Home /News /national-international /

Corona Vaccination: કોરોના રસી લેતા પહેલા અને લીધા બાદ શું કરવું અને શું ના કરવું? આ રીતે શોધો રસીકરણ કેન્દ્ર? કેવી રીતે નોંધણી કરાવવી?

Corona Vaccination: કોરોના રસી લેતા પહેલા અને લીધા બાદ શું કરવું અને શું ના કરવું? આ રીતે શોધો રસીકરણ કેન્દ્ર? કેવી રીતે નોંધણી કરાવવી?

કોરોના વેક્સિન લેતા પહેલા અને લીધા પછી શું ધ્યાન રાખવું

18 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી લગાવવા નોંધણી કરાવવી પડશે. નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ. તો જોઈએ કેવી રીતે નોંધણી કરાવવી, કેવી રીતે નજીકનું રસીકરણ કેન્દ્ર શોધવું, તથા વેક્સીન લીધા પહેલા અને બાદમાં શું ધ્યાન રાખવું?

નવી દિલ્હી : દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરન લોકોના રસીકરણ માટે તારીખ 1 મે 2021થી અભિયાન ચલાવવામાં આવશે. 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી લગાવવા માટે નોંધણી કરાવવી પડશે. આ નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. અલબત્ત, રસી લેતા પહેલા તમારે આજુબાજુમાં કોરોના રસીકરણ કેન્દ્ર શોધવું પડશે. આ રસીકરણ કેન્દ્રમાં તમને રસી મુકવામાં આવશે. તો ચાલો આજે આપણે કોરોના રસીકરણ સેન્ટર કેવી રીતે શોધવું? અને કઈ રીતે નોંધણી કરાવવી? તે અંગે વિગતો મેળવીશું.

રસીકરણ કેન્દ્ર આવી રીતે શોધો

સૌપ્રથમ ગુગલ મેપના માધ્યમથી આસપાસના કોવિડ-19 રસીકરણ કેન્દ્રને શોધવું પડશે. કેન્દ્ર સરળતાથી મળી જશે. ગુગલ મેપ દ્વારા તમને લોકેશનની જાણ થશે. રસી માટે હોસ્પિટલમાં સીધા જવાનું રહેશે કે, અપોઈમેન્ટની જરૂર પડશે તેની વિગતો મળશે. સૌપ્રથમ તમારા ફોનમાં ગૂગલ મેપ એપ્લિકેશન ખોલો. તમે આ એપ્લિકેશનને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. તમે MapMyIndia એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યાર બાદ તમારે કોવિડ-19 વેક્સીનેશન સેન્ટર ટાઈપ કરવું પડશે. હવે એપ્લિકેશનમાં તમારી આજુબાજુ રહેલાના તમામ કોવિડ-19 રસીકરણ કેન્દ્ર જોવા મળશે.

કોરોના રસીકરણનું નવું અપડેટ

જો કોરોનાની રસી અંગે તમારા મનમાં કોઈ સવાલ હોય તો, સાચી જાણકારી મેળવવા માટે સત્તાવાર સોર્સનો જ ઉપયોગ કરવો જોઈએ. કોરોના રસી અંગે તમામ જાણકારી માટે આરોગ્ય મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ http://www.mohfw.gov.inની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને તમામ જાણકારી મળી જશે.

આ પણ વાંચોક્યારે ચેતી જવું? જો ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય તો શરીરમાં જોવા મળશે આ લક્ષણ, ખતરાની છે ઘંટડી

આવી રીતે કરો રજીસ્ટ્રેશન

કોરોના રસી માટે આરોગ્ય સેતુ અથવા કોવિન એપનો ઉપયોગ રજીસ્ટ્રેશન માટે કરી શકો છો. આ ઉપરાંત https://selfregistration.cowin.gov.in/ લિંક પર પણ નોંધણી થઈ શકે છે.

- આ માટે સૌથી પહેલા તમે મોબાઈલ નંબરને વેરીફાઈ કરો. આ માટે તમારી પાસે OTP આવશે.
- ત્યારબાદ તમારે આધારકાર્ડ, પાનકાર્ડ અથવા અન્ય કોઈ ઓળખ કાર્ડની જાણકારી સબમિટ કરવી પડશે.
- એક નંબરથી ચાર લોકોનું રજીસ્ટ્રેશન થઈ શકશે.
- કોરોનાની રસી સરકારી દવાખાનામાં વિનામૂલ્યે મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

કોરોનાના ડેટા મેળવવા આવું કરો

કોરોના અંગેની માહિતી મેળવવા માટે સૌથી સરળ અને સારો રસ્તો આરોગ્ય સેતુ એપ્લિકેશનના ઉપયોગનો છે. આ એપ્લિકેશન ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન કર્યા બાદ તમને સૌથી પર કોવિડ અપડેટ્સનું ટેબ જોવા મળશે. આ ટેબ રજીસ્ટર યોર સ્ટેટ્સ ટેબની પાસે છે. તે ટેબ ઉપર ક્લિક કરવાથી કોરોના સાથે સંકળાયેલી તમામ ખબર અને તેનો ડેટા મળશે.

