આવતા મહિને 14 ભાષાઓમાં શરૂ થશે coWIN પોર્ટલ, કોરોનાની વેક્સિનનું બુકીંગ થશે સરળ

આવતા મહિને 14 ભાષાઓમાં શરૂ થશે coWIN પોર્ટલ, કોરોનાની વેક્સિનનું બુકીંગ થશે સરળ

 • Share this:
  નવી દિલ્લી: કોરોનાની વેક્સીન મેળવવા માટે હવે કોવિન પર રજીસ્ટ્રેશન ખુબ જ સરળ હશે. તેમા ભાષા પણ આડે નહીં આવે. CoWIN પોર્ટલ( CoWIN Portal) આગામી અઠવાડિયા સુધી હિંદી અને 14 ક્ષેત્રીય ભાષામાં ઉપલબ્ધ થશે. હાલમાં આ એપ માત્ર અંગ્રેજીમાં છે. જેના કારણે અંગ્રેજી ભાષાને ન જાણતા લોકો ખાસ કરીના ગામડાના લોકોને બુકિંગ કરવવામાં મુશ્કેલીઓ આવે છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે, કોવિન પોર્ટલ આગામી અઠવાડિયા સુધી હિંદી અને 14 ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે. જ્યારે કોવિડ-19 સ્વરૂપોની દેખરેખ માટે 17 અન્ય પ્રયોગશાળાઓને જોડવામા આવશે. મંત્રાલય તરફથી જાહેર એક નિવેદન અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની અધ્યક્ષતામાં સોમવારે કોવિડ-19 પર યોજાયેલ ઉચ્ચ સ્તરીય મંત્રીમંડળની 26મી બેઠક દરમિયાન આ નિર્ણયોની ઘોષણા કરવામાં આવી હતી.  રાજ્યમાં COVIDના કેસમાં ધરખમ ઘટાડો, આજે 12,342 દર્દી સાજા થયા, રિકવરી રેટ વધ્યો

  હર્ષવર્ધને મંત્રીમંડળ સહયોગીઓને જણાવ્યું કે, નમૂનાઓની તપાસને વધારવા માટે આઇએનએસએસીઓજી નેટવર્કમાં 17 નવી પ્રયોગશાળાઓને જોડવામાં આવશે. ‘ધી ઇન્ડિયન સાર્સ-સીઓવી2 કોનસોર્ટિયમ ઓન જીનોમિક્સ (આઇએનએસએસીઓજી)’ દેશભરમાં ફેલાયેલ દસ રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનો સમૂહ છે. તેની સ્થાપના સ્વાસ્થ્ય એવમ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગત વર્ષે 25 ડિસેમ્બરે કરી હતી. આ સમિતીનું કામ કોરોના વાયરસની જિનોમ શ્રેણીની તૈયારી કરવાનું અને જિનોમના સ્વરૂપો તથા મહામારી વચ્ચેનો સંબંધ શોધવાનું છે.

  બીજી લહેરનો પ્રકોપ, 2021માં કોરોનાથી 93 ટકા મોત માર્ચ બાદ થયા

  હર્ષવર્ધને કહ્યું,’ભારતમાં 26 દિવસ બાદ કોરોના વાયરસ સંક્રમણના નવા મામલાની સંખ્યામાં ઘટાડો થઇ 3 લાખથી નીચે થઇ ગઇ છે. સાથે જ ગત છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,01,461 નો ઘટાડો થયો છે.
  Published by:kuldipsinh barot
  First published:May 18, 2021, 00:04 am

  ટૉપ ન્યૂઝ