Coronavirus Live Updates: દેશમાં એક્ટિવ કેસ 4 લાખની નજીક પહોંચ્યા, રિકવરી રેટ ઘટીને 97.45% થયો

ભારતમાં કોરોના સંક્રમણની સ્પીડ ફરી વધી રહી છે. (પ્રતીકાત્મક તસવીર- AP)

Covid-19 Pandemic in India: કેરળમાં સ્થિતિ બેકાબૂ થતાં દેશમાં એક જ દિવસમાં 45,352 નવા કેસ નોંધાયા, 366 દર્દીનાં મોત

  • Share this:
    Coronavirus Latest Updates, 3 September 2021: કેરળમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 188 દર્દીઓ કોવિડ સામેની જંગ હારી ગયા છે. કેરળમાં સંક્રમણમાં વ્યાપક વધારાના કારણે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે. બીજી તરફ, ચિંતાનો વિષય એ છે કે કોવિડ રિકવરી રેટ ઘટીને 97.45 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ પણ 4 લાખની નજીક પહોંચી ગયા છે.

    દેશમાં 24 કલાકમાં 366 દર્દીનાં મોત

    સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 45,352 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 366 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 67,09,59,968 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 74,84,333 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    કોરોના વાયરસ મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 20 લાખ 63 હજાર 616 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.


    ભારતમાં એક્ટિવ કેસ 4 લાખની નજીક પહોંચ્યા

    કોરોના વાયરસ મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 20 લાખ 63 હજાર 616 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,791 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.45 ટકા છે. હાલમાં 3,99,778 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,39,895 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 2 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કુલ 52,65,35,068 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 16,66,334 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, કેન્દ્રીય આરોગ્ય મંત્રી Mansukh Mandaviya નામ બદલીને સામાન્ય દર્દી તરીકે પહોંચી ગયા સરકારી હોસ્પિટલ, જાણો પછી શું થયું

    ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બન્યું

    ગુજરાતમાં (Gujarat Coronavirus updates) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7,23,980 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4,77,42,696 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, સાઉથ આફ્રિકામાં મળેલા C.1.2 વેરિયન્ટથી ડરવાની જરૂર નથી, નિષ્ણાંત વાયરોલોજીસ્ટનો મત

    ગુજરાતમાં ગંભીર દર્દીઓની સંખ્યા ઘટી

    ગુજરતમાં નવા કોરોના વાયરસ કેસમાં, અમદાવાદમાં 1, સુરતમાં 3, વડોદરામાં 4, ગાંધીનગર, કચ્છમાં1-1 સહિત કુલ 10 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 3, સુરતમાં 4, વડોદરામાં 3,આણંદમાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 151 એક્ટિવ કેસ છે, જેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 148 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815213 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: