Home /News /national-international /Corona cases in India: કોરોનાની ડરામણી ગતિ, ભારતમાં 7 મહિના બાદ કેસ 1 લાખને પાર, 302ના મૃત્યું

Corona cases in India: કોરોનાની ડરામણી ગતિ, ભારતમાં 7 મહિના બાદ કેસ 1 લાખને પાર, 302ના મૃત્યું

ભારતમાં 7 મહિના બાદ 1 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક ફોટો)

Corona cases in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100 નવા કેસ સામે આવ્યા છે. બુધવારની સરખામણીમાં આ કેસ 28.8% વધુ છે. ભારતમાં 7 મહિના બાદ 1 લાખને પાર નવા કેસ નોંધાયા છે. આ પહેલા 6 જૂનના એક લાખ ઉપર કેસ નોંધાયા હતા.

નવી દિલ્હી. ભારતમાં કોરોના (Todays Corona Case in India) વકરતો જાય છે. દેશમાં (new corona cases) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100 નવા કેસ સામે આવ્યા છે. બુધવારની સરખામણીમાં આ કેસ 28.8% વધુ છે. બુધવારે દેશમાં કોરોનાના 90,000થી પણ વધુ કેસ મળ્યા હતા. ભારતમાં 7 મહિના બાદ 1 લાખને પાર નવા કેસ નોંધાયા છે. આ પહેલા 6 જૂનના એક લાખ ઉપર કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાના અત્યારસુધીમાં 3,52,26,386 કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં 5 સૌથી સંક્રમિત રાજ્યોની વાત કરીએ, તો મહારાષ્ટ્રમાં 36265 કેસ, પશ્ચિમ બંગાળમાં 15421 કેસ, દિલ્હીમાં 15097 કેસ, તમિલનાડુમાં 6983 કેસ, કર્ણાટકમાં 5031 કેસ નોંધાઈ ચૂક્યા છે. ભારતમાં કુલ કેસોમાં 67.29% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી મળ્યા છે, જ્યારે કુલ કેસના 30.97% કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 302 લોકોનું મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં 4.83 લાખ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મોત કેરળમાં (221) થયા છે. આ ઉપરાંત બંગાળમાં 9 મૃતકો હોવાનું સામે આવ્યું છે.

ભારતમાં રિકવરી રેટ 97.57% છે. છેલ્લા 24 કલાકમાં અહીં 30,836 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધીમાં દેશમાં 3,43,71,845 લોકો કોરોનામાંથી રિકવર થયા છે.

આ પણ વાંચો: PM Modi Security Breach: સરકારનો દાવો- PM મોદીનો રોડ માર્ગે જવાનો પ્લાન છેલ્લી ઘડીનો નિર્ણય ન હતો

દેશમાં એક્ટિવ કેસ 3.7 લાખ

ભારતમાં એક્ટિવ કેસ વધીને 3.71 લાખ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 85,962 એક્ટિવ કેસ વધ્યા છે. ભારતમાં છેલ્લા 7 દિવસ અને એ પહેલાના 7 દિવસમાં નોંધાયેલા નવા કેસ વચ્ચેનો તફાવત +486% છે જ્યારે વૈશ્વિક સરેરાશ 65% છે. રસીકરણની વાત કરીએ તો, 94.47 લાખ નવા રસીકરણ થયા છે. 18+ વસ્તીમાં ગઈકાલે 23.38 લાખને પ્રથમ ડોઝ મળ્યો, 32.09 લાખને બીજો ડોઝ મળ્યો. તો 15-18 વર્ષના બાળકોમાં 38.99 લાખ લોકોને પ્રથમ ડોઝ મળ્યો. હવે 62.39 કરોડ લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,49,66,81,156 વેક્સિન ડોઝ લાગી ચૂક્યા છે.

આ પણ વાંચો: પૂર્વ CMની સુરક્ષામાં ક્ષતિ, હરીશ રાવતના સ્ટેજ પર છરો લઇને યુવક ચઢ્યો, જયશ્રી રામના નારા નહીં લગાવવા પર જાનથી મારી નાંખવાની આપી ધમકી

Mohfw અનુસાર દેશમાં ગુરુવારે 15 લાખ 13 હજાર 377 લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં 68 કરોડ 68 લાખ 19 હજાર 128 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. દેશમાં હાલ ટોટલ પોઝિટીવિટી રેટ 7.74 ટકા છે.

ઓમિક્રોનના 3,007 કેસ

ભારતના 27 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યારસુધીમાં Omicronના કુલ 3,007 કેસ સામે આવ્યા છે. જેમાંથી 1,199 લોકો સાજા થઈ ચૂક્યા છે.
First published:

Tags: Corona cases, Corona India, Coronavirus, COVID-19, ઓમિક્રોન