લાગતા ભડભડ સળગ્યાં

    આ પણ વાંચો: સુરત: રૂપિયા પડાવવા 10 લોકોની ટોળકીએ ઘડ્યો ખતરનાક પ્લાન, યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો

    સક્રિય કેસની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 5,84,055 કેસ નોંધાયેલા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,22,21,665 થઈ છે. બીજી તરફ 1,14,74,683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં કોરોનાથી સાજા થવાના દર 93.9 ટકા, જ્યારે મોતનું પ્રમાણ 1.3 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,25,681 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:April 01, 2021, 14:30 pm

    ટૉપ ન્યૂઝ