Corona Vaccination: 1 મેથી થશે 18 વર્ષથી વધુની વયના લોકોનું વેક્સિનેશન, અહીં જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

Corona Vaccination: 1 મેથી થશે 18 વર્ષથી વધુની વયના લોકોનું વેક્સિનેશન, અહીં જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
પ્રતિકાત્મક તસવીર

કોરોના સામેનો જંગ જીતવા માટે રસીકરણ અત્યારે શ્રેષ્ઠ ઉપાય હોવાનું નિષ્ણાંતો માને છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સામેનો જંગ જીતવા માટે રસીકરણ અત્યારે શ્રેષ્ઠ ઉપાય હોવાનું નિષ્ણાંતો માને છે. આવી સ્થિતિમાં રસીકરણનો વ્યાપ વધારવા સરકારે ઉંમર મર્યાદામાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકાર હવે 18 વર્ષથી વધુની વયના લોકોને પણ રસી આપવા તૈયારી કરી રહી છે. આગામી 1 મેથી 18 વર્ષથી વધુના લોકોનું રસીકરણ હાથ ધરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગત 16 જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. 16 જાન્યુઆરીથી સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે અને 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે રસીકરણ શરૂ થયું હતું. જયારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થઈ હતી.



કોવિન પ્લેટફોર્મ ઉપર ગણતરીની કલાકોમાં શરૂ થશે નોંધણી

આગામી 48 કલાકમાં કોવિન પ્લેટફોર્મ ઉપર 18 વર્ષથી વધુના તમામ લોકો માટે રસીકરણની નોંધણી શરૂ થઈ જશે તેવું કોવિન પ્લેટફોર્મના પ્રમુખ અને ઉચ્ચધિકારી સમૂહના અધ્યક્ષ ડો. આર.એસ શર્માએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતું. ભારતમાં કોરોના રસીકરણ નોંધણી પ્રક્રિયા અંતર્ગત થઈ રહ્યું છે. રસી મુકાવવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઇન એપોઇન્મેન્ટ લેવા ઇચ્છતી ના હોય તો તે નજીકના રસીકરણ કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકે છે.

આ પણ વાંચો - ગાંધીનગર : ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય દંડ વસુલવામાં નહીં આવે

Co-WIN પોર્ટલ ઉપર નોંધણી

>> www.cowin.gov.in પર જાવ.
>> પોતાનો મોબાઈલ નંબર નાખો.
>> એકાઉન્ટ બનાવવા તમારી પાસે OTP આવશે.
>> OTP નાખી વેરીફાઈ બટન ઉપર ક્લિક કરો.
>> હવે તમે સુધા રસીકરણ રજિસ્ટ્રેશન પેજ ઉપર પહોંચી જશો. આ પેજ ઉપર ફોટો આઈડી પ્રૂફ પસંદ કરવાનો વિકલ્પ મળશે.
>> તમારું નામ, ઉંમર, લિંગ સહિતની વિગતો અને ઓળખપત્ર ઉપલોડ કરો.
>> નોંધણી માટેની જાણકારી નોંધ્યા બાદ રજીસ્ટર બટન ઉપર ક્લિક કરો.
>> નોંધણી પુરી થયા બાદ સિસ્ટમ એકાઉન્ટ ડિટેઇલ દેખાડશે.
>> કોઈ એક વ્યક્તિ એડ મોર બટન પર ક્લિક કરીને આ મોબાઈલ નંબરથી વધુ 3 લોકોને જોડી શકે છે.
>> હવે 'Schedule Appointment' બટન ઉપર ક્લિક કરો.
>> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ સહિતની વિગતો દ્વારા રસીકરણ કેન્દ્ર સર્ચ કરો.
>> ત્યારબાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકીંગ થઈ જાય એટલે તમને એક મેસેજ મળશે. તે જાણકારીને રસીકરણ કેન્દ્ર ઉપર બતાવવી પડશે.

Aarogya Setuના માધ્યમથી નોંધણી

>> પોતાના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.
>> હોમપેજમાં Co-WIN ટેબ ઉપર ક્લિક કરો.
>> Co-WIN ટેબ ઉપર ચાર વિકલ્પ આવશે. જેમાં Vaccination ઉપર ક્લિક કરી Registration Now દબાવો.
>> તમારો મોબાઈલ નંબર નાખી Proceed to Verify ઉપર ક્લિક કરો. OTP નાખો. ત્યારબાદ ફરી તે જ વિકલ્પ પસંદ કરો.
>> નંબર વેરીફાઈ થયા બાદ તમારે ફોટો આઈડી કાર્ડ (સરકારી આઈડી, વોટર આઈડી કાર્ડ, આધાર) અપલોડ કરવાના રહેશે. તેમાં તમારે આખું નામ લખવાનું રહેશે. તમારે ઉંમર, લિંગ, જન્મ તારીખ સહિતની જાણકારી પણ ભરવી પડશે. આરોગ્ય સેતુ એપના માધ્યમથી વધુમાં વધુ ચાર લાભાર્થીની નોંધણી થઈ શકશે.
>> આગળના પેજ ઉપર તમારે પત્રતાનું પુરાવો આપવો પડશે.
>> રાજ્ય, જિલ્લો, બ્લોક અને પિન કોડ દ્વારા તમારી અનુકૂળતા મુજબ રસીકરણ કેન્દ્ર સર્ચ કરવાનું છે. ત્યાર બાદ બુક બટન ઉપર ક્લિક કરો. બુકિંગ થયા બાદ મેસેજ મળશે. જે જાણકારી તમારે રસીકરણ કેન્દ્ર ઉપર દેખાડવાની રહેશે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