Home /News /national-international /

ડોકટરો માટે આ મહિલાનો Corona કેસ પડકાર, 5 મહિનાથી મહિલા સંક્રમિત, સ્વસ્થ છતા 31 ટેસ્ટ પોઝિટિવ

ડોકટરો માટે આ મહિલાનો Corona કેસ પડકાર, 5 મહિનાથી મહિલા સંક્રમિત, સ્વસ્થ છતા 31 ટેસ્ટ પોઝિટિવ

ડોકટરો આ કેસથી આશ્ચર્ય અને પરેશાન

ડોકટરો આ કેસથી આશ્ચર્ય અને પરેશાન છે. આશ્ચર્યજનક વાત એ છે કે, કોરોના  વારંવાર પોઝિટિવ હોવા છતાં, શારદા દેવી પોતે સ્વસ્થ લાગે છે.

  ભરતપુર : કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ સામાન્ય રીતે 14 દિવસમાં પૂર્ણ થાય છે. પરંતુ, રાજસ્થાન (Rajasthan)ના ભરતપુરમાં કોરોનાથી એક મહિલા છેલ્લા પાંચ મહિનાથી પીડિત છે. અહીંના 'અપના ઘર' નામના આશ્રમમાં રહેતી 30 વર્ષિય શારદા દેવીએ અત્યાર સુધીમાં 31 ટેસ્ટ પોઝિટિવ (Corona Test) જ આવ્યા છે. આમાં 17 આરટીપીઆર અને 14 ઝડપી એન્ટિજેન ટેસ્ટ શામેલ છે. તેને એલોપથી, હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી છે, પરંતુ આ મહિલાને કોઈ ફાયદો નથી થયો. હવે જોવાનું એ રહેશે કે, કોરોના વેક્સિન(corona vaccination)થી શું ફાયદો મળે છે.

  ડોકટરો આ કેસથી આશ્ચર્ય અને પરેશાન છે. આશ્ચર્યજનક વાત એ છે કે, કોરોના  વારંવાર પોઝિટિવ હોવા છતાં, શારદા દેવી પોતે સ્વસ્થ લાગે છે. તે પોતાનું તમામ કામ જાતે કરે છે. આ સમયગાળા દરમિયાન તેમના વજનમાં પણ 8 કિલોનો વધારો થયો છે. શારદા દેવીનો કેસ ડોકટરો માટે આશ્ચર્યજનક રહ્યો છે. સંભવત: દેશમાં આ પહેલો કેસ હશે, જેમાં દર્દીને પાંચ મહિના સુધી કોરોના પોઝિટિવ છે.

  PM મોદીની અપીલઃ corona vaccination ઉપર જૂઠ અને અફવાને યોગ્ય માહિતી થકી હારાવો

  શારદા દેવીને પાંચ મહિના માટે બે ઓરડાઓના વિશેષ અલગ એક રૂમમાં જેલ જેવું જીવન જીવવાની ફરજ પડી રહી છે. આશ્રમના પ્રમુખ ડો.બી.એમ. ભારદ્વાજે જણાવ્યું હતું કે, શારદાને અહીં બઝેરા ગામથી લાવવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તે આશ્રમની પ્રથમ કોરોના દર્દી હતી, તેની પહેલી તપાસ 28 ઓગસ્ટ 2020ના રોજ કરવામાં આવી હતી.

  અપના ઘર આશ્રમમાં હાલમાં શારદા દેવી સહિત 4 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. શારદાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઓગસ્ટના અંતમાં ભરતપુરની આરબીએમ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંના ડોકટરોએ તેમને એમ કહીને પાછા મોકલ્યા કે તેમની માનસિક અને શારીરિક સ્થિતિ સારી નથી, તેથી એક પરિચર તેની સાથે રાખવો પડશે. આ પછી, આશ્રમે તેનું કોવિડ કેર સેન્ટર ખોલ્યું.

  આ પણ વાંચોસાવધાન! બસ આ એક ભૂલ કરી પરિવાર રાત્રે સૂઈ ગયો, પતિ-પત્ની સહિત 6 વર્ષના બાળકનું કરૂણ મોત

  ડોકટરો કહે છે કે, કોરોના પોઝિટિવ હોવા છતાં, શારદા અન્ય માટે જોખમી નથી. કારણ કે, તેમના શરીરમાં હાજર કોરોના વાયરસ સક્રિય નથી, એટલે કે, તે હવે બીજામાં ચેપ ફેલાવશે નહીં. જો કે, સાવચેતી તરીકે તેમને એકાંતમાં રાખવાની જરૂર છે. કોરોના રિપોર્ટ વારંવાર પોઝિટિવ હોવાનાં બે કારણો હોઈ શકે છે. પ્રથમ, મૃત વાયરસ દર્દીના મ્યુકોઝામાં સંગ્રહિત થઈ ગયો છે.તેના કારણે નાકની નળી નબળી થઈ જાય છે. જેના કારણે દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે. બીજું, તેમની ઈમ્યુનિટી ખૂબ ઓછી છે, જેથી સંક્રમણ સંપૂર્ણપણે ખતમ નથી થયું. જો કે, સચોટ માહિતી માટે તેને તપાસવું મહત્વપૂર્ણ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Corona Vaccination, Rajasthan news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन