Home /News /national-international /

Corona vaccination: કોરોનાના પ્રકોપ વચ્ચે પહેલા જ દિવસે 10 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા

Corona vaccination: કોરોનાના પ્રકોપ વચ્ચે પહેલા જ દિવસે 10 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા

10 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા (Image- ANI)

Corona vaccination: આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે હેલ્થ સર્વિસના અંદાજિત 1.05 કરોડ કર્મચારીઓ અને 1.9 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ જ્યારે અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના 2.75 કરોડ વ્યક્તિઓ ત્રીજા ડોઝ માટે લક્ષિત વસ્તીમાં છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. દેશમાં વધી રહેલા કોરોના વાયરસ (coronavirus) સંક્રમણ વચ્ચે 10 જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના સહિત ગંભીર બીમારીથી પીડિત લોકોને કોરોના વેક્સિન (corona vaccine)નો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ (Precaution Dose) લગાવવાનું શરૂ થયું છે. સોમવારે પહેલા જ દિવસે દેશમાં 10 લાખથી વધુ પ્રિકોશન ડોઝ લગાવવામાં આવ્યા છે. કોવિન એપ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, સોમવારે 10,51,456 ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાંથી 1,79,339 ડોઝ તો બપોરે 1 વાગ્યા સુધીમાં જ આપવામાં આવ્યા હતા. તો અન્ય રોગોથી પીડિત વૃદ્ધોને લગભગ 3,15,000 ડોઝ આપવામાં આવ્યા.

    આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે હેલ્થ સર્વિસના અંદાજિત 1.05 કરોડ કર્મચારીઓ અને 1.9 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ જ્યારે અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના 2.75 કરોડ વ્યક્તિઓ ત્રીજા ડોઝ માટે લક્ષિત વસ્તીમાં છે. ત્રીજો ડોઝ આપવાની જાહેરાત ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી અને તેને આપવાની શરૂઆત તેના 17 દિવસ બાદ શરૂ થઈ છે.

    કોવિન પોર્ટલના પ્રમુખ ડૉ. આર.એસ. શર્માએ જણાવ્યું કે, ‘જ્યાં સુધી કોવિન સિસ્ટમ વિશે માનવામાં આવે છે, તે દિવસ ખૂબ સરળતાથી પસાર થઈ ગયો. કોઈ મોટી વાત અમારા ધ્યાનમાં આવી નથી. આપણી સિસ્ટમ એકદમ મજબૂત છે અને આપણા જેવા દેશમાં અપેક્ષિત ભાર લેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એક સારો દિવસ હતો.'

    આ પણ વાંચો: Captain Harpreet Chandi: કેપ્ટન હરપ્રીત ચંડીએ ઇતિહાસ રચ્યો, દક્ષિણ ધ્રુવની એકલી યાત્રા કરનારી ભારતીય મૂળની પહેલી મહિલા બની

    ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને કર્ણાટક જેવા રાજ્યોમાં મોટા પાયે ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશે જ્યાં 58,669 ડોઝ લગાવ્યા, ત્યાં રાજસ્થાને 95,540 ડોઝ લગાવ્યા. મધ્યપ્રદેશે 64,901 ડોઝ લગાવ્યા છે. બિહારે રાત્રે 9 વાગ્યા સુધી 64,061 અને કર્ણાટકમાં 81,728 ડોઝ આપ્યા.

    આ પણ વાંચો: ઓછા જોખમવાળા Corona દર્દીઓના સંપર્કમાં આવતા લોકોએ પરીક્ષણ કરવાની જરૂર નથી: ICMR

    ઉત્તર પૂર્વના રાજ્યોમાં કુલ 7,921 ત્રીજા ડોઝ આપવામાં આવ્યા હતા. ત્રિપુરામાં આ આંકડો 2,200 હતો. દિલ્હીમાં આશરે 3,00,000 પાત્ર લાભાર્થીઓને લગભગ 20,000 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. દિલ્હીના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું  કે પ્રિકોશન ડોઝ લેવા માટે રસીકરણના બીજા ડોઝના નવ મહિના પૂર્ણ કરી ચૂકેલા વરિષ્ઠ નાગરિકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા. વરિષ્ઠ નાગરિકોને તેમના પ્રશ્નો સાથે મદદ કરવા અને પ્રક્રિયા દરમિયાન તેમની સહાયતા માટે શહેરના કેટલાક રસીકરણ કેન્દ્રો પર વધારાના સ્ટાફને પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Corona Vaccination, Coronavirus, COVID-19, ઓમિક્રોન, ભારત

    આગામી સમાચાર