વેક્સિન લેતા પહેલા શું કરવું અને શું ના કરવું?

દેશમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કાના પરિણામો જોયા બાદ લોકોને કોઈ પણ ચિંતા વગર રસી લેવા માટે વિશ્લેષકો દ્વારા સલાહ આપવામાં આવી છે. રસી મુકાવવાથી કોઈએ ઇનકાર કરવો જોઈએ નહીં, દરેક લોકોએ રસી મુકાવવી જોઈએ. રસીના મામલે હજુ કોઇ નકારાત્મક બાબત જાણવા મળી નથી.

આ પણ વાંચોઘરમાં કોઈ Corona પોઝિટિવ, તો અન્ય સભ્યોને સંક્રમણ થવાનો ખતરો 50%, આ રીત અપનાવી કરો સારસંભાળ

ડૉ. શશાંક જોશીએ કહ્યું છે કે, દેશમાં ઉપયોગમાં લેવાનારી ભારત બાયોટેકની કોવેકસીન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ એકદમ સુરક્ષિત છે. ડો. શશાંક જોશી મહારાષ્ટ્રમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના સદસ્ય છે. તેમના કહ્યા મુજબ કોઈ પણ રસી લીધા બાદ સામાન્ય આડઅસર જોવા મળે જ છે.

રસીકરણ પહેલા કઈ વાતોનું ધ્યાન રાખશો?

>> તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ અથવા અન્ય બીમારીની દવા ચાલુ હોય તો આ અંગે સ્વાસ્થ્ય કર્મચારીઓને જણાવવું જોઈએ.

>> રસી લીધા બાદ જો કોઈ ગંભીર આડઅસર થાય તો ત્યાર બાદનો ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

>> રસીકરણ માટે શક્ય તેટલો આરામ કરવો જોઈએ. પેટ ભરીને જમવું જોઈએ અને દવા લેવી જોઈએ.

>> તમે પ્રથમ ડોઝ જે કંપનીનો લીધો હોય બીજો ડોઝ પણ તે જ કંપનીનો લેવો જોઈએ. ઉદાહરણ તરીકે જો પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો તો બીજો પણ તેનો જ લેવો જોઈએ.

>> જે લોકો કોઈ પણ દવાની એલર્જીની સમસ્યાથી પીડાતા હોય, તેઓએ રસીનો ડોઝ લેવો જોઈએ નહીં. ગર્ભવતી મહિલાએ પણ ડોઝ ના લેવો જોઈએ.

રસી લીધા બાદ આ બાબતોનું ધ્યાન રાખો

આ પણ વાંચો - Corona રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમણ લાગી જાય તો બીજો ડોઝ ક્યારે લેવાનો? આ રહ્યો જવાબ

>> રસીકરણ કેન્દ્ર પર રસી લીધા બાદ તાત્કાલિક કોઈ ગંભીર અસરથી બચવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. તબીબ તેની ખાતરી કર્યા બાદ જ રજા આપે છે.

>> રસી લીધા બાદ તાવ અને દુઃખાવા જેવી આડઅસર સામાન્ય છે. ડરવાની જરૂર નથી. ઠંડી અને થાક પણ લાગી શકે છે. જોકે આવી આડઅસર થોડા દિવસોમાં દૂર થઈ જાય છે.

>> રસી લીધા પહેલા અને બાદમાં દારૂ ન પીવો જોઈએ. વિશ્લેષકોના મત મુજબ રસી લીધાના 45 દિવસ સુધી આલ્કોહોલનું સેવન ન કરવું. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તેને રસી ઝડપથી અસર કરે છે.

>> રસીના બન્ને ડોઝ લીધા બાદ રસી લેનાર વ્યક્તિ કોરોનાના દર્દીની સારવાર કરી શકે છે. જેથી પ્રથમ ચરણમાં સૌપ્રથમ આરોગ્યકર્મીઓને રસી અપાઇ હતી.

>> રસી લગાવ્યા બાદ પણ રસી લેનારે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. જે મહામારી રોકવામાં મહત્વનું પાસું છે.
First published:

Tags: Corona Vaccination, Corona vaccine

આગામી સમાચાર