Corona Vaccination For Children: 1 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિન માટે બાળકોનું રજીસ્ટ્રેશન, જાણો વિગતો
Corona Vaccination For Children: 1 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિન માટે બાળકોનું રજીસ્ટ્રેશન, જાણો વિગતો
બાળકોને સ્કૂલ ID કાર્ડ તેમની ઉંમરના પુરાવા તરીકે કોવિન એપ પર અપલોડ કરવાનું રહેશે.
Corona Vaccination For Children: બાળકોને સ્કૂલ ID કાર્ડ તેમની ઉંમરના પુરાવા તરીકે કોવિન એપ પર અપલોડ કરવાનું રહેશે. તેમાં આધારનો (Aadhar Card) પણ ઉપયોગ કરી શકાય છે.
નવી દિલ્હી. દેશમાં 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને રસી આપવાનું (Corona Vaccination For Children) અભિયાન 3 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ માટે 1લી જાન્યુઆરીથી બાળકોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આ રજીસ્ટ્રેશન પુખ્ત વયના તથા વૃદ્ધોનું જે રીતે થતું તે રીતે કોવિન એપ (CoWin App) પર કરી શકાશે. આ માટે બાળકોએ સ્કૂલ આઈડી કાર્ડ (School ID card) તેમની ઉંમરના પુરાવા તરીકે કોવિન એપ પર અપલોડ કરવાનું રહેશે. આમાં આધારનો (Aadhar) પણ ઉપયોગ કરી શકાશે.
15 થી 18 વર્ષની વયના બાળકોને કોવેક્સિન (Covaxin) અને ઝાયડસ કેડિલાની વેક્સિન (Zydus Cadila's Corona Vaccine) વચ્ચે પસંદગી કરવાની રહેશે. આ માહિતી કોવિનની એમ્પાવર્ડ કમિટીના અધ્યક્ષ આરએસ શર્માએ CNN-News18 સાથેની વાતચીતમાં આપી છે.
આરએસ શર્માએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે કેટલાક કિશોરો અથવા બાળકો પાસે આધાર કાર્ડ નથી, તેથી તેઓ શાળાના આઈડી કાર્ડ દ્વારા પણ રસી મેળવી શકશે. તાજેતરમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ અમુક શરતો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો માટે ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ Zydus Cadila દ્વારા વિકસાવવામાં આવેલી સોય વિનાની COVID-19 રસી ઝાયકોવ-ડી બાદ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં ઉપયોગ માટે સત્તાવાર મંજૂરી મેળવનારી બીજી રસી છે.
કોવિડ-19ની ત્રીજી લહેર અને વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના દેશમાં વધતા કેસની આશંકાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. અને 10મી જાન્યુઆરીથી અન્ય ગંભીર રોગોથી પીડિત, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, આરોગ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને તબીબી સલાહ પર સાવચેતી તરીકે દેશમાં રસીનો ત્રીજો ડોઝ શરૂ કરવામાં આવશે. બૂસ્ટર ડોઝને બદલે તેને પ્રિકોશન ડોઝ નામ આપવામાં આવ્યું છે.
આ સાથે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકોને કોરોના વેક્સીનનો બીજો મળ્યાને 9 મહિના થઈ ગયા છે, તેમને આ પ્રિકોશન ડોઝ આપવામાં આવી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 9 મહિનાના અંતરાલનો નિર્ણય પાંચ વૈજ્ઞાનિક અભ્યાસો પર આધારિત છે.
આ 9 મહિનાના અંતરાલના આધારે માત્ર તે લોકો ત્રીજો ડોઝ લઈ શકશે જેમને આ વર્ષે 10 એપ્રિલ સુધી બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ લોકોમાં મુખ્યત્વે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ થાય છે, જેમનું 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર