Home /News /national-international /કોરોનાને હરાવવા માટે દેશવાસીઓને મળશે વધુ એક હથિયાર, આ વેક્સિનને મળશે બૂસ્ટર ડોઝની મંજૂરી
કોરોનાને હરાવવા માટે દેશવાસીઓને મળશે વધુ એક હથિયાર, આ વેક્સિનને મળશે બૂસ્ટર ડોઝની મંજૂરી
covovax
ભારતના ડ્રગ રેગ્યુલેટરની એક એક્સપર્ટ પેનલ આગામી અઠવાડીયે સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા તરફથી બનાવામાં આવેલી કોવિડ 19 વેકિસન કોવોવૈક્સને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી શકે છે.
નવી દિલ્હી: ભારતમાં હાલમાં કોરોનાની સ્થિતી સામાન્ય છે. દુનિયાના કેટલાય દેશોમાં કોરોનાના કેસો વધવાને લઈને ભારતમાં પણ એલર્ટ છે. તેને જોતા દેશભરમાં ફરી એક વાર વેક્સીનેશન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. સારી વાત એ છે કે, કોવોવૈક્સ વેક્સીનને આગામી અઠવાડીયે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી મળી શકે છે.
ભારતના ડ્રગ રેગ્યુલેટરની એક એક્સપર્ટ પેનલ આગામી અઠવાડીયે સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા તરફથી બનાવામાં આવેલી કોવિડ 19 વેકિસન કોવોવૈક્સને બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવા પર વિચાર કરી શકે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું છે કે, કોવોવૈક્સના પ્રતિબંધિત ઉપયોગ માટે પહલાથી મંજૂરી આપી દીધી છે અને બૂસ્ટર તરીકે તેનો ઉપયોગ કરવા માટે આગામી અઠવાડીયે થનારી બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ અસરદાર
ખુદ મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, કોવોવૈક્સ રસીને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ વેક્સિન કોવિશીલ્ડની સરખામણીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ ખૂબ જ સારી રીતે કામ કરે છે. તેમણે જણાવ્યું છે કે, કેન્દ્ર પાસે સપ્લાઈ માટે રસીનો પુરતો ભંડાર છે.
કોવોવૈક્સ એક પ્રોટીન સબયૂનિટ વેક્સિન
28 ડિસેમ્બર 2021ના ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈંડિયાએ યુવાનોમાં ઈમરજન્સી યૂઝ માટે કોવોવૈક્સને મંજૂરી આપી દીધી છે. ત્યાર બાદ તે 12 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળનારી ચોથી વેક્સિન બની ગઈ હતી. આ એક પ્રોટિન સબયૂનિટ વેક્સિન છે, જે ઈમ્યુનિટીને બચાવી રાખશે. પૂનાવાલાએ એવું પણ કહ્યું કે, કોરોનાના કહેરની વચ્ચે સૌ કોઈ ભારત તરફ આશાની નજરથી જોઈ રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર