Home /News /national-international /COVID-19 Vaccine: કોવિશીલ્ડ-કોવેક્સીનનો મિક્સ ડોઝ અસરદાર છે? DCGIએ સ્ટડી માટે મંજૂરી આપી

COVID-19 Vaccine: કોવિશીલ્ડ-કોવેક્સીનનો મિક્સ ડોઝ અસરદાર છે? DCGIએ સ્ટડી માટે મંજૂરી આપી

રાજ્યમાં આજે 15મી મેની સંધ્યાએ અમદાવાદ શહેરમાં વધુ 15 નવા કેસ નોંધાયા છે. આ સિવાય આણંદ જિલ્લામાં 01, ગાંધીનગર શહેરમાં 06, સુરતમાં 01, વડોદરા શહેરમાં 10 મળીને આજે કુલ 33 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે અન્ય કોઈ પણ શહેર કે જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા નથી.

Vaccine Mixing: કોવિશીલ્ડ-કોવેક્સીનનો મિક્સ ડોઝ કેટલો પ્રભાવી છે તેના રિસર્ચનું કાર્ય વેલ્લૂરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં થશે

નવી દિલ્હી. એક સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ગત જુલાઈ મહિનામાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)ના મીક્સિંગને લઈને સ્ટડી કરાવવાની ભલામણ કરી હતી. હવે અહેવાલ છે કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (Drugs Controller General of India- DCGI) તરફથી આ સ્ટડીને લીલી ઝંડી મળી ગઈ છે. જોકે, આ પહેલા બે અલગ-અલગ વેક્સીનના મિશ્રણને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research- ICMR)એ એક સ્ટડી કરી હતી. ICMRએ કહ્યું હતું કે બે કોવિડ વિરોધી વેક્સીનને મિક્સ કરવાથી સારા સુરક્ષા પરિણામ મળી રહ્યા છે.

સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, DCGIએ કોવિડ વેક્સીન મિક્સિંગ (Covid Vaccine Mixing)ની સ્ટડીને મંજૂરી આપી દીધી છે. આ સ્ટડી વેલ્લૂરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (Christian Medical College, Vellore)માં થશે. આ વાતની જાણકારી નીતિ આયોગના ડૉક્ટર વી.કે. પૉલે મંગળવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગનાઇઝેશન (CDSCO)ની એક સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 29 જુલાઈના રોજ આ સ્ટડીની ભલામણ કરી હતી. કોરોનાની વિરુદ્ધ બે અલગ-અલગ વેક્સીનના મિશ્રણના ઉપયોગને લઈ લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, સ્ટડી ICMRના અધ્યયનથી અલગ હશે. આ સ્ટડી ઉત્તર પ્રદેશમાં થઈ હતી, જ્યાં લોકોને પહેલા કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે, 6 સપ્તાહની અવધિ બાદ બીજા ડોઝના રૂપમાં કોવેક્સિન આપવામાં આવી હતી. હેટરોલોગસ ગ્રુપમાં કુલ 18 પ્રતિભાગી હતા. તેમાંથી બે પ્રતિભાગી અધ્યયનમાં સામેલ નહોતા થવા માંગતા. ત્યારબાદ તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ સ્ટડીમાં 11 પુરૂષ અને 7 મહિલાઓ હતી. પ્રતિભાગીઓની સરેરાશ ઉંમર 62 વર્ષ હતી.

આ પણ વાંચો, Coronavirus in India: ભારતમાં 140 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા, 24 કલાકમાં 40 હજાર દર્દી સાજા થયા

ICMRએ કહ્યું હતું કે, એડીનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત વેક્સીન બાદ નિષ્ક્રિય વાયરસ આધારિત વેક્સીન સુરક્ષિત હતી. સાથોસાથ આ પ્રક્રિયાથી સારું ઇમ્યુનોજેનેસિટી પ્રાપ્ત થઈ હતી. ICMRના ડૉક્ટર સમિરન પાંડાએ કહ્યું હતું કે, અમે હેટરોજેનસ ગ્રુપ અને હોમોલોગસ ગ્રુપની તુલના કરી હતી. અમને જાણવા મળ્યું કે કોઈ પહેલા કોવિશીલ્ડ અને બાદમાં કોવેક્સીન લે છે તો ઇમ્યૂન પ્રતિક્રિયા સારી થાય છે. જોકે, સંસ્થાએ એવું પણ કહ્યું હતું કે તેને લઈને વધુ વિસ્તૃત અધ્યયનની જરૂરિયાત છે, કારણ કે સ્ટડીમાં માત્ર 18 લોકો જ સામેલ થયા હતા.
First published:

Tags: Corona Vaccination, Covaxin Vaccine, Covishield Vaccine, Dcgi, Drugs Controller General of India, ICMR, India Fights Corona