દેશમાં અત્યારસુધીમાં કોરોના વેક્સીન (Corona Vaccine)ના 106 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. (Reuters)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પાછલા દિવસોમાં કહ્યું હતું કે ખરાબ પ્રદર્શનવાળા જિલ્લાઓમાં ઘરોઘર જઈને કોવિડ-19 રસીકરણ માટે ‘હર ઘર દસ્તક’ અભિયાન શરુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ લોકોને ઘાતક વાયરસથી બચાવવા માટે પૂર્ણ રસીકરણ માટે પ્રેરિત કરવાનો છે.
નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) સામે મોટા પાયે રસીકરણ અભિયાન (Corona Vaccination) ચાલી રહ્યું છે.દેશમાં અત્યારસુધીમાં કોરોના વેક્સીન (Corona Vaccine)ના 106 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. હવે આ અભિયાનને વેગ આપવાના લક્ષ્યથી કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને ‘હર ઘર દસ્તક’ અભિયાન શરુ કરવા જઈ રહી છે. તેની શરૂઆત પેલી નવેમ્બરથી થઈ રહી છે. આ અભિયાન હેઠળ મેડિકલ ટીમ ઘરોઘર જઈને લોકોને વેક્સીન લગાવશે. અભિયાન હેઠળ એ લોકોને કોરોના વેક્સીન લગાવવાની જવાબદારી મેડિકલ ટીમની હશે જેમણે અત્યારસુધી કોરોના વેક્સીનનો એક પણ ડોઝ નથી લીધો અથવા બીજો ડોઝ લેવા નથી પહોંચ્યા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પાછલા દિવસોમાં કહ્યું હતું કે ખરાબ પ્રદર્શનવાળા જિલ્લાઓમાં ઘરોઘર જઈને કોવિડ-19 રસીકરણ માટે ‘હર ઘર દસ્તક’ અભિયાન શરુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ લોકોને ઘાતક વાયરસથી બચાવવા માટે પૂર્ણ રસીકરણ માટે પ્રેરિત કરવાનો છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે એક રાષ્ટ્રીય સમીક્ષા બેઠક દરમ્યાન માંડવિયાએ કહ્યું હતું કે કોઇપણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં પૂર્ણ રસીકરણ ન થયું હોય.
તેમણે કહ્યું હતું કે હર ઘર દસ્તક અભિયાન જલ્દી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં લોકોને પૂર્ણ રસીકરણ માટે ઉત્સાહિત કરવા અને પ્રેરિત કરવા માટે શરુ થશે. આવો, આપણે દરેક યોગ્ય વ્યક્તિને નવેમ્બર 2021ના અંત સુધીમાં કોવિડ વિરોધી રસીનો પહેલો ડોઝ આપવાનું લક્ષ્ય રાખીએ. એવા લગભગ 48 જિલ્લાની ઓળખ થઈ છે, જ્યાં પાત્ર લાભાર્થીઓમાંથી 50 ટકાથી પણ ઓછા લોકોએ પહેલો ડોઝ લીધો છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 3 નવેમ્બરે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે રસીકરણ અભિયાનને આગળ વધારવા અંગે ચર્ચા કરશે. આ દરમ્યાન રસીકરણને લઈને રણનીતિ પર વાત કરવામાં આવશે. કહેવાય છે કે પીએમ મોદી 40 એવા જિલ્લાના ડીએમ સાથે પણ મીટીંગ કરશે જ્યાં કોરોના રસીકરણને લઈને સુસ્તી જોવા મળી છે. તેમાં મુખ્યત્વે મણિપુર, ઝારખંડ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રના જિલ્લા સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રોમમાં આયોજિત જી-20 શિખર સંમેલનમાં કહ્યું હતું કે ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોવિડ-19 રસીના પાંચ અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. તેમણે આ ટિપ્પણી કોરોના સામેની લડાઈમાં ભારતના યોગદાનને રેખાંકિત કરતા કરી હતી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર