કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરીમાં મોકલીશું, પ્રાઇવેટ માર્કેટમાં 1000 રૂપિયા હશે કિંમત- પૂનાવાલા

કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરીમાં મોકલીશું, પ્રાઇવેટ માર્કેટમાં 1000 રૂપિયા હશે કિંમત- પૂનાવાલા
સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, પ્રાઇવેટ માર્કેટમાં Covishieldની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે, પ્રાઇવેટ માર્કેટમાં Covishieldની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે

 • Share this:
  Covid Vaccination in India: કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીન (Corona Vaccine)ના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે સીરમ ઇન્ટિacટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute)એ મંગળવારે કોવિશીલ્ડ (Covishield vaccine)ના 56.5 લાખ ડોઝની પહેલી ખેપ ડિલીવર કરી દીધી છે. સીરમના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝની ડિલીવરી થશે. બીજી તરફ, પ્રાઇવેટ માર્કેટમાં વેક્સીનની કિંમત 1000 રૂપિયા રાખવામાં આવી છે.

  અદાર પૂનાવાલાએ કહ્યું કે, અનેક દેશોએ પોતાના નાગરિકો માટે ભારતથી વેક્સીન ખરીદવાને લઈ સીરમ અને વડાપ્રધાન કાર્યાલયને વેક્સીન ખરીદવા માટે પત્ર લખ્યા છે. તેઓએ કહ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટે સરકારને વિશેષ રેટની રજૂઆત કરી છે, જે અમારા ખર્ચથી ઓછી છે, કારણ કે તેનાથી દેશના લોકોની રક્ષા અને તેમની મદદ કરવાને માન્યતા આપી છે.  ફેબ્રુઆરી સુધીમાં સરકારને મોકલશે બાકીનો ઓર્ડર

  પૂનાવાલાએ કહ્યું કે, સીરમની પહેલી પ્રાથમિકતા ભારત સરકાર છે. સરકારે 1.1 કરોડ કોવિશીલ્ડનો ઓર્ડર આપ્યો છે. 56.5 લાખ ડોઝની ડિલીવરી થઈ ચૂકી છે. સરકારનો બાકીનો ઓર્ડર 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરી સુધી સપ્લાય કરી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે, SIIમાં અમે દર મહિને સાતથી આઠ કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકીએ છીએ. SII વેક્સીનના ડોઝનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા માંગે છે.

  પ્રાઇવેટ માર્કેટમાં વેક્સીનની એક ડોઝની કિંમત 1000 રૂપિયા

  અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, અમે સામાન્ય નાગરિકો, નબળા, ગરીબ અને હેલ્થકેર વર્કર્સની મદદ કરવા માંગીએ છીએ. તેથી અમે ભારત સરકારના આગ્રહ પર પહેલા એક કરોડ ડોઝ માટે 200 રૂપિયાની વિશેષ કિંમત નક્કી કરી છે. બાકી 5.6 કરોડ ડોઝ માટે પણ અમે યોગ્ય કિમત રાખી છે. તે 200 રૂપિયાથી થોડી વધુ હશે જે અમારી પડતર કિંમત છે. ત્યારબાદ અમે પ્રાઇવેટ માર્કેટમાં તેને 1000 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતથી વેચાશે.

  આ પણ વાંચો, કોરોના વેક્સીનેશન માટે ભારત તૈયાર, જાણો તેની સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ

  અનેક દેશોની સાથે છે સીરમનો કરાર

  અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, અમારો અનેક દેશો સાથે કરાર છે- સઉદી અરબ, બ્રાઝીલ, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશ. આ દેશ ભારત તરફ આશાની નજરે જોઈ રહ્યા છે કારણ કે અમારી પાસે વિશાળ ઉત્પાદન સુવિધાઓ છે. દુનિયાની નાની કંપનીઓ હજુ યોગ્ય સંખ્યામાં કોરોના ડોઝનું નિર્માણ કરવાની સ્થિતિમાં નથી.

  આ પણ વાંચો, દેશમાં 24 કલાકમાં 15,968 નવા કેસ નોંધાયા, માત્ર 2 રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ

  તેઓએ કહ્યું કે, ભારતે હાલ કોરોના વેક્સીનના નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો, પરંતુ બ્રાઝીલ તરફથી કોવિશીલ્ડના બે મિલિયન ડોઝની માંગના દબાણ છતાંય તેના માટે હજુ મંજૂરી નથી આપી.
  Published by:Mrunal Bhojak
  First published:January 13, 2021, 10:45 am

  ટૉપ ન્યૂઝ